1 કલાક પેહલા
- કૉપી લિંક
ટીવીનો લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 17’ છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં રહે છે. આ સ્થિતિમાં શોના લેટેસ્ટ એપિસોડમાં ઈશા અને મન્નારા વચ્ચે દલીલ જોવા મળી હતી. ઈશા અને અંકિતાને ચીડવવા માટે મન્નારા ગાર્ડન એરિયામાં ખુશીથી નાચવા લાગે છે. આ વાત પર ઈશા તેને કહે છે – ‘એ બાર ડાન્સર.’ ઈશાની આવી કમેન્ટથી મન્નારા આશ્ચર્યચકિત થઈ ગઈ છે. તે જઈને અભિષેકને કહે છે કે, ‘ઈશા તેને ‘બાર ડાન્સર’ કહે છે. અભિષેકને પણ આ વાત પસંદ નથી.’ તેમણે ઈશાને પૂછ્યું- ‘ઈશા તું શું બોલી રહી છે?’ અભિષેક આ રીતે મન્નારાના સમર્થનમાં બહાર આવે તે ઈશાને પસંદ નથી. આ સાથે જ ઈશા અભિષેક સાથે દલીલ કરવાનું શરૂ કરે છે.
ઈશા માલવીયા અને અભિષેકે શોમાં આવતા પહેલા એકબીજાને ડેટ કર્યા હતા
ઈશા અને મન્નારા વચ્ચે ઝઘડો થયો
આ સમગ્ર વાતચીતમાં આગળ મન્નારા એ પણ કહે છે કે બાર ડાન્સર્સ પણ સખત મહેનત કરે છે. તેમને પણ સન્માન સાથે જીવવાનો અધિકાર છે. માટે આવી રીતે બોલીને તેમનું અપમાન ન કરો. આ બાદ ઈશા, આયેશા અને અંકિતા ત્રણેય ગુસ્સે થઈ જાય છે. અંકિતા કહે છે- ‘જે બીજાનું સન્માન નથી કરી શકતું તેના માટે આ રીતે વાત ન કરવી વધુ સારું છે.’ જ્યારે ઈશા કહે છે- ‘બિગ બોસના ઘરમાં એક સમયે મન્નારાના બે લોકો સાથે સંબંધો હતા. ક્યારેક તે મુનવ્વર તો ક્યારેક સમર્થ પાસે જતી.’
મન્નારાના કેરેક્ટર પર આવી ટિપ્પણી કર્યા પછી ઈશાએ તેની સાથે ઝઘડો કર્યો અને એમ પણ કહ્યું કે, ‘મન્નારા પોતે 30 વર્ષની છે. પરંતુ તેમ છતાં તે બાળક જેવું વર્તન ચાલુ રાખે છે. આ બાળક નથી. તે 30 વર્ષની મહિલા છે.’ આ બાબતે મન્નારા કહે છે- ‘મારી ઉંમર 30 વર્ષની નથી, પરંતુ 60 વર્ષની છે. ઈશા, મારી સાથે ઝઘડો ના કર. તમારા માટે મારા દિલ માં કંઈ નથી. સમર્થનો વિચાર કર. તે તમારા વિશે શું વિચારતો હશે?’ પરંતુ આ બધું સાંભળીને ઈશા ચૂપ નથી રહેતી પરંતુ મન્નારા સાથે ઝઘડો કરતી રહે છે.
મામી મધુ ચોપરાએ મન્નારાને ટેકો આપ્યો
બિગ બોસના ઘરમાં ટોર્ચર ટાસ્ક પહેલા એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં અંકિતા લોખંડે અને ઈશા માલવિયા મન્નારાને હેરાન કરતા અને ધમકી આપતા જોવા મળે છે. આવી સ્થિતિમાં પ્રિયંકા ચોપરાની માતા અને મન્નારાની કાકી મધુ ચોપરાએ અંકિતા, ઈશા અને આયેશાના વલણ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર એક કમેન્ટ લખી – ‘ઓહ ભગવાન. આ લોકો ઘણા અસંસ્કારી છે.’
મામી મધુ ચોપરાએ મન્નારાને ટેકો આપ્યો
આ વીડિયો મન્નારાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર 17 જાન્યુઆરીએ અપલોડ કરવામાં આવ્યો હતો. કેપ્શન હતું- ‘દરેકને શરમ આવવી જોઈએ! અમે તેમને રમત નથી કહેતા! હવે આપણે દરેકનું સાચું સ્વરૂપ જોઈ રહ્યા છીએ!’
‘બિગ બોસ’નું ટોર્ચર ટાસ્ક
આ અઠવાડિયે શોમાં એક ટોર્ચર ટાસ્ક હતો. આ ટાસ્કમાં બિગ બોસે બે ટીમ બનાવી હતી. જ્યાં એક ટીમમાં અભિષેક, મન્નારા, મુનવ્વર અને અરુણ હતા. બીજી ટીમ ઈશા, અંકિતા, વિકી અને આયેશાની હતી. મુનવ્વરની ટીમ ટાસ્કમાં પ્રથમ રમતી જોવા મળી હતી. ટાસ્ક દરમિયાન બીજી ટીમે અભિષેક, મન્નારા, મુનવ્વર અને અરુણપર બીજી ટીમે ખૂબ જ મસાલો ભભરાવ્યો હતો . જ્યારે બીજી ટીમનો વારો આવ્યો ત્યારે વિક્કીએ બધો મસાલો સંતાડી દીધો.
બિગ બોસને આ વાત પસંદ ન આવી. તેમણે ટાસ્કને રદ કરીને બીજી ટીમને સીધી જ નોમિનેટ કરવાની તક આપી. આ પછી, મન્નારા, અભિષેક, મુનવ્વર અને અરુણ સીધા જ ફિનાલે વીકમાં પ્રવેશ્યા છે.