સ્પોર્ટ્સ ડેસ્ક30 મિનિટ પેહલા
- કૉપી લિંક
રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ માટે ઘણા ખેલાડીઓ અયોધ્યા પહોંચી ગયા છે. સચિન તેંડુલકર, રવીન્દ્ર જાડેજા અને સાઇના નેહવાલ જેવા અનેક સ્પોર્ટ્સ સ્ટાર મંદિર પરિસરમાં હાજર છે.
સચિન તેંડુલકરની કાર રામ જન્મભૂમિના ગેટ નંબર 11 પાસે ખોટી પાર્કિંગના કારણે રોકાઈ હતી.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
પૂર્વ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં.
પૂર્વ ભારતીય ક્રિકેટર વેંકટેશ પ્રસાદે પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપી હતી.
ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ પણ અભિષેક સમારોહમાં હાજર રહી હતી.
મહિલા ક્રિકેટ ટીમની સભ્ય મિતાલી રાજે પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
અનિલ કુંબલે પણ અયોધ્યા પહોંચી ગયો હતો
પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા રવિવારથી જ સેલિબ્રિટીઓ આવવાનું શરૂ કરી દીધું હતું. બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ રવિવારે પ્રથમ ચાર્ટર પ્લેનમાં લખનઉ આવી હતી. પછી અહીંથી રોડ માર્ગે અયોધ્યા પહોંચી.
તે જ સમયે જ્યારે અનિલ કુંબલે લખનઉ પહોંચ્યો ત્યારે તેના ચાહકોએ હંગામો મચાવ્યો હતો. દરેક વ્યક્તિ ફોટો ક્લિક કરવા અને તેની સાથે વીડિયો બનાવવા માગતી હતી.
સાઇના નેહવાલે કહ્યું- હું ભાગ્યશાળી છું કે મને અહીં આવવાની તક મળી
સાઈના નેહવાલે કહ્યું, ‘હું ભાગ્યશાળી છું કે મને અહીં આવવાની તક મળી. હું તે ક્ષણની રાહ જોઈ રહી છું. જ્યારે અમે મંદિર જઈશું અને ભગવાન રામની મૂર્તિ જોઈશું… અમે પણ આટલું મોટું મંદિર ઈચ્છતા હતા. હવે આ મંદિર ખુલવા જઈ રહ્યું છે. લોકોએ આવીને મંદિર જોવું જોઈએ. મહેનતની સાથે લોકોમાં આસ્થા પણ હોવી જોઈએ.’