1 કલાક પેહલાલેખક: સંદીપ કુમાર
- કૉપી લિંક
ડિજિટલ યુગમાં, જ્યાં ટેકનોલોજી આપણા જીવનને સરળ બનાવી રહી છે, ત્યાં સાયબર ગુનેગારો નવી-નવી રીતે લોકોને નિશાન બનાવી રહ્યા છે. હવે ફક્ત બનાવટી કોલ્સ કે ઈમેલ જ નહીં, એક સાદો ફોટો પણ તમારા મોબાઈલ અને બેંક એકાઉન્ટને હેક કરી શકે છે.
તાજેતરમાં મધ્યપ્રદેશના જબલપુરમાં એક વ્યક્તિને એક અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ પર એક ફોટો મળ્યો. વ્યક્તિએ તે ફોટો પર ક્લિક કરતાની સાથે જ તેનો મોબાઈલ હેક થઈ ગયો અને થોડીવારમાં તેના બેંક ખાતામાંથી 2.01 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા.
આ સાયબર છેતરપિંડીને ‘વોટ્સએપ ઇમેજ સ્કેમ’ અથવા ‘મેલિશિયસ લિંક સ્કેમ’ કહેવામાં આવે છે, જે ખૂબ જ ખતરનાક છે. એક ખોટી ક્લિક તમારી વ્યક્તિગત માહિતી અને બેંક ખાતાને જોખમમાં મૂકી શકે છે.
તો, આજે ‘કામના સમાચાર‘માં આપણે ‘વ્હોટ્સએપ ઇમેજ સ્કેમ’થી કેવી રીતે બચી શકીએ? તે વિશે વાત કરીશું. સાથે એ પણ જાણીશું કે-
- WhatsApp પર ‘ઓટો-ડાઉનલોડ’ ઓપ્શન કેવી રીતે બંધ કરવો?
- ફોનમાં કોઈ માલવેર ઇન્સ્ટોલ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?
નિષ્ણાત: ઈશાન સિન્હા, સાયબર એક્સપર્ટ, નવી દિલ્હી
પ્રશ્ન- વ્હોટ્સએપ ઇમેજ સ્કેમ શું છે?
જવાબઃ આ ઓનલાઈન છેતરપિંડીની એક નવી પદ્ધતિ છે. આમાં, છેતરપિંડી કરનારા અજાણ્યા નંબર પરથી ફોટો મોકલે છે. આ ફોટોમાં એક ખતરનાક મલિશસ લિંક (Malicious Link) છુપાયેલી છે. કોઈ વ્યક્તિ તે ફોટો કે લિંક પર ક્લિક કરે કે તરત જ તેના ફોનમાં વાયરસ કે હેકિંગ એપ ઇન્સ્ટોલ થઈ જાય છે.
ટેકનોલોજીની દૃષ્ટિએ, તેને ‘ટ્રોજન હોર્સ એટેક’ અથવા ‘રિમોટ એક્સેસ ટ્રોજન’ (RAT) સ્કેમ પણ કહી શકાય કારણ કે તેમાં, છેતરપિંડી કરનારાઓ યુઝર્સના ફોન પર નિયંત્રણ મેળવી લે છે.

પ્રશ્ન- ગમે તે ફોટો ડાઉનલોડ કરવાથી ફોન હેક થઈ જાય?
જવાબ: સાયબર એક્સપર્ટ ઈશાન સિન્હા કહે છે કે, જો કોઈ ઈમેજ વાયરસ (માલવેર) થી સંક્રમિત હોય, તો તેને ફક્ત ડાઉનલોડ કરવાથી કે ખોલવાથી તમારા ફોનને જોખમ થઈ શકે છે. ઘણી વખત આ ઇમેજ ફાઇલ્સમાં ખતરનાક કોડ અથવા સ્ક્રિપ્ટ છુપાયેલી હોય છે, જે ફોનમાં આપમેળે ઇન્સ્ટોલ થઈ જાય છે અને તેને હેક કરી શકે છે. આ ખાસ કરીને JPEG, PNG, GIF જેવા ઇમેજ ફોર્મેટમાં પણ થઈ શકે છે.
પ્રશ્ન: વ્હોટ્સએપ ઇમેજ સ્કેમથી બચવા શું કરવું?
જવાબ: વ્હોટ્સએપ ઇમેજ કૌભાંડથી બચવા માટે સૌથી મહત્વપૂર્ણ બાબત તમારી સતર્કતા છે. જો કોઈ અજાણ્યા વ્યક્તિ તરફથી કોઈ ફોટો, ડોક્યૂમેન્ટ અથવા લિંક મળે, તો તેને તપાસ્યા વિના ખોલશો નહીં. ક્યારેક આ ફાઇલ્સ સામાન્ય દેખાય છે, પરંતુ તેમાં છુપાયેલા વાયરસ તમારા ફોનમાં પ્રવેશીને તમારી વ્યક્તિગત માહિતી ચોરી શકે છે.

