64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે. આ અધિવેશનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ પક્ષ અને તેની તમામ વિંગ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ અધિવેશનમાં સમગ્ર દેશભરમાંથી ડેલિગેશનના સભ્યો ભાગ
.
આ અધિવેશનમાં યુવાનોનો ડ્રેસ કોડ વ્હાઇટ ટીશર્ટ તથા જીન્સનું બ્લ્યુ પેન્ટ છે તો બીજા દિવસે વ્હાઇટ શર્ટ છે. આ બંને ડ્રેસ પર ખાસ તૈયાર કરાયેલો લોગો હશે. બીજી તરફ મહિલાઓનો ડ્રેસ કોડ બાંધણી અને ચણિયાચોળી રહેવાનો છે.
200 બહેનોને બાંધણી આપી દીધી છે આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, બાંધણી તે ગુજરાતની અલગ ઓળખ છે. ગુજરાતી કલ્ચરમાં મહિલાઓના ડ્રેસીંગમાં બાંધણી અને પટોડા ફેમસ છે. જેથી અમે નક્કી કર્યું છે કે બાંધણી રાખીએ. જેથી બધી બહેનો પાસે ઉપલબ્ધ હોય. 200 બહેનોને બાંધણી આપી દીધી છે. અને બીજી જે બહેનો આવશે તેમની પાસે જો બાંધણી હશે તો પહેરીને જ આવશે. મહત્તમ મહિલાઓ તમને બાંધણીની સાડીમાં જોવા મળશે.
હોટલ પર ચંદનનું તિલક કરી માળા પહેરાવી ગેસ્ટનું સ્વાગત મહિલા કોંગ્રેસને કામગીરીમાં જે જવાબદારી સોંપી છે તેમાં વેલકમ કમિટી બનાવી છે. જે કમિટીની અંદર દરેક હોટલની અંદર બે-બે મહિલા હોટલ પર વેલકમ કરવા ઊભી રહેશે. દરેક હોટલ પર બે મહિલા બાંધણીની સાડી પહેરીને ઊભી રાખીશું. મહિલા ત્યાં હોટલ પર આવનાર ગેસ્ટને વેલકમ કરીને તેમને ચંદનનું તિલક કરશે અને એક માળા પહેરાવશે. જે ફૂલોનો નથી પણ સ્પેશ્યલ બનાવડાવી છે. તે મોતીની માળા રહેશે. ગેસ્ટ તો આખો દિવસ અલગ અલગ ફલાઇટમાં આવવાના છે. બહેનો આખો દિવસ સવારથી સાંજ સુધી હોટલ પર રોકાશે.
દરેક હોટલમાં બે મહિલા કાર્યકર મહેમાનોના સ્વાગત માટે રહેશે તેમણે વધુમાં કહ્યું કે, અમદાવાદમાં 40ની આસપાસ હોટલો પાર્ટીએ બુક કરાવી છે. અમને જણાવેલી વિગતો મુજબ અમે 40 હોટલો પ્રમાણે 80 બહેનો તૈયાર કરી દીધી છે. દરેક હોટલમાં બેની પેરમાં બહેનો મહેમાનોનું સ્વાગત કરવા ઊભી રહેશે. કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં ભાગ લેનારા લોકો વી.આઇ.પી. હોવાના કારણે પ્રોટોકોલ પ્રમાણે વધારે ભીડ ના થવી જોઇએ. જેથી અમે દરેક હોટલમાં બે બહેનોને જ રાખી છે.

ગીતાબેન પટેલ, મહિલા પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ
VVIPના સ્વાગત માટે 10 બહેનો ચણિયાચોળીમાં ઘડાં સાથે ઊભી રહેશે ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ અને પ્રાઇવેટ જેટથી ગેસ્ટ આવવાના છે. જે પ્રાઇવેટમાં આવવાના છે ત્યાં વીવીઆઇપી ગેસ્ટ હશે. તો ત્યાં ગુજરાત કોંગ્રેસની 10 બહેનો ચણિયાચોળીમાં સ્વાગત કરવા ઘડાં સાથે ઊભી રહેશે. આગામી કાર્યક્રમ ફલાઇટના શિડ્યુલને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવશે. આપણા ગુજરાતી કલ્ચર પ્રમાણે સ્વાગત પણ એક ભાગ કહેવાય. તેના માટેની પણ અમારી તૈયારી છે.
4 અલગ અલગ રંગની બાંધણી હશે એક પ્રશ્નના જવાબમાં ગીતાબેને કહ્યું કે, સમયના અભાવના કારણે એક જ કલરમાં બાંધણી મેળવી શક્યા નથી. પરંતુ અલગ અલગ ચાર કલરની બાંધણીઓ છે. દરેક કલરની 25 બાંધણીની સાડીઓ છે. એવરગ્રીન કલર એવા ગ્રીન, મરુણ, રાણી અને એક બ્લ્યુ કલર જેવી છે. એક હોટલમાં બંને બહેનો એક જ કલરની સાડીમાં જોવા મળશે.
ગુજરાતી કલ્ચરની પ્રતીતિ થશે ગીતાબેને કહ્યું કે આગામી તા. 9મી એપ્રિલના રોજ કાર્યક્રમના સ્થળે મહેમાનો આવશે ત્યારે મહિલા કોંગ્રેસની આ બહેનો ત્યાં લાઇનમાં મહેમાનું સ્વાગત કરવા ઊભી રહેશે. સાથેસાથે ચણિયાચોળીવાળી બહેનો ઘડાં સાથે ઊભી રહેશે. ગુજરાતી ભાષામાં સામૈયુ કહીએ. સમગ્ર કાર્યક્રમમાં ટોટલી ગુજરાતી કલ્ચરની પ્રતીતિ થશે. આર્ટીફીશીયલ કોઇ દેખાવ કરવાના નથી.
સરદાર પટેલ સ્મારકના બહારના ભાગે સ્ટેજ બનાવવાની ગણતરી આ વ્યવસ્થાના ભાગરૂપે જે બહેનો વ્યવસ્થામાં જોડાઈ છે. તેમના માટેનો આ ડ્રેસ કોડ છે. તા. 8મી એપ્રિલના રોજ બહેનો એરપોર્ટ અને હોટલ પર છે. જયારે તા. 9મીના રોજ સવારથી વેન્યુ પર છે. સરદાર પટેલ સ્મારક ખાતે યોજાનાર કોંગ્રેસ વર્કીંગ કમિટીની મીટીંગના બહારના ભાગે ગરબા, નૃત્ય કે રાસ-ગરબાંનું સ્ટેજ બનાવવાની ગણતરી છે.
કાર્યકર્તાઓ ગુજરાતી સંસ્કૃતિ રજૂ કરશે એરપોર્ટથી સરદાર સ્મારક સુધીમાં અલગ અલગ સ્થળોએ ચારથી પાંચ સ્ટેજ બનશે. જેમાં અમારા કાર્યકર્તાઓ દ્રારા સૌરાષ્ટ્રવાળા છે તો તેના કાઠિયાવાડી નૃત્ય અથવા રાસ-ગરબાંની ટીમ આવવાની છે. જયારે ડાંગ છે તો ત્યાંથી આદિવાસી નૃત્યુ માટેની ટીમ આવશે. આ રીતના અમે પાંચ-દસ ટીમો તૈયાર કરી છે. એક ગુજરાતી રાસ-ગરબાં હશે. બધી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સ્ટેજની સાઇઝ હવે નક્કી થશે. ટીમો પોતાનું પર્ફોર્મન્સ કરી શકે તે પ્રકારનું સ્ટેજ રહેશે.
યુથ કોંગ્રેસ તથા એન.એસ.યુ.આઇ.ના કાર્યકરો વ્હાઇટ કલરની જર્સીમાં સજ્જ હશે. આ અંગેના આયોજનને લઈને દિવ્ય ભાસ્કરે ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકી સાથે વાતચીત કરી હતી.

500 કાર્યકર્તાઓ ત્રણ દિવસ ખડેપગે રહેશે નરેન્દ્ર સોલંકીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, ગુજરાતમાં આટલા વર્ષો પછી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી તટે થવા જઈ રહ્યું છે. જેને લઈને તમામ કોંગ્રેસના લોકોમાં ઉત્સાહ છે ત્યારે ગુજરાત NSUI અને યુથ કોંગ્રેસના 500થી વધારે કાર્યકર્તાઓ આ અધિવેશનમાં ભાગ લેવાના છે જે તમામ કાર્યકર્તાઓ તમને વ્હાઈટ ટી શર્ટમાં અધિવેશનના લોગો સાથે જોવા મળશે. ગુજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ 500 કાર્યકર્તાઓ ત્રણ દિવસ માટે આ અધિવેશનમાં ભાગ લેનાર લોકોની મદદ માટે ખડેપગે ઉભા રહેવાના છે.
મહાત્મા ગાંધી સફેદ કલરના વસ્ત્રો જ પહેરતા હતા આ ટી શર્ટની પસંદગી કેવી રીતે થઈ તે અંગે પૂછતાં નરેન્દ્ર સોલંકીએ કહ્યું, અમારા નેતા રાહુલ ગાંધી અને આપણે જોઈએ તો મહાત્મા ગાંધી પણ સફેદ કલરનાં જ વસ્ત્રો પહેરતાં હતા. એટલે ગાંધીજી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બન્યાંને 100 વર્ષ અને સરદાર વલ્લભ પટેલની 150મી જન્મજયંતિ છે તેવામાં આ અધિવેશન મળી રહ્યું છે. જેને લઈને આ વ્હાઈટ કલરની ટી શર્ટ પહેરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
40 યુથ અને NSUIના કાર્યકર્તાઓની ટીમ બનાવાઈ નરેન્દ્ર સોલંકીએ કહ્યું, આ અધિવેશનમાં 2200 કરતાં વધારે દેશભરમાંથી લીડર્સ આવવાના છે ત્યારે તેમના માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા હોટલની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના માટે 40 યુથ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓની ટીમ બનાવવામાં આવી છે. જેમાં એક એક હોટલ પર 8થી 10 સભ્યો એવરેજ રહેવાના છે. ગેસ્ટને લાવવા-લઈ જવા માટે કોંગ્રેસ પાર્ટી તરફથી તો વ્યવસ્થા કરવામાં આવી જ છે. પરંતુ ઈમરજન્સીમાં ગેસ્ટને લાવવા અને લઈ જવાની વ્યવસ્થા પણ આ કાર્યકર્તાઓ જોવાના છે.

વ્હાઇટ ટીશર્ટમાં લોગો હશે 8 તારીખે CWCની મિટિંગ છે ત્યારે એ દિવસે બધા જ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે આ પ્રકારની વ્હાઈટ ટી શર્ટ રહેવાની છે અને બ્લૂ પેન્ટ રહેશે, જ્યારે બીજા દિવસે મળનારી AICCની મિટિંગના દિવસે બધા જ કાર્યકર્તાઓ વ્હાઈટ શર્ટમાં આવશે, આ માટે તે તમામ કાર્યકર્તાઓને સ્ટીકર આપવામાં આવશે જે તેમના શર્ટ પર ચોંટાડવામાં આવશે.
NSUI-યુથ કોંગ્રેસ સ્વખર્ચે 150થી વધુ ગાડીઓ એક્સ્ટ્રા રાખશે હોટલોથી કાર્યક્રમ સ્થળ સુધી લાવવા લઈ જવાની વ્યવસ્થા માટે કોંગ્રેસે વ્યવસ્થા કરી છે પરંતુ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ પોતાના સ્વખર્ચે 150થી વધુ ગાડીઓ એક્સ્ટ્રા રાખવાના છે. જેથી કોઈ અગવડતાં ન પડે. આ સાથે અમે અલગ અલગ જગ્યાએ બેનર અને પાર્ટીના ઝંડા લગાવવાની પણ કામગીરી કરવાના છીએ.
આ પણ વાંચો: ‘બૂથ-સંગઠન મજબૂત કરો ને જિલ્લા પ્રમુખને સત્તા આપો’:ગુજરાત કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને ખડગેએ કહ્યું- કેસ થશે તો પાર્ટી ઊભી રહેશે, લોકો વચ્ચે જઈ કામ કરવા રાહુલનું સૂચન