મુંબઈ23 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે 23મી જાન્યુઆરીએ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 445 પોઈન્ટ વધીને 71,868 પર ખુલ્યો હતો. નિફ્ટીમાં પણ 145 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. તે 21,716ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં વધારો અને 6માં ઘટાડો જોવા મળ્યો હતો.
સોનીએ ઝી સાથે તેનું મર્જર રદ કર્યા પછી, આજે ઝીના શેર 10% ઘટી રહ્યા છે. સવારે 9:17 વાગ્યે તેનો શેર રૂ. 23.10 (9.98%) ઘટીને રૂ. 208.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ભારત હવે વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ
ભારતીય શેરબજાર હવે વિશ્વનું ચોથું સૌથી મોટું શેરબજાર બની ગયું છે. ભારતે હોંગકોંગ શેરબજારને પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. બ્લૂમબર્ગ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, હોંગકોંગ શેરબજારમાં સૂચિબદ્ધ શેરોનું કુલ મૂલ્ય $4.29 ટ્રિલિયન છે, જ્યારે ભારતીય શેરબજારમાં સૂચિબદ્ધ શેરોની કુલ માર્કેટ કેપ $4.33 ટ્રિલિયન સુધી પહોંચી ગઈ છે.
ગયા વર્ષે શેરબજાર 4 ટ્રિલિયન ડોલરની નજીક હતું
- મે 2007માં, BSE-લિસ્ટેડ કંપનીઓએ $1 ટ્રિલિયન માર્કેટ કેપ હાંસલ કર્યું હતું.
- તેને બમણું કરવામાં 10 વર્ષ લાગ્યાં. જુલાઈ 2017માં માર્કેટ કેપ $2 ટ્રિલિયન સુધી પહોંચી ગયું હતું.
- મે 2021માં માર્કેટ કેપ $3 ટ્રિલિયન સુધી પહોંચી ગયું હતું.
- 29 નવેમ્બરે તે 4 ટ્રિલિયન ડૉલર પર પહોંચી ગયો.
નોવા એગ્રીટેક લિમિટેડનો આઈપીઓ આજથી ખુલશે
નોવા એગ્રીટેક લિમિટેડનો પ્રારંભિક પબ્લિક ઑફરિંગ એટલે કે IPO આજે જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલી ગયો છે. કંપની આ ઈસ્યુ દ્વારા ₹143.81 કરોડ એકત્ર કરવા માગે છે. રિટેલ રોકાણકારો આ IPO માટે 25 જાન્યુઆરી સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 31 જાન્યુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
શનિવારે બજારમાં તેજી જોવા મળી હતી
અગાઉ 20 જાન્યુઆરીએ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 259 પોઈન્ટ ઘટીને 71,423 પર બંધ થયો હતો. તે જ સમયે નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો ઘટાડો થયો હતો. 21,571ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં ઘટાડો અને 6માં વધારો જોવા મળ્યો હતો. સારા ત્રિમાસિક પરિણામો પછી, IDBI બેન્કના શેરમાં 13%નો વધારો થયો હતો.