વીએસ હોસ્પિટલની બાજુમાં આવેલા મહેતા કોમ્પલેક્સના પાંચમા માળેથી પડી જવાથી કોલેજના વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. યુવક ઓનલાઇન ગેમમાં રૂ.36 હજાર હારી ગયો હતો. તે પૈસા તેના પિતાના એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે ઉપાડ્યા હતા. આ બાબતે પિતાએ ઠપકો આપતા દીકરાએ આત્મ
.
ઓઢવમાં ગાયત્રી પાર્ક સોસાયટીમાં રહેતા સમર્થ ભોલે (ઉં.19) 5 એપ્રિલે રાતે 11 વાગ્યે વીએસ હોસ્પિટલની બાજુમાં આવેલા મહેતા કોમ્પ્લેક્સના 5મા માળેથી નીચે પડી ગયો હતો, જેથી માથા તેમ જ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં મોડી રાતે તેનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા એલિસબ્રિજ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં સમર્થના પરિવારના સભ્યો પણ આવ્યા હતા. સમર્થના પિતા સુવાસભાઈ ભોલેએ પોલીસને જણાવ્યું હતું કે સમર્થ એલજે કોલેજમાં અભ્યાસ કરતો હતો. 5 એપ્રિલે રાતે 10 વાગ્યે સુવાસભાઈએ ફોનમાં ટેક્સ્ટ મેસેજ જોતા તેમને ખબર પડી હતી કે તેમના એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે રૂ.36,500 ઊપડી ગયા હતા. આ બાબતે સુવાસભાઈએ ફોન કરીને સમર્થને પૂછતા તેણે થોડી વારમાં ફોન કરું છું તેવું કહીને ફોન કાપી દીધો હતો. આથી સમર્થ ઓનલાઈન ગેમમાં રૂ.36,500 હારી ગયો હોવાથી પિતા ઠપકો આપશે તેવી આશંકાથી તેણે મહેતા કોમ્પ્લેક્સના પાંચમા માળેથી પડતું મૂકી દીધું હોવાની આશંકા છે.
જોકે આ ઘટના ખરેખર આત્મહત્યાની હતી કે સમર્થનું અકસ્માતે પડવાથી મૃત્યુ થયું હતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.