- Gujarati News
- Sports
- Cricket
- Jasprit Bumrah; IPL 2025; MI Vs RCB LIVE Score Update; Wankhede Stadium | Hardik Pandya | Rohit Sharma | Virat Kohli | Bhuvneshwar Kumar
સ્પોર્ટ્સ ડેસ્ક13 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં આજે મુંબઈ ઇન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે ટકરાશે. 18મી સીઝનની 20મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
મુંબઈને આ સીઝનની પહેલી 4 મેચમાંથી 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે, બેંગલુરુએ 3 માંથી 2 મેચ જીતી અને 1 મેચ હારી. બેંગલુરુ 10 વર્ષથી વાનખેડે ખાતે મુંબઈ સામે જીતી શક્યું નથી. ટીમ છેલ્લે 2015માં અહીં જીતી હતી.
મેચ ડિટેઇલ્સ, 20મી મેચ MI Vs RCB તારીખ: 7 એપ્રિલ સ્ટેડિયમ: વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ સમય: ટૉસ – સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ – સાંજે 7:30 વાગ્યે
હેડ ટુ હેડમાં MI આગળ

હેડ ટુ હેડ મેચમાં MIનો હાથ ઉપર છે. અત્યાર સુધીમાં IPLમાં બંને ટીમ વચ્ચે કુલ 35 મેચ રમાઈ છે. મુંબઈએ 21 અને બેંગલુરુએ 14 મેચ જીતી હતી. તે જ સમયે, બંને ટીમ વાનખેડે સ્ટેડિયમમાં 10 વખત એકબીજા સામે ટકરાઈ છે. આમાંથી, MI 7 વખત અને RCB 3 વખત જીત્યું છે.
સૂર્યકુમાર યાદવ MIનો ટૉપ સ્કોરર

મુંબઈ ઈન્ડિયન્સનો બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ટીમનો ટોપ સ્કોરર છે. તેણે 4 મેચમાં 171 રન બનાવ્યા છે. સૂર્યાએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે 43 બોલમાં 67 રનની અડધી સદી ફટકારી હતી. જ્યારે બોલિંગમાં હાર્દિક પંડ્યા ટોચ પર છે. હાર્દિકે 3 મેચમાં 8 વિકેટ લીધી છે. તેણે લખનૌ સામે 4 ઓવરમાં 5 વિકેટ લીધી હતી. બીજા સ્થાને બોલર વિગ્નેશ પુથુર છે. તેણે 3 મેચમાં 5 વિકેટ લીધી છે.
RCB માટે સોલ્ટે સૌથી વધુ રન બનાવ્યા

આ સીઝનમાં અત્યાર સુધીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના 4 અલગ-અલગ ખેલાડીઓએ અડધી સદી ફટકારી છે. તે જ સમયે, બેટર ફિલ સોલ્ટે ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 3 મેચમાં કુલ 102 રન બનાવ્યા છે. સોલ્ટે પહેલી મેચમાં KKR સામે 56 રન બનાવ્યા હતા. તેના પછી, વિરાટ કોહલી અને રજત પાટીદારે 3 મેચમાં કુલ 97-97 રન બનાવ્યા છે. વિરાટે પોતાની પહેલી મેચમાં કોલકાતા સામે અણનમ 59 રન બનાવ્યા હતા.
ટીમનો જોશ હેઝલવુડ વિકેટ લેનારા બોલરોમાં ટોચ પર છે. તેણે 3 મેચમાં કુલ 6 વિકેટ લીધી છે. તેણે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 21 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ જ મેચમાં બોલર યશ દયાલે પણ 3 ઓવરમાં 2 વિકેટ લીધી હતી.
બુમરાહ ફરી એકવાર ટીમમાં વાપસી કરી શકે છે આજની મેચથી MIનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ સીઝનમાં વાપસી કરી શકે છે. ઈજામાંથી પાછા ફર્યા બાદ તે રવિવારે MI ટીમમાં જોડાયો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ફાસ્ટ બોલરને ઈજા થઈ હતી. કમરના નીચેના ભાગમાં થયેલી ઈજાને કારણે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પણ બહાર થઈ ગયો હતો. તે છેલ્લા કેટલાક દિવસોથી બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ખાતે રિહેબ હેઠળ હતો.
પિચ રિપોર્ટ વાનખેડેની પિચ બેટર્સ માટે મદદરૂપ સાબિત થાય છે. ઝડપી બોલરોને અહીં થોડી મદદ મળે છે. અત્યાર સુધીમાં અહીં 117 IPL મેચ રમાઈ ચૂકી છે. 54 મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે, જ્યારે ચેઝ કરતી ટીમ 63 મેચમાં જીતી છે.
વેધર અપડેટ સોમવારે મુંબઈમાં હવામાન ખૂબ જ ગરમ રહેશે. આજે અહીં ખૂબ તડકો રહેશે. વરસાદની બિલકુલ આશા નથી. તાપમાન 26 થી 37 ડિગ્રી સેલ્સિયસ સુધી હોઈ શકે છે. પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) મુંબઈ ઈન્ડિયન્સ (MI): હાર્દિક પંડ્યા (કેપ્ટન), રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, અશ્વની કુમાર, વિગ્નેશ પુથુર અને રોહિત શર્મા.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): રજત પાટીદાર (કેપ્ટન), ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, લિયામ લિવિંગસ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ અને રાસિખ સલામ.