વેરાવળના શ્રીપાલ સોસાયટી વિસ્તારમાં રવીન ગોસ્વામી અને તેમના મિત્રો દ્વારા એક અનોખી સેવા ચાલી રહી છે. છેલ્લા ચાર વર્ષથી ચૈત્ર માસ દરમિયાન તેઓ લોકોને વિનામૂલ્યે લીમડાના પાનનો રસ પીવડાવે છે. રવીન ગોસ્વામી જણાવે છે કે લીમડો તેના ઔષધીય ગુણો માટે જાણીતો છે
.
દરરોજ સવારે 6 વાગ્યાથી તેઓ પોતાના ઘર બહાર આ સેવા શરૂ કરે છે. આજુબાજુના વિસ્તારમાંથી લગભગ 25 કિલો લીમડાના પાન એકત્રિત કરી રસ કાઢવામાં આવે છે. વોકિંગ માટે નીકળતા લોકો અને સ્કૂલે જતાં બાળકો પણ આ રસનું સેવન કરે છે.

બાળકોને લીમડાના રસ તરફ આકર્ષિત કરવા માટે તેમણે ખાસ પીપરમેન્ટની વ્યવસ્થા પણ કરી છે. આધુનિક ભાગદોડભરી જીવનશૈલીમાં લુપ્ત થતી જતી આ પરંપરાને જીવંત રાખવાનો તેમનો પ્રયાસ છે. રવીન ગોસ્વામીના આ સેવાયજ્ઞમાં તેમના મિત્રોનો પણ સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. આ રીતે તેઓ લોકોના આરોગ્યની જાળવણી માટે નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે.

ચૈત્ર માસ દરમિયાન સેવન ગુણકારી, પણ બારે માસ લીમડાનો રસ ન પીવાય લીમડો ખૂબ ગુણકારી છે, પરંતુ ગુણકારી ચીજનું અતિ સેવન પણ ઠીક નથી હોતું. બારે માસ લીમડાનો રસ પીવાનું બધા માટે હિતકારી નથી. ચૈત્ર મહિના દરમ્યાન રોગી-નીરોગી સૌએ લીમડો લેવો જોઈએ, પરંતુ બારે માસ ગમે ત્યારે લીમડાનો રસ પીવાનું ઠીક નથી. લીમડાનો બાહ્ય ઉપયોગ છૂટથી કરી શકાય, પરંતુ મોં વાટે લેતાં પહેલાં શરીરના દોષોની અવસ્થા અને વ્યક્તિની પ્રકૃતિને આધારે આયુર્વેદની જાણકાર વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે.

લીમડાનો રસ પીવાના ફાયદા ડાયજેશન સારૂ થાય: લીમડો એન્ટી-ફ્લેટુલેંટ, કસેલે અને એન્ટાસિડ ગુણોથી ભરપૂર હોય છે. જે પેટમાં વધારે ગેસ અને એસિડ બનાવવાથી રોકવામાં મદદ કરે છે. આ ડાયજેશન અને મળ ત્યાગની પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ કરે છે.
ફાઈબરથી ભરપૂર: લીમડામાં ફાયબર હોય છે જે સારા ડાયજેશનને પ્રોત્સાહન આપે છે અને શરીરમાં હેલ્ધી બેલેન્સ બનાવી રાખે છે.
ઓક્સીડેટિવ સ્ટ્રેસને રોકે છે: લીમડાના પાનમાં હાજર એન્ટીઓક્સિડેન્ટ શરીરને સારી રીતે ડિટોક્સ કરે છે અને ઓક્સીડેટિવ સ્ટ્રેસને રોકે છે. આટલું જ નહીં લીમડા, સેલ્સમાં બ્લડ અને ઓક્સીજનના ફ્લોને પણ પ્રોત્સાહન આપે છે. આજ કારણ છે કે સ્કીન પણ હેલ્ધી રહે છે.
ફેટી એસિડ: લીમડામાં જરૂરી વિટામિન અને ફેટી એસિડ હોય છે જે સ્કીનને સોફ્ટ રાખવામાં મદદ કરે છે અને કરચલીઓ અને ફાઈન લાઈન્સ જેવી મુશ્કેલીઓને ઓછી કરે છે.
