- Gujarati News
- National
- Nitish Kumar; Bihar Political Crisis LIVE Updates | Tejashwi Yadav Lalu Prasad Son JDU RJD BJP MLA
શંભુનાથ, પ્રણય પ્રિયવંદ, નવજીત, ઉત્કર્ષ, સંસ્કૃતિ, હર્ષવર્ધન, નિશાંત,પટના3 મિનિટ પેહલા
- કૉપી લિંક
બિહારમાં નીતીશ-લાલુ ગઠબંધન તૂટી ગયું છે. નીતીશ કુમાર આજે સવારે 10 વાગે ધારાસભ્ય દળની બેઠક યોજશે. આ પછી તેઓ રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપશે. નવી સરકાર બનાવવાનો દાવો પણ કરશે. આજે જ રાજ્યપાલને નવા સીએમ તરીકે શપથ લેવાની માગ કરશે. 1, અણે માર્ગ સ્થિત સીએમ આવાસ પર મળેલી JDU કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશ કુમાર 2 ડેપ્યુટી સીએમ સાથે શપથ લેશે. આ બંને ડેપ્યુટી સીએમ ભાજપના હોઈ શકે છે. BJP-JDU તરફથી 14-14 મંત્રીઓ શપથ લઈ શકે છે. જીતન રામ માંઝીની પાર્ટીએ પણ 2 મંત્રી પદની માંગણી કરી છે. ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ શપથ સમારોહમાં હાજરી આપી શકે છે. નડ્ડા 3 વાગે પટના પહોંચી રહ્યા છે.
અહીં પટનામાં આરજેડીની બેઠક દરમિયાન તેજસ્વીએ દાવો કર્યો હતો કે અસલી રમત રમવાની બાકી છે. નીતીશ આપણા આદરણીય વ્યક્તિ હતા અને રહેશે. જે કામ બે દાયકામાં ન થઈ શક્યું, તે અમે થોડા સમયમાં કરી લીધું. લાલુએ પોતાના મંત્રીઓને રાજીનામું ન આપવા કહ્યું. કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક આજે પૂર્ણિયામાં યોજાશે.
લાઈવ અપડેટ્સ
10 મિનિટ પેહલા
- કૉપી લિંક
બિહારના ઘટનાક્રમને કારણે ભાજપ કાર્યાલયમાં પણ હલચલ
બિહારના ભાજપ કાર્યાલયમાં ધારાસભ્યોની બેઠક પણ યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખીને ઓફિસમાં સવારથી જ ભોજનની તૈયારીઓ પણ કરવામાં આવી છે.
ટૂંક સમયમાં બેઠક શરૂ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીએ શરત રાખી છે કે પહેલા નીતીશ કુમાર રાજીનામું આપે, પછી જ સમર્થન કરશે.
23 મિનિટ પેહલા
- કૉપી લિંક
નીતીશે રાજ્યપાલ પાસેથી સમય માગ્યો
મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલ પાસેથી સવારે 10.30 વાગ્યે મળવાનો સમય માગ્યો છે
30 મિનિટ પેહલા
- કૉપી લિંક
કોંગ્રેસે વિચારવું જોઈએ કે રણનીતિમાં ક્યાં ભૂલ છે – JDU
જેડીયુના મુખ્ય પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે, તે સારી વાત છે. જ્યારે તેઓ પશ્ચિમ બંગાળ પહોંચ્યા તો મમતા બેનર્જીએ મોં ફેરવી લીધું. બિહાર આવી રહ્યા છો તો અહીં ઘટનાક્રમ બદલાઈ રહ્યો છે. કોંગ્રેસે વિચારવું જોઈએ કે રણનીતિમાં ક્યાં ભૂલ છે. રાહુલ જ્યાં પણ જાય છે ત્યાં તેમના સાથીદારોને સાઈડલાઈન થઈ રહ્યા છે.
32 મિનિટ પેહલા
- કૉપી લિંક
જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે I.N.D.I.A માં સીટની વહેંચણી અંગે દુઃખ વ્યક્ત કર્યું
જેડીયુના મુખ્ય પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે અમે I.N.D.I.A ગઠબંધનમાં દોઢ વર્ષથી જોડાયેલા હતા, પરંતુ અન્ય પક્ષો ગંભીર નહોતા. બધા કહેતા હતા કે શેની ઉતાવળ છે?
33 મિનિટ પેહલા
- કૉપી લિંક
બિહાર ભાજપ ઓફિસની બહારથી ભાસ્કર રિપોર્ટર સંસ્કૃતિ સિંહ પાસેથી જાણો આજનો ઘટનાક્રમ
34 મિનિટ પેહલા
- કૉપી લિંક
નડ્ડા સાથે ચિરાગ પણ પટના આવી રહ્યા છે
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની સાથે એલજેપી (રામ વિલાસ) પ્રમુખ ચિરાગ પાસવાન પણ દિલ્હીથી પટના આવી રહ્યા છે.
35 મિનિટ પેહલા
- કૉપી લિંક
બિહારમાં આજનો ઘટનાક્રમ કેવો રહેશે, જાણો ભાસ્કર રિપોર્ટર શંભૂ નાથ પાસેથી
36 મિનિટ પેહલા
- કૉપી લિંક
નડ્ડા 3 વાગ્યે પટના પહોંચી રહ્યા છે
બિહારમાં શરૂ થયેલી રાજકીય ઊથલપાથલ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 3 વાગ્યે પટના પહોંચી રહ્યા છે. તેઓ 8 વાગ્યા સુધી અહીં રોકાશે.
37 મિનિટ પેહલા
- કૉપી લિંક
CM હાઉસની બહાર સન્નાટો
મુખ્યમંત્રી નીતીશ કુમારના ઘરની બહાર હાલ સન્નાટો છે