- Gujarati News
- Sports
- Medvedev Reached The Quarterfinals Of The Australian Open For The Third Time
સ્પોર્ટ્સ ડેસ્ક7 મિનિટ પેહલા
- કૉપી લિંક
વર્લ્ડ નંબર-3 ખેલાડી ડેનિયલ મેદવેદેવ સોમવારે ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે. મેદવેદેવ ત્રીજી વખત ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો છે.
તો, ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને તેના પાર્ટનર ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેન પણ મેન્સ ડબલ્સના અંતિમ-8માં જગ્યા બનાવી લીધી છે.
મેદવેદેવે મેન્સ સિંગલ્સના ચોથા રાઉન્ડમાં પોર્ટુગલના નુનો બોર્જેસને હરાવ્યો હતો. તેણે 3 કલાક અને 7 મિનિટ સુધી ચાલેલી મેચમાં બોર્જેસને 6-3, 7-6, 5-7, 6-1થી હરાવ્યો હતો.
બોપન્ના અને એબ્ડેનની જોડી સીધા સેટમાં જીતી
બોપન્ના અને એબ્ડેનની જોડીએ ચોથા રાઉન્ડમાં વેસ્લી કૂલહોફ અને નિકોલા મેક્ટિકની જોડીને સીધા સેટમાં 7-6 7-6થી હરાવ્યા હતા. ભારત-ઓસ્ટ્રેલિયન જોડી હવે આર્જેન્ટિનાની છઠ્ઠી ક્રમાંકિત જોડી મેક્સિમો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેની સામે ટકરાશે.
બોપન્ના અને એબ્ડેનની જોડીએ વેસ્લી કૂલહોફ અને નિકોલા મેક્ટિકને સીધા સેટમાં 7-6 7-6થી હરાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયન ઓપનના ચોથા રાઉન્ડમાં જોકોવિચે જીત મેળવી હતી
આ પહેલા સિંગલ્સનો ચોથો રાઉન્ડ અને ડબલ્સના ત્રીજા રાઉન્ડની મેચ રવિવારે યોજાઈ હતી. નોવાક જોકોવિચે મેલબોર્નના રોડ લેવર એરેનામાં ચોથા રાઉન્ડમાં જીત મેળવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી. તેણે ફ્રાન્સના એડ્રિયન મન્નારિનોને સીધા સેટમાં 6-0,6-0, 6-3થી હરાવ્યો હતો.
જોકોવિચે તેના 54મા ગ્રાન્ડ સ્લેમ ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાઈ કર્યું છે. તેણે આ રેકોર્ડમાં રોજર ફેડરરની બરાબરી કરી લીધી છે.
બીજી તરફ, 2023 ઓસ્ટ્રેલિયન ઓપન ફાઈનલિસ્ટ સ્ટેફાનોસ સિત્સિપાસ 4 સેટમાં હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. તેને અમેરિકન ટેલર ફ્રિટ્સ 7(7)-6(3), 5-7. 6-3,6-3થી હરાવ્યો હતો.
ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્યના સબાલેન્કા જીતી
વુમન્સ સિંગલ્સની ડિફેન્ડિંગ ચેમ્પિયન આરિના સબાલેન્કા પણ રવિવારે પોતાની જીત સાથે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ હતી. વિશ્વની બીજા નંબરની ખેલાડીએ એક કલાક અને 10 મિનિટ સુધી ચાલેલા ચોથા રાઉન્ડમાં અમાન્દા અનિસિમોવાને સીધા સેટમાં (6-3, 6-2)થી હરાવી હતી.