14 મિનિટ પેહલા
- કૉપી લિંક
અશોક નગરમાં રહેતા કાાંતાબેન ડિલિવરી પછી ઘણાં સમય સુધી બેભાન હતા. જ્યારે તેઓ ભાનમાં આવ્યા અને તેમણે તેમની દીકરીને જોઈ, ત્યારે તેમના મોંમાંથી જાનકીના શબ્દો નીકળ્યા. 22 જાન્યુઆરી 51 વર્ષના કાંતાબેને માટે આ બાળકી બેવડી ખુશી લઈને આવી. લગ્નના 35 વર્ષ બાદ તેમના ઘરમાં કિલકારી ગુંજી. બીજી બાજુ, આ દિવસે જ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી.
22 જાન્યુઆરીનો આ દિવસ મહિલાઓ માટે યાદગાર દિવસ બની ગયો, જ્યારે તેઓએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે બાળકને જન્મ આપ્યો. ભોપાલ, ઈન્દોર, જબલપુર અને ગ્વાલિયર સહિત રાજ્યની ઘણી હોસ્પિટલોમાં હર્ષોલ્લાસ ગુંજ્યો. આમાં એવા પરિવારો હતા જેમના ઘરમાં 12 વર્ષ પછી અને કેટલાક ઘરોમાં 10 વર્ષ પછી બાળકોનો જન્મ થયો હતો. કેટલાકે પોતાના બાળકનું નામ રામ રાખ્યું તો કેટલાકે રાઘવ રાખ્યું. પુત્રીઓના નામ સીતા અને વૈદેહી રાખવામાં આવ્યા હતા. આ મહિલાઓ પોતાને અને પોતાના બાળકોને ભાગ્યશાળી માની રહી છે. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનાં દિવસે બાળકના જન્મથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે.
22 જાન્યુઆરીએ હોસ્પિટલોમાં ડોક્ટરોએ રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા સમારોહ જોયો હતો
હોસ્પિટલોમાં પ્રાણપ્રતિષ્ઠાનું લાઈવ સ્ટ્રીમિંગ બાળકોને જન્મ આપવા માટે અનેક મહિલાઓએ 22 જાન્યુઆરી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો શુભ અવસર પસંદ કર્યો હતો. આ માટે હોસ્પિટલોમાં પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘણી હોસ્પિટલોમાં સગર્ભા સ્ત્રીઓ સાથે સ્ટાફે ઓપરેશન થિયેટરમાં ભગવાન રામનો જયજયકાર કરતા પૂજા કરી હતી. આ સમારંભનું હોસ્પિટલોમાં સ્ક્રીન પર લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. અહીં રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થયા અને બીજી બાજુ મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો હતો. પરિવારજનોની સાથે ડોક્ટરો પણ આનંદથી ઉછળી પડ્યા હતા.
ડોકટરોએ પણ 22 જાન્યુઆરીએ બાળકોના જન્મની ઉજવણી કરી હતી.
35 વર્ષ બાદ ખેડૂત પરિવારમાં ખુશીનો માહોલ
અશોક નગરમાં રહેતા કાંતાબેન બાગડીને લગ્નના 35 વર્ષ બાદ ખુશીની ભેટ મળી છે. 51 વર્ષના કાંતાબેન કહે છે કે તેઓ ઘણાં વર્ષોથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. કાંતાબેનની ગર્ભાવસ્થામાં ઘણી મુશ્કેલીઓ હતી. તેમણે ભોપાલમાં ડિલિવરી કરવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું છે કે ભગવાન રામ મારી પરીક્ષા કરી રહ્યા હતા. ડિલિવરી પછી હું બેભાન થઈ ગઈ હતી. જ્યારે મેં મારી આંખ ખોલી, ત્યારે દીકરીને જોઈને મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો. ભગવાન રામ તેમના મંદિરમાં બેઠા અને મારી ખોળામાં ખુશીઓ ભરી દીધી. કાંતાબેને પોતાની દીકરીનું નામ જાનકી રાખવાનું નક્કી કર્યું છે.
12 વર્ષ પછી શુભ મુહૂર્તમાં જન્મેલી પુત્રીનું નામ વૈદેહી
યુપીના મહોબાના અરુણ પચૌરીને લગભગ 12 વર્ષ બાદ એક પુત્રીનો જન્મ થયો હતો. 43 વર્ષના અરુણનું કહેવું છે કે પુત્રીનો જન્મ રાત્રે 12.20ના શુભ સમયે થયો હતો, તેથી માતા સીતાના નામ પરથી તેનું નામ વૈદેહી રાખવામાં આવ્યું છે. અરુણ કહે છે કે આનાથી મોટો દિવસ કયો હોઈ શકે. પરિવાર વર્ષોથી આ ખુશીની રાહ જોઈ રહ્યો હતો. જ્યારે અમને ખબર પડી કે અમે માતા-પિતા બનવાના છીએ ત્યારે અમે દરરોજ ભગવાનને પ્રાર્થના કરતા. ગીતા-રામાયણનો પાઠ કરતા હતા જેથી ગર્ભમાં ઉછરી રહેલાં બાળકને સંસ્કાર મળી શકે.
હું સાત વર્ષથી સુખની રાહ જોઈ રહી હતી
ભોપાલની રહેવાસી વર્ષા સિંહનાં ઘરે પણ 7 વર્ષ પછી કિલકારી ગુંજી. વર્ષા કહે છે- મારી ડિલિવરીની તારીખ બે દિવસ પછી હતી. મેં ડૉક્ટરને પૂછ્યું કે શું 22મી જાન્યુઆરીએ ડિલિવરી થઈ શકે છે, તો તેમણે મને મેડિકલ ચેકઅપમાં યોગ્ય જણાયું. ડિલિવરી સમયે વર્ષાની માતા હાજર હતા. તેના પતિ કેન્યામાં એક કંપનીમાં મેનેજર છે. વર્ષા કહે છે કે તેમના પતિ આ સુખની ઘડીમાં આવી શક્યા નથી, પરંતુ તેમણે તેમના પુત્રને ઓનલાઈન જોયો છે. વર્ષાએ ડિલિવરી પહેલા ભગવાન રામની આરતી અને પૂજા કરી હતી.
ભોપાલમાં સામાન્ય કરતાં 20% વધુ ડિલિવરી
22 જાન્યુઆરીએ ભોપાલની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 150થી વધુ ડિલિવરી થઈ હતી. સામાન્ય દિવસોમાં 110 થી 125 ડિલિવરી થાય છે. જે સામાન્ય દિવસો કરતા 20 ટકા વધુ છે. આ મુહૂર્ત દરમિયાન બાળકને જન્મ આપવા માટે માતાઓ સિઝેરિયન ડિલિવરીમાંથી પસાર થઈ હતી. ખાનગી હોસ્પિટલોમાં શુભ મુહૂર્તમાં છ પ્રસૂતિ થઈ હતી. આ સાથે જ સરકારી હોસ્પિટલોમાં 3 બાળકોનો જન્મ થયો હતો. સુરજીત રાયકવારને ત્યાં જેકે હોસ્પિટલમાં બાળકનો જન્મ સિઝેરિયન ડિલિવરીથી થયો. સુરજીતે જણાવ્યું કે કોમ્પલિકેશનના લીધે ડોક્ટરોએ 24 તારીખ આપી હતી. અમે આજનો દિવસ પસંદ કર્યો અને શુભ મુહૂર્તમાં દીકરાનો જન્મ થયો, બાળકનું નામ રામના નામે જ રાખીશું.
ભોપાલના સુરજિત રાયકવારને શુભ મુહૂર્તમાં પુત્રનો જન્મ થયો હતો.
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા અવસરે ઈન્દોરમાં 4 બાળકોનો જન્મ
સોમવારે ઈન્દોરની સરકારી MTH હોસ્પિટલમાં 14 પ્રસૂતિ થઈ હતી. તેમાં 6 છોકરા અને 8 છોકરીઓએ જન્મ લીધો. ચાર બાળકોનો જન્મ બપોરે 12:00 થી 12:30 વાગ્યાની વચ્ચે થયો હતો, જે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો સમય હતો. તેમાંથી 2 છોકરાઓ છે. ઈન્દોરની પીસી સેઠી હોસ્પિટલમાં બપોર સુધીમાં 10 પ્રસૂતિ થઈ ચૂકી છે. વાસ્તવમાં, ઘણી મહિલાઓએ પ્રસૂતિની નિર્ધારિત તારીખ પહેલા જ 22 જાન્યુઆરીએ બાળકને જન્મ આપવાની ઈચ્છા ડૉક્ટરો સમક્ષ વ્યક્ત કરી હતી. જેના પર તબીબે તેની સ્થિતિને ધ્યાનમાં લઈને યોગ્ય સલાહ આપી હતી.
ઈન્દોરમાં કનુપ્રિયા નામની મહિલાએ પુત્રીને જન્મ આપ્યો છે.
સામાન્ય દિવસોની સરખામણીએ ઈન્દોરમાં 30 ટકા વધુ ડિલિવરી
સોમવારે ઈન્દોરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો સહિત 180થી વધુ પ્રસૂતિ થઈ હતી. આ સામાન્ય દિવસો કરતાં 30 ટકા વધુ છે. સામાન્ય દિવસોમાં 100 થી 120 ડિલિવરી થાય છે.
એમજીએમ મેડિકલ કોલેજની એમટીએચ હોસ્પિટલના ઈન્ચાર્જ ડૉ. સુમિત્રા યાદવે જણાવ્યું કે સોમવારે 60થી વધુ પ્રસૂતિ થઈ હતી. પીસી સેઠી હોસ્પિટલના ઈન્ચાર્જ ડો. વીરેન્દ્ર રાજગીરના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં 30થી વધુ પ્રસૂતિ થઈ હતી. બાણગંગા મહિલા હોસ્પિટલ સહિત અન્ય સરકારી હોસ્પિટલોમાં 20 થી વધુ પ્રસૂતિ થઈ હતી.
જબલપુરમાં કોઈએ નંદિની નામ આપ્યું તો કોઈનું નામ શિવ
જબલપુરની લેડી એલ્ગિન હોસ્પિટલમાં રાત્રે 12 વાગ્યાથી સોમવાર બપોર સુધી 7 બાળકોનો જન્મ થયો હતો. જેમાં ચાર છોકરાઓ અને ત્રણ છોકરીઓ છે. પરિવારે આ બાળકોનું નામ ભગવાન રામ અને સીતાના નામ પરથી રાખ્યું છે.
જબલપુરના ગમાપુરમાં રહેતી અનુરાધા વિશ્વકર્માએ પુત્રીને જન્મ આપ્યો છે. અનુરાધાએ કહ્યું કે આ પહેલું બાળક છે. તે પોતાની દીકરીનું નામ નંદિની રાખશે. નંદિની માતા સીતાનું નામ છે. અનુરાધાએ કહ્યું કે જો તેને પુત્ર હોત તો તેનું નામ શ્રીરામ રાખત.
શિખા ઠાકુર નામની માતાએ પણ એક બાળકીને જન્મ આપ્યો છે. શિખા કહે છે કે અમે બાળકીનું નામ પણ માતા સીતા જેવું જ રાખીશું.
જબલપુરની અનુરાધા વિશ્વકર્માએ પુત્રીને જન્મ આપ્યો છે. તેનું નામ નંદિની રાખવામાં આવ્યું