5 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત દરમિયાન ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક સાથે મુલાકાત કરી હતી.
ટેસ્લાના CEO ઈલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતનું કાયમી સભ્યપદ નહી હોવાની વાતને વાહિયાત ગણાવી છે કે. મસ્કે કહ્યું કે કેટલાક દેશો વધુ શક્તિશાળી છે, જેથી તેઓ છોડવા માંગતા નથી.
મસ્કે યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસનું ટ્વીટ શેર કરીને આ વાત લખી છે. ખરેખરમાં, ગુટેરેસે કહ્યું હતું કે આફ્રિકાનું નેતૃત્વ કરવા માટે UNSCમાં કોઈ પણ નથી. વૈશ્વિક સંસ્થાઓએ સમય સાથે બદલાવ લાવવો જોઈએ. 80 વર્ષ પહેલાની દુનિયાની જેમ ન ચાલે.
મસ્કનું ટ્વિટ
ભારતમાં સૌથી વધુ વસ્તી છે
મસ્કે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે ભારત પૃથ્વી પર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. આ હોવા છતાં તે UNSCમાં નથી. થોડા સમય પછી યુએનની સંસ્થાઓ બદલવાની જરૂર છે. મસ્કે UNSCમાં આફ્રિકા માટે કાયમી સભ્યની પણ માંગ કરી છે.
ભારત UNSCમાં છઠ્ઠુ કાયમી સભ્યપદ માટે સૌથી મજબૂત દાવેદાર છે
- વિશ્વની 17% વસ્તી ભારતમાં રહે છે. 142 કરોડની વસ્તી સાથે ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. યુએનએસસીમાં આટલી મોટી વસ્તીનું પ્રતિનિધિત્વ હોવું જરૂરી છે.
- છેલ્લા દાયકામાં ભારતનો સરેરાશ વાર્ષિક વિકાસ દર 7% થી વધુ રહ્યો છે. ચીન પછી અન્ય કોઈપણ મોટા દેશની સરખામણીમાં આ સૌથી વધુ છે. આ આર્થિક શક્તિને યુએનએસસીમાં અવગણી શકાય નહીં.
- ભારત એક પરમાણુ શક્તિ છે, પરંતુ તે તેની ઝલક નથી કરતું. જો ભારતને સુરક્ષા પરિષદમાં સામેલ કરવામાં આવે તો તે પરમાણુ નિઃશસ્ત્રીકરણ કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ઇન્ટરનેશનલ થિંક ટેન્ક ‘એટલાન્ટિક કાઉન્સિલ’ના સર્વે અનુસાર, જો આગામી દાયકામાં યુએનએસસીનું વિસ્તરણ કરવામાં આવે છે, તો ભારતને તેમાં મહત્તમ તકો મળશે. નિષ્ણાતો વચ્ચે કરવામાં આવેલા સર્વે અનુસાર, ભારતનું કાયમી સભ્ય બનવાની શક્યતા 26% રહેશે.
સૌથી મોટો અવરોધ ચીન છે
UNSCમાં 5 સ્થાયી સભ્યો છે – અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. તેમાંથી 4 દેશો ભારતને સમર્થન આપવા તૈયાર છે, પરંતુ ચીન નથી ઈચ્છતું કે યુએનની સૌથી શક્તિશાળી સંસ્થામાં ભારતને એન્ટ્રી મળે. UN સુરક્ષા પરિષદમાં કોઈપણ ઠરાવ પસાર કરવા માટે તમામ 5 સ્થાયી દેશોનું સમર્થન જરૂરી છે.
ફ્રાન્સ, અમેરિકા, રશિયા અને બ્રિટને પોતાની સંમતિ દર્શાવી છે, પરંતુ ચીન વિવિધ બહાને ભારતની કાયમી સભ્યપદનો વિરોધ કરી રહ્યું છે. જ્યારે ભારતે ચીનને યુએનએસસીના કાયમી સભ્ય બનવાનું સમર્થન કર્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અથવા UNSCએ સંયુક્ત રાષ્ટ્રના છ મુખ્ય અંગોમાંથી એક છે. આ યુએનની સૌથી પાવરફુલ સંસ્થા છે. તે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા અને યુએન ચાર્ટરમાં કોઈપણ ફેરફારોને મંજૂરી આપવા માટે જવાબદાર છે.
કેટલાક કિસ્સાઓમાં યુએનએસસી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પ્રતિબંધો અથવા બળનો ઉપયોગ કરી શકે છે. તેનો અર્થ એ છે કે જો ભારત પણ UNSCનું સ્થાયી સભ્ય બને છે, તો વિશ્વના કોઈપણ મોટા મુદ્દા પર તેની સહમતિ જરૂરી રહેશે.