2 કલાક પેહલા
- કૉપી લિંક
વેબ સિરીઝ ‘પંચાયત 2’, ‘કોટા ફેક્ટરી’ અને TVFથી લોકપ્રિયતા મેળવનાર એક્ટર જિતેન્દ્ર કુમાર હાલમાં જ ફિલ્મ ‘ડ્રાય ડે’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે શ્રિયા પિલગાંવકર લીડ રોલમાં છે. આ કોમેડી-ડ્રામા ફિલ્મના દિગ્દર્શક સૌરભ શુક્લા છે. દિવ્ય ભાસ્કર સાથેની મુલાકાતમાં, ફિલ્મના કલાકારો અને દિગ્દર્શકોએ તેમના જીવનના કેટલાક વણકહ્યા કિસ્સા શેર કર્યા.
જેમાં એક્ટર જિતેન્દ્રએ જણાવ્યું કે, તેમને પહેલેથી જ ખબર હતી કે તેને નોકરી નહીં મળે.જ્યારે શ્રિયાએ કહ્યું કે તે બાળપણમાં અરીસો પણ જોતી ન હતી. ડિરેક્ટર સૌરભ શુક્લાએ ભોપાલની કઢી જલેબી વિશે પણ વાત કરી હતી.
જ્યાં જિતેન્દ્રને ‘જીતુ ભૈયા’ના પાત્રથી લોકપ્રિયતા મળી હતી. તો શ્રિયા પિલગાંવકરને વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’થી ઓળખ મળી હતી.
જિતેન્દ્ર કુમારની IITian થી એક્ટર બનવાની સફર
જિતેન્દ્ર કુમારને તેમની કારકિર્દીની સફર વિશે પૂછવામાં આવ્યું હતું. જિતેન્દ્ર આઈઆઈટિયન છે. આ સ્થિતિમાં, જ્યારે તે ફિલ્મોમાં આવ્યા ત્યારે શું તેમને આ નિર્ણય માટે તેમના પરિવારનો સહયોગ મળ્યો? આ અંગે જિતેન્દ્ર કહે છે- ‘મારા પરિવારને શરૂઆતમાં આઘાત લાગ્યો હતો. સાચું કહું તો મારો પરિવાર ઈચ્છતો હતો કે, હું તેમને તેમના કામમાં મદદ કરું. મારા પરિવાર સાથે કામ કરું.
‘સિનિયરોએ મને એક્ટર બનવામાં મદદ કરી’
‘જ્યારે મેં પરિવારજનોને કહ્યું કે, હું એક્ટિંગ કરવા માગુ છું તો તે તેમના માટે આઘાતથી ઓછું ન હતું. પણ હા, પાછળથી મને પરિવાર તરફથી જે ટેકો મળ્યો તે પ્રશંસનીય હતો. હું IITમાં ખૂબ જ ખરાબ વિદ્યાર્થી હતો. હું અગાઉથી જાણતો હતો કે મને નોકરી મળશે નહીં, અને આખરે નોકરી મળી નહીં. તે સમયે યુટ્યુબનું ચલણ ખૂબ વધી રહ્યું હતું. YouTube પર TVF ચેનલ પણ ઝડપથી વધી રહી હતી. આ ગાળા દરમિયાન મારા કેટલાક સીનિયર્સે મને અભિનેતા બનવામાં મદદ કરી.
જિતેન્દ્રને વર્ષ 2020માં ફિલ્મફેર OTT એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તેને બેસ્ટ એક્ટર (કોમેડી) નો એવોર્ડ મળ્યો
જિતેન્દ્રને પૂછવામાં આવ્યું કે, તેમને શું ગમે છે? જ્યારે લોકો તેને જિતેન્દ્ર કહે તે અથવા જીતુ ભૈયા કહે તે? આ બાબતે જિતેન્દ્રએ કહ્યું- જ્યારે કોઈ મને ‘જીતુ ભૈયા’ કહે છે ત્યારે મને સારું લાગે છે. જણાવી દઈએ કે, જિતેન્દ્ર કુમારે વેબ સિરીઝ ‘કોટા ફેક્ટરી’માં ‘જીતુ ભૈયા’નું પાત્ર ભજવ્યું હતું. આ રોલથી તે ‘જીતુ ભૈયા’ તરીકે ફેમસ થયો હતો.
શ્રિયા પિલગાંવકર સચિન અને સુપ્રિયા પિલગાંવકરની દીકરી છે.
‘ડ્રાય ડે’ ફીમેલ લીડ શ્રિયા પિલગાંવકરને શૂટિંગ દરમિયાનની કોઈ રસપ્રદ ઘટના શેર કરવાનું કહેવામાં આવ્યું. શ્રિયાએ કહ્યું- ‘મેં પહેલીવાર આટલા મોટા લેવલ પર હોળીનું ગીત શૂટ કર્યું છે. હકીકતમાં હું એટલી હોળી નથી રમતી.પરંતુ ગીતમાં તેને જે રીતે દર્શાવવામાં આવ્યું છે તે અદ્ભુત છે. અમે આ ગીત ગૌહર મહેલમાં ઠંડીની મોસમમાં શૂટ કર્યું છે.’
ફિલ્મ ‘ડ્રાય ડે’માં જિતેન્દ્રએ ગન્નુ અને શ્રિયાએ નિર્મલાની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ 22 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી
સૌરભ શુક્લાએ શૂટિંગની વાતો શેર કરી
ડિરેક્ટર સૌરભ શુક્લાને ‘ડ્રાય ડે’ના વાતાવરણ વિશે પૂછવામાં આવ્યું હતું. તેમણે કહ્યું- ‘અમે ઠંડીની સિઝનમાં ભોપાલમાં શૂટિંગ કર્યું છે. એક એવી જગ્યા જ્યાં પૌઆં અને જલેબી પ્રખ્યાત છે. શૂટિંગ દરમિયાન દરરોજ સવારે 5 વાગ્યે સૂર્યોદય પહેલાં 300 લોકોનું યુનિટ આવતું હતું. મારા માટે આ બધો જ અદ્ભુત અનુભવ હતો.’
જિતેન્દ્ર કુમાર સાથે ‘ડ્રાય ડે’ના ડિરેક્ટર સૌરભ શુક્લા
શ્રિયા પિલગાંવકરને રમતગમતમાં ખૂબ જ રસ હતો
શ્રિયા પિલગાંવકરને તેમની એક્ટિંગ કરિયર વિશે પૂછવામાં આવ્યું હતું. તેમણે કહ્યું- ‘મેં બાળપણમાં ક્યારેય વિચાર્યું ન હતું કે હું એક્ટિંગમાં આવીશ. મારા માતા-પિતા અભિનેતા હોવા છતાં મેં પછીથી અભિનય કરવાનું વિચાર્યું. જો મને અગાઉ ખબર હોત તો અમે અગાઉથી તૈયારીઓ શરૂ કરી દીધી હોત. સાચું કહું તો હું બાળપણમાં અરીસો પણ જોતી ન હતી. તે સમયે હું રમતગમત પર વધુ ધ્યાન આપતી હતી. હા, જ્યારે મેં 10 વર્ષ સુધી કથક કર્યું ત્યારે મને સમજાયું કે, મને પર્ફોર્મ કરવામાં મજા આવે છે. તેથી પછી મેં અભિનય કરવાનું શરૂ કર્યું.’