નવી દિલ્હી11 કલાક પેહલા
- કૉપી લિંક
દિલ્હીના ખોયા મંડી વિસ્તારના DDA પાર્ક પાસે એક 20 વર્ષના યુવકે પોતાના જ મિત્રની હત્યા કરી નાખી હતી. યુવકનો આરોપ છે કે તેનો મિત્ર તેની સાથે સૃષ્ટિવિરુદ્ધ સેક્સ કરવાનું દબાણ કરી રહ્યો હતો. જ્યારે DDA પાર્ક પાસે અવાવરૂ જગ્યાએ દબાણ કરવાની કોશિશ કરી તો તેને ગુસ્સો આવી ગયો અને તેણે મિત્રની હત્યા કરી દીધી.
ત્યાર બાદ તેણે પથ્થરથી તેના મિત્રના ચહેરાને છૂંદી નાખ્યો અને મૃતકના ખિસ્સામાંથી રૂપિયા અને ફોન લઇને ભાગી ગયો. આરોપીની ઓળખ રાજેશ તરીકે થઈ છે, જ્યારે મૃતકનું નામ પ્રમોદ કુમાર શુક્લા જણાવવામાં આવી રહ્યું છે. હત્યા 17 જાન્યુઆરીના રોજ થઈ હતી, જેની જાણ પોલીસને 19 જાન્યુઆરીએ થઈ હતી. પોલીસે એક સપ્તાહ સુધી તપાસ હાથ ધરીને રાજેશને પટનાથી અરેસ્ટ કર્યો.
દિલ્હી નોર્થ ડીસીપી મનોજ કુમાર મીણાએ 29 જાન્યુઆરીએ જણાવ્યું કે કાશ્મીરી ગેટ પોલીસ સ્ટેશનને 19 જાન્યુઆરીએ ઘટનાની જાણકારી મળી હતી.
સંપૂર્ણ મામલો જાણો…
મિત્રની હત્યા કરીને અમૃતસર ભાગી ગયો રાજેશ
17 જાન્યુઆરીએ રાજેશે પ્રમોદની હત્યા કર્યા બાદ તેના ખિસ્સામાંથી 18,500 રૂપિયા અને તેનો કીપેડ મોબાઈલ કાઢ્યો. તેણે મોબાઈલ જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર 400 રૂપિયામાં વેચી દીધો. એ પછી ટ્રેનમાં બેસીને તે પંજાબનાં અમૃતસર પહોંચ્યો. અમૃતસર પહોંચ્યા પછી તેણે પ્રમોદના 10 હજાર રૂપિયામાં એક મોબાઈલ ખરીદ્યો.
19 જાન્યુઆરીએ પોલીસને ઘટનાની જાણકારી મળી. દિલ્હીના ડીસીપી મનોજ કુમાર મીણાએ જણાવ્યું હતું કે કાશ્મીરી ગેટ પોલીસ સ્ટેશનને જાણકારી મળી કે ડીડીએ પાર્ક, મોરી ગેટમાં અવાવરૂ જગ્યાએ એક મૃતદેહ પડ્યો છે અને તેના ચહેરાને છૂંદી નાખવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહના ચહેરા પર લોહી હતું અને તેની આંખમાં ઈજા પહોંચી હતી. ત્યાં જ શરીરની ચારેય બાજુ લોહી હતું. પોલીસે IPC કલમ 302 હેઠળ મામલો નોંધીને ગુનેગારને શોધવા માટે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું.
આરોપીને પકડવા માટે 50થી વધારે કેમેરાના રેકોર્ડ્સ ચેક કર્યા
ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીસે સૌથી પહેલા ઘટનાસ્થળ પાસે 50થી વધારે CCTV કેમેરાના રેકોર્ડ જોયા, પરંતુ અહીંથી કોઈ કડી મળી નહીં. એ પછી પોલીસે પ્રમોદના મોબાઈલ ફોનનો IMEI નંબર શોધી કાઢ્યો, જેમાંથી તેને એક મોબાઈલ નંબર મળ્યો, જે ક્યારેક-ક્યારેક ઉપયોગમાં લેવામાં આવતો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ નંબર બિહારના મધેપુરાના રહેનાર રાજેશ સાથે જોડાયેલો હતો.
આ દરમિયાન એક વ્યક્તિ પણ સામે આવી, જેણે જણાવ્યું કે પ્રમોદને છેલ્લીવાર રાજેશ સાથે જોવામાં આવ્યો હતો. એ પછી પોલીસને જાણવા મળ્યું કે રાજેશ અને પ્રમોદ મિત્ર હતા અને દિલ્હીના મોરી ગેટ પર ખોયા મંડી પાસે સ્થિત રૈન બસેરામાં સાથે રહેતા હતા.
પોલીસે જણાવ્યું કે રાજેશ અને પ્રમોદ દિલ્હીના મોરી ગેટ પાસે ખોયા મંડી પાસે સ્થિત રેન બસેરામાં સાથે રહેતા હતા
ટેક્નિકલ સર્વેલન્સમાં રાજેશનું લોકેશન પટનાનું મળ્યું
પોલીસને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી રાજેશના મોબાઈલ નંબરની જાણકારી મળી. આ નંબરનું લોકેશન ટ્રેસ થયું તો પટનાનું લોકેશન આવ્યું. પોલીસે 26 જાન્યુઆરીએ રાજેશને પટનાથી પકડી પાડ્યો. એ પછી તેને કાશ્મીરી ગેટ થાણા લાવીને પૂછપરછ કરી.
પૂછપરછ દરમિયાન રાજેશે કબૂલ કર્યું કે પ્રમોદ તેનો મિત્ર હતો અને તે તેની સાથે સૃષ્ટિવિરુદ્ધનું સેક્સ કરવાનું દબાણ કરતો હતો. રાજેશે જણાવ્યