5 મિનિટ પેહલા
- કૉપી લિંક
હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘ફાઇટર’નું એક BTS ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ BTSના હાલમાં જ રિલીઝ થયેલા ગીત ‘ઇશ્ક જૈસા કુછ’નું છે. આ ગીત રિલીઝ થયું ત્યારથી જ ચર્ચામાં છે. ગીતમાં હૃતિક અને દીપિકા ગ્લેમરસ લુકમાં જોવા મળી રહ્યા છે. દરિયા કિનારે ફિલ્માવાયેલા આ ગીતમાં બંને વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી. બીટીએસમાં ગીતના શૂટિંગ અને ડાન્સ રિહર્સલની ઝલક પણ જોવા મળી છે.
આ ટ્રેક વિશાલ-શેખરે કમ્પોઝ કર્યો છે. આ ગીતમાં વિશાલ, શેખર અને શિલ્પા રાવે પોતાનો અવાજ આપ્યો છે.
દીપિકાને ‘ઈશ્ક જૈસા કુછ’ ગીત પહેલીવાર સાંભળતાની સાથે જ ગમી ગયું હતું
‘ઈશ્ક જૈસા કુછ’ના BTSમાં દીપિકા કહે છે કે આ ગીત સાંભળતા જ મને ગમ્યું હતું. અભિનેત્રીએ કહ્યું કે માત્ર સિદ્ધાર્થ આનંદ જ આટલું સારું ગીત બનાવી શકે છે. તેમના કારણે આ ગીત ગ્લેમરસ બની શક્યું. સિદ્ધાર્થ આનંદે પણ દીપિકા વિશે કહ્યું કે તેમની સાથે કોણ કામ કરવા નથી ઈચ્છતું. તેમની એનર્જી અદભુત છે. હૃતિક અને દીપિકાની કેમેસ્ટ્રીની કોઈ સરખામણી નથી. વીડિયોના અંતમાં હૃતિક ઘણા મહિનાઓ પછી તેની પસંદગીનું ભોજન ખાતા જોવા મળ્યો હતો. ફિટનેસના કારણે તેમણે ઘણા મહિનાઓ સુધી તેમી મનપસંદ વાનગીનો ચટાકો લીધો ન હતો.
થોડા દિવસ પહેલાં જ સિદ્ધાર્થ આનંદની ‘ફાઈટર’નું ટ્રેલર રિલીઝ થયું હતું. ટ્રેલરમાં ઘણા પાવરફુલ એરિયલ એક્શન સીન્સની ઝલક જોવા મળી છે. આ ઉપરાંત મિત્રતા અને દેશભક્તિની ભાવના પણ જોવા મળી હતી. ફિલ્મની વાર્તા દેશ પર થયેલા આતંકવાદી હુમલા સાથે જોડાયેલી છે, જેનો લડવૈયાઓ બદલો લે છે. નિર્માતાઓએ ફિલ્મમાં ખૂબ જ સારું VFX અને CGI કામ કર્યું છે.
ફાઈટર દેશની પ્રથમ એરિયલ એક્શન ફ્રેન્ચાઈઝી છે
ફિલ્મના ટ્રેલરમાં હૃતિક અને દીપિકા સિવાય અનિલ કપૂર પણ જોવા મળે છે. તે ગ્રુપ કેપ્ટન રાકેશ રોકી સિંહના રોલમાં જોવા મળશે. જ્યારે હૃતિક સ્ક્વોડ્રન લીડર શમશેર પટ્ટીનો રોલ કરી રહ્યો છે અને દીપિકા સ્ક્વોડ્રન લીડર મીનલ રાઠોડનો રોલ કરી રહી છે. આ ફિલ્મ દ્વારા હૃતિક અને દીપિકા પહેલીવાર સ્ક્રીન શેર કરશે.
આ સિવાય ફિલ્મમાં કરણ સિંહ ગ્રોવર, સંજીદા શેખ અને અક્ષય ઓબેરોય પણ જોવા મળશે. નિર્માતાઓ આ ફિલ્મને ભારતની પ્રથમ એરિયલ એક્શન ફ્રેન્ચાઇઝી તરીકે વિકસાવવાની યોજના બનાવી રહ્યા છે.