પ્રશ્ન: WhatsAppમાં ‘ઓટો-ડાઉનલોડ’ કેવી રીતે બંધ કરાય?
જવાબ: WhatsAppના ‘ઓટો-ડાઉનલોડ’ સેટિંગ્સને બંધ કરવા માટે આ પગલાં અનુસરી શકો છો.
- WhatsApp ખોલો અને ત્રણ બિંદુઓ (⋮) પર ટેપ કરો.
- ત્યાર પછી સેટિંગ્સ વિકલ્પ પર જાઓ અને સ્ટોરેજ અને ડેટા પર જાઓ.
- અહીં મીડિયા ઓટો-ડાઉનલોડમાં મોબાઇલ ડેટા, વાઇ-ફાઇ અને રોમિંગના વિકલ્પો મળશે.
- દરેક વિકલ્પ પર જાઓ અને બધા ચેકબોક્સ (ફોટો, ઑડિઓ, વીડિઓ, ડોક્યૂમેન્ટ) દૂર કરો. આ પછી, OK વિકલ્પ પર ટેપ કરો.
- હવે WhatsAppમાં કોઈપણ મીડિયા ફાઇલ આપમેળે ડાઉનલોડ થશે નહીં.
પ્રશ્ન- માત્ર વ્હોટ્સએપ પર જ આ સ્કેમ થાય છે?
જવાબઃ આ સ્કેમ ટેલિગ્રામ, ફેસબુક મેસેન્જર, ઈમેલ જેવા કોઈપણ મેસેજિંગ પ્લેટફોર્મ પર પણ થઈ શકે છે. તેથી, કોઈપણ અજાણી લિંક કે ફોટો ખોલતા પહેલા સાવચેત રહો.
પ્રશ્ન- ફોનમાં માલવેર ઈન્સ્ટોલ છે તે કેમ ખબર પડે?
જવાબઃ સાયબર એક્સપર્ટ ઈશાન સિન્હા કહે છે કે, જો તમારા ફોનમાં કોઈ માલવેર (વાયરસ) ઇન્સ્ટોલ થઈ ગયો હોય, તો કેટલાક સંકેતો દેખાવા લાગે છે. આમાં ફોન અચાનક વિચિત્ર રીતે કામ કરવાનું શરૂ કરે છે.
નીચે આપેલ ગ્રાફિક કેટલાક મુખ્ય સંકેતો દર્શાવે છે કે ફોન માલવેરથી સંક્રમિત થઈ શકે છે.

પ્રશ્ન: ખતરનાક માલવેર ઇન્સ્ટોલ થઈ જાય તો યુઝરે શું કરવું જોઈએ?
જવાબઃ જો તમારા ફોનમાં કોઈ ખતરનાક માલવેર (વાયરસ) પ્રવેશી ગયો હોય તો તમારે તાત્કાલિક કેટલાક જરૂરી પગલાં લેવા જોઈએ. જેમ કે-
- તરત જ ફોનમાં ‘સેફ મોડ’માં ચાલુ કરો. સેફ મોડમાં જવાથી ફોન પર ઇન્સ્ટોલ કરેલી કોઈપણ માલવેર એપ્સ આપમેળે ડિસેબલ થઈ જાય છે, જેનાથી તેમને દૂર કરવાનું સરળ બને છે.
- જો ફોન એન્ડ્રોઇડ છે, તો પાવર બટન દબાવી રાખો. ‘પાવર ઓફ’ પર લાંબા સમય સુધી દબાવો. આ પછી ‘સેફ મોડ’ નો વિકલ્પ પસંદ કરો.
- iOSમાં કોઈ સેફ મોડ વિકલ્પ નથી, પરંતુ અનિચ્છનીય એપ્સ મેન્યુઅલી ડિલીટ કરી શકાય છે.
- એવી કોઈપણ એપ જે તમે જાતે ઇન્સ્ટોલ કરી નથી અથવા જે વિચિત્ર રીતે વર્તી રહી છે તેને તરત જ અનઇન્સ્ટોલ કરો.
- જો કોઈ કારણોસર એપ ડિલીટ ન થઈ રહી હોય તો સેટિંગ્સમાં સિક્યુરિટી ઓપ્શન પર જાઓ અને ‘Device Admin Apps’ પર જાઓ. ત્યાંથી તેને ડિસેબલ કરો.
- ઘણી વખત વાયરસ ખતરનાક વેબસાઇટ્સ દ્વારા ફોનમાં પ્રવેશ કરે છે, તેથી બ્રાઉઝર ડેટા ડિલીટ કરો.