રાંચી40 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઝારખંડ જમીન કૌભાંડ કેસમાં મુખ્યપ્રધાન હેમંત સોરેનની પૂછપરછ કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ શનિવારે રાંચી પહોંચી હતી. તપાસ એજન્સી બપોરે 1 વાગ્યે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી હતી. મળતી માહિતી મુજબ, સોરેન પાસેથી અલગ રૂમમાં જમીન કૌભાંડના મામલામાં સવાલ-જવાબ પૂછવામાં આવી રહ્યા છે.
EDની ટીમ 9 વાહનોના કાફલામાં સીએમ હાઉસ પહોંચી હતી. તેમાંથી 3 વાહનોમાં અધિકારીઓ હતા, જ્યારે 6 વાહનો તેમની સુરક્ષા માટે તૈનાત હતા. EDના કુલ 7 અધિકારીઓ પૂછપરછ માટે રાંચી પહોંચ્યા છે. જેમાંથી ત્રણ અધિકારીઓ દિલ્હીથી આવ્યા છે. પૂછપરછ પહેલા સીએમ હાઉસ ખાતે તહેનાત સ્પેશિયલ બ્રાન્ચે તમામ અધિકારીઓની તપાસ કરી હતી.
સીએમ હાઉસની સુરક્ષા વધારી દેવામાં આવી છે
ઝારખંડના રાંચીમાં EDની ટીમ બે કલાકથી વધુ સમય સુધી મુખ્યમંત્રી હેમંત સોરેનની પૂછપરછ કરી રહી છે. સીએમ હાઉસની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. સેન્ટ્રલ ફોર્સની વધારાની ટીમ બોલાવવામાં આવી છે. અનેક વાહનોમાં ફોર્સ પહોંચી રહી છે.
બોડી કેમેરાથી સજ્જ ED અને CISFના અધિકારીઓ
સીએમ હાઉસ પહોંચેલા ED અધિકારીઓ અને CISFના જવાનો બોડી કેમેરાથી સજ્જ છે. આ વાત જાણીને કહેવાય છે કે પૂછપરછ દરમિયાન તમામ પ્રવૃત્તિઓનો રેકોર્ડ રાખવા માટે આવું કરવામાં આવે છે. મુખ્યમંત્રી આવાસની બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તહેનાત છે. વિરોધ કરી રહેલા લોકોને રોકી દેવામાં આવ્યા છે.
સીએમ હાઉસ પહોંચેલા ED અધિકારીઓ અને CISFના જવાનો બોડી કેમેરાથી સજ્જ છે
બાબુલાલ મરાંડીએ સીએમ સોરેન પર કટાક્ષ કર્યો
કોંગ્રેસના ધારાસભ્ય ઈરફાન અંસારી સોરેનને ભેટીને રડવા લાગ્યા
જામતારા કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. ઈરફાન અન્સારી હેમંત સોરેનને ભેટી પડતા ખૂબ જ ભાવુક થયા હતા અને રડવા લાગ્યા હતા. જોકે, સીએમ તેમને સાંત્વના આપતા જોવા મળ્યા હતા.
કોંગ્રેસના ધારાસભ્ય ઈરફાન અંસારી સોરેનને ભેટીને રડવા લાગ્યા હતા.