10 મિનિટ પેહલા
- કૉપી લિંક
અયોધ્યામાં રામમંદિરના અભિષેક વચ્ચે રામાનંદ સાગરની ‘રામાયણ’ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેના શૂટિંગના દિવસો સાથે જોડાયેલાં ઘણાં તથ્યો સામે આવ્યાં છે. રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, ‘શોમાં હનુમાનનો રોલ કરનાર દિવંગત એક્ટર દારા સિંહે 9 કલાક સુધી કંઈ ખાધું ન હતું.’
ખરેખર, તેમને તેમના પાત્રને કારણે ભારે મેક-અપ કરવો પડ્યો હતો. તેમણે જણાવ્યું કે ‘દારા સિંહના મેકઅપમાં લગભગ 3 થી 4 કલાકનો સમય લાગ્યો હતો. કારણ કે એ જમાનામાં પ્રોસ્થેટિક મેકઅપ નહોતો. હુનમનના રોલ માટે તેમણે પૂંછડી પહેરવી પડી હતી. તેના કારણે દારાસિંહ બરાબર બેસી પણ શકતા ન હતા. સેટ પર તેના માટે ખાસ સ્ટૂલ બનાવવામાં આવ્યું હતું. સ્ટૂલમાં એક કટ હતો, જેમાં તેઓ તેમની પૂંછડી ગોઠવ્યા બાદ બેસી શકતા હતા.
એટલું જ નહીં, પ્રેમ સાગરે એમ પણ કહ્યું કે તેમના પિતા રામાનંદ સાગર ખૂબ જ સમર્પણ સાથે કામ કરતા હતા. તે સવારે 4 વાગે જાગીને શૂટિંગ કરતા હતા.
વાનર સેનાના મેક-અપમાં સમસ્યા હતી.
પ્રેમ સાગરે જણાવ્યું કે ‘તે દિવસોમાં સૌથી મોટી સમસ્યા વાનર સેના માટે હતી. કારણ કે મંકી આર્મી માટે લગભગ 500 લોકોની જરૂર હતી. આ બધા માટે મેકઅપ કરવામાં ઘણી સમસ્યા હતી.’ તેમણે કહ્યું- જ્યારે લંકા દહનનો સીન કરવાનો હતો ત્યારે અમારી ટીમે ઘણું સમજી વિચારીને કરવું પડ્યું હતું. સમસ્યા એ હતી કે, દોરડાથી બનેલી પૂંછડીમાં આગ લગાડવામાં ઘણું જોખમ હતું. તેથી અમારે એક કારીગરને બોલાવીને તે દ્રશ્ય માટે ખાસ પૂંછડી બનાવવી પડી.’
‘તે સમયે દારા સિંહજીને દરરોજ 6 કલાક ભૂખ્યા રહેવું પડતું હતું. આ સીન દરમિયાન તેમણે 7 દિવસ સુધી ઘણા કલાકો વિતાવ્યા અને પછી તેનું શૂટિંગ થયું.’
રામાયણની શરૂઆત 1987માં થઈ હતી
રામાયણનું પ્રસારણ 25 જાન્યુઆરી, 1987ના રોજ દૂરદર્શન પર શરૂ થયું હતું અને છેલ્લો એપિસોડ 31 જુલાઈ, 1988ના રોજ જોવા મળ્યો હતો. આ સિરિયલ દરરોજ સવારે 9.30 વાગ્યે ટીવી પર પ્રસારિત થતી હતી. આ સિરિયલની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે જ્યારે પણ તે ટીવી પર પ્રસારિત થતી તો બધે નીરવ શાંતિ છવાઈ જતી. ઘરોની બહાર કર્ફ્યુ જેવી સ્થિતિ હતી. રામાનંદ સાગરને ખુદને વિશ્વાસ નહોતો કે તેમના દ્વારા બનેલી સિરિયલ આટલી ઐતિહાસિક બની જશે. આ સિરિયલમાં કામ કરતા કલાકારોને ભગવાન સમાન માનવામાં આવવા લાગ્યા.