મુંબઈ22 મિનિટ પેહલા
- કૉપી લિંક
સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ એટલે કે સોમવાર (29 જાન્યુઆરી)માં વધારો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટના વધારા સાથે 71,700 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તો નિફ્ટી પણ 300 થી વધુ પોઈન્ટ્સ ઉપર છે. તે 21,650 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં વધારો જોવા મળી રહ્યો છે અને માત્ર 6માં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ONGCના શેરમાં 7% અને અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 4%થી વધુનો વધારો છે. અદાણી પોર્ટ્સ અને રિલાયન્સના શેર પણ 4% વધીને ટ્રેડ થઈ રહ્યા છે.
બજારમાં તેજીના 3 કારણો
- રિલાયન્સ અને એચડીએફસી બેન્ક જેવા ઊંચા ભારવાળા શેરોમાં વધારો.
- વૈશ્વિક બજારોમાં તેજીના કારણે ભારતીય બજારને સપોર્ટ મળી રહ્યો છે.
- વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં રોકાણ વધારી રહ્યા છે.
BLS e-Services Limitedનો IPO આવતીકાલથી ખુલશે
BLS E-Services Limitedનો IPO આવતીકાલે એટલે કે 30મી જાન્યુઆરીથી ખુલી રહ્યો છે. રિટેલ રોકાણકારો 1 ફેબ્રુઆરી સુધી આ માટે બિડ કરી શકશે. કંપની આ ઈસ્યુ દ્વારા ₹310.91 કરોડ એકત્ર કરવા માંગે છે. કંપનીના શેર 6 ફેબ્રુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
ગયા સપ્તાહે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
25 જાન્યુઆરીએ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 359 પોઇન્ટના ઘટાડા સાથે 70,700 પર બંધ રહ્યો હતો. આ સાથે જ નિફ્ટીમાં પણ 101 પોઈન્ટનો ઘટાડો થયો છે. 21,352ના સ્તરે બંધ રહ્યો હતો. ગયા સપ્તાહે સેન્સેક્સ 982.56 પોઈન્ટ્સ અથવા 1.37% ઘટ્યો હતો.
દરેક ઉછાળે સાવચેતી જરૂરી
જાણીતા સ્ટોક એક્સપર્ટ નીખિલ ભટ્ટ કહે છે કે, જાન્યુઆરી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ઓવરબોટ પોઝિશન બનાવી ટ્રેડર્સ ઓવર કોન્ફીડન્સમાં ફસાઈ ગયાં હોવાનો અફસોસ કરતાં જોવા મળ્યાં હતાં… ઈન્ડેક્સ બેઝડ અપેક્ષિત બે તરફી અફડાતફડી જોવા મળી હતી અને ફરી લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદીના આકર્ષણે બજાર તેજીની રાહે આગળ વધ્યું હતું. પરંતુ વૈશ્વિક અર્થતંત્ર અને વૈશ્વિક બજારો અત્યારે અસાધારણ અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યા છે અને સાથે સાથે ફુગાવાને અંકુશમાં લેવાની કવાયતમાં ઊંચા વ્યાજ દરોના કારણે વૈશ્વિક અર્થતંત્ર માટે મંદીનું જોખમ વધ્યું છે.
આ પરિબળો વચ્ચે એડવાન્ટેજ ભારત હોય એમ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો ભારતમાં સ્થિતિ તુલનાત્મક રીતે ઘણી સારી હોવાથી ભારતીય બજારોમાં રોકાણનો મોટો પ્રવાહ વહેતો જોવાઈ રહ્યો છે એવું માની શકાય પરંતુ ઓવર કોન્ફીડન્સ નુકશાની કરાવી આપે છે એ પણ ભૂલવું ના જોઈએ. ભારતની આર્થિક વૃદ્વિમાં વિશ્વાસ ડિસેમ્બરમાં ફોરેન ફંડો શેરોમાં મોટાપાયે ખરીદદાર બન્યા બાદ હવે જાન્યુઆરી માસમાં ફોરેન ફંડો વેચવાલ બન્યા છે એ વાસ્તવિકતા સ્વીકારી સાવચેતી રાખવી અતિ જરૂરી છે. હજુ કરેકશન અનિવાર્ય હોવાનું અને ફંડો દરેક ઉછાળે મોટાપાયે નફો મળતાં શેરોમાં પ્રોફિટ બુકિગ કરે એવી શકયતા છે તેથી આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.