2 કલાક પેહલા
- કૉપી લિંક
રાજમાને કિડની બીન્સ તરીકે ઓળખાય છે. રાજમામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સિવાય રાજમામાં એવા ગુણો રહેલા છે જે અનેક બીમારીઓ સામે રક્ષણ કરે છે. રાજમામાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે ઈમ્યૂન સિસ્ટમને યોગ્ય રાખવામાં મદદ કરે છે.
ઘણા લોકોની ફેવરિટ વાનગીમાં રાજમા-ભાત મોખરે હોય છે. પરંતુ ઘણા લોકોને રાજમા ખાધા પછી ગેસ અને પેટની સમસ્યા થાય છે. ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ શિલ્પા મિત્તલ તમારા મનપસંદ રાજમાને કેવી રીતે ખાય તેના સરળ ઉપાયો જણાવી રહ્યાં છે જેથી ગેસ અને પેટની સમસ્યા થતી નથી.
રાજમા ખાવાની સાચી રીત
રાજમામાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોય છે. પરંતુ કેટલાક ફાઇબર્સ એવા હોય છે જેને શરીર પચાવી શકતું નથી. જેના કારણે પેટ ફૂલવાની સમસ્યા શરૂ થાય છે. રાજમાને સરળતાથી સુપાચ્ય બનાવવા માટે તેને 10-12 કલાક પલાળી રાખો.
આ સાથે જ રાંધતા પહેલાં પલાળેલા રાજમાને દર બે કલાકે એટલે કે 5-6 વખત ધોઈ લો. વારંવાર ધોવાથી રાજમામાંથી સ્ટાર્ચનું પ્રમાણ પણ ઘટે છે. પલાળ્યા પછી રાજમાને પ્રેશર કૂકરમાં સારી રીતે બાફી લો અને તેને સારી રીતે ચાવી લો.
રાજમા-ભાત બેસ્ટ કોમ્બિનેશન
રાજમા અને ભાતનું કોમ્બિનેશન પેટ માટે ખૂબ જ સારું છે. ભાત ઝડપથી પચી જાય છે તેથી રાજમા સાથે ખાવાથી ફાયદો થાય છે. જો તમે રાજમા ખાધા હોય તો જમ્યાના એક કલાક પછી પુષ્કળ પાણી પીવો જેથી તે બરાબર પચી જાય.
રાજમાથી ગેસ થતો નથી અને તે સરળતાથી પચી જાય છે, તેથી તેને અંકુરિત કરીને પણ ખાઈ શકાય છે.
રાજમા ખાવાના ફાયદા
રાજમામાં ફાઈબર, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, આયર્ન, પ્રોટીન અને અન્ય પોષક તત્ત્વો હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રાજમાના સેવનથી ઘણી બીમારીઓથી બચી શકાય છે.
લોહી વધારશે
રાજમામાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરમાં એનિમિયાને દૂર કરવામાં મદદ કરે છે. રાજમાના નિયમિત સેવનથી શરીરને ઉર્જા મળે છે, એનિમિયાથી રાહત મળે છે, મેટાબોલિઝમ વધે છે અને હૃદય સંબંધિત રોગો સામે લડવામાં મદદ મળે છે.
બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખશે
રાજમામાં મળતા પોટેશિયમ, મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્ત્વો હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. રાજમામાં રહેલું મેગ્નેશિયમ પણ માથાનો દુખાવો દૂર કરવામાં મદદરૂપ છે.
વજન ઘટાડવામાં ફાયદાકારક
જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો રાજમા ખાવાનું શરૂ કરો. રાજમા ખાધા પછી વ્યક્તિ લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવે છે, જે ભૂખને અટકાવે છે અને વજન ઘટાડવાનું સરળ બનાવે છે.
ત્વચાની સુંદરતામાં વધારો
રાજમામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે ત્વચાને ઝડપથી વૃદ્ધ થતી અટકાવે છે. રાજમા નિયમિતપણે ખાવાથી પિમ્પલ્સ અને કરચલીઓ અટકે છે.
હૃદય રોગ અટકાવે છે
રાજમામાં રહેલું મેગ્નેશિયમ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. રાજમાના નિયમિત સેવનથી હૃદય સંબંધિત રોગોથી બચી શકાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ રાજમાં ફાયદાકારક
રાજમામાં યોગ્ય માત્રામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, જેના કારણે તે લોહીમાં શુગર લેવલને સંતુલિત રાખે છે.
રાજમા કોને ન ખાવા જોઈએ?
જો તમને ગેસ-એસીડીટી કે પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો રાજમા ખાવાનું ટાળો.
રાજમાને પચવામાં સમય લાગે છે. કબજિયાત અને પેટ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે રાજમા ખાવાનું ટાળો.
રાજમાની તાસીર ગરમ હોય છે, તેથી પિત્ત પ્રકૃતિના લોકોએ રાજમા ખાવાનું ટાળવું જોઈએ.