30 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીવી શો ‘શાકા લાકા બૂમ બૂમ બોલ’માં કલાકારની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ હંસિકા મોટવાણીએ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. પોતાના પર લાગેલા આરોપોને રદ કરવાની માગણી સાથે, તેણે 27 લાખ રૂપિયાની પણ માગણી કરી છે. હકીકતમાં, હંસિકા અને તેની માતા પર તેની ભૂતપૂર્વ ભાભી અને એક્ટ્રેસ મુસ્કાન નેન્સી જેમ્સે 2024 માં મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસા અને અન્ય આરોપો હેઠળ કેસ દાખલ કર્યો હતો.
ટાઇમ્સ નાઉના અહેવાલ મુજબ, હંસિકા મોટવાણી અને તેની માતા જ્યોતિ મોટવાણીએ ગુરુવાર, ૩ એપ્રિલના રોજ બોમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેની ભૂતપૂર્વ ભાભી નેન્સી જેમ્સ દ્વારા દાખલ કરાયેલા ફોજદારી કેસને રદ કરવાની માગ કરવામાં આવી હતી.
દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે હંસિકાએ મુસ્કાન અને ભાઈ પ્રશાંત પાસેથી ₹27 લાખની માગણી કર્યા બાદ બદલો લેવા માટે FIR દાખલ કરવામાં આવી હતી, હકીકતમાં તેમણે ભાઈના લગ્ન ખર્ચ માટે તેમને ઉછીના આપ્યા હતા. તેમનો આરોપ છે કે આ રકમનો ઉપયોગ લગ્નના આયોજકોને ચૂકવવા માટે કરવામાં આવ્યો હતો, પરંતુ મુસ્કાન કે પ્રશાંતે તે રકમ પરત કરી ન હતી.
હંસિકાએ અરજીમાં વધુમાં કહ્યું છે કે તેના ભાઈના લગ્નમાં જે પણ સમસ્યાઓ ઊભી થઈ છે તેની સાથે તેનો કોઈ સંબંધ નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમની ભૂતપૂર્વ ભાભીએ ફક્ત નાણાકીય સમાધાન માટે દબાણ કરવા માટે આ કેસ દાખલ કર્યો છે.
2024 માં હંસિકા અને તેની માતા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો
ટાઇમ્સ નાઉના અહેવાલ મુજબ, 2024 માં, મુસ્કાને હંસિકા અને તેની માતા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ક્રૂરતા (કલમ 498A), ધાકધમકી (કલમ 506), ઇરાદાપૂર્વક અપમાન (કલમ 504) અને ઇજા પહોંચાડવા (કલમ 323) ના આરોપો હેઠળ કેસ દાખલ કર્યો હતો. એક્ટ્રેસે એવો પણ આરોપ લગાવ્યો છે કે તેના સાસરિયાઓ સમયાંતરે મોંઘી ભેટોની માગ કરતા હતા અને તેની સામે ઘરેલુ હિંસા પણ કરતા હતા, જેના કારણે તે ભારે તણાવમાં હતી અને બેલ્સ પાલ્સીથી પીડાતી હતી.
મુસ્કાન અને પ્રશાંતના લગ્ન 2021માં થયા હતા
ટીવી એક્ટ્રેસ મુસ્કાન નેન્સી જેમ્સ અને હંસિકાના ભાઈ પ્રશાંત મોટવાણીના લગ્ન 18 માર્ચ, 2021 ના રોજ થયા હતા. જોકે, બંને 2022 થી અલગ થઈ ગયા હતા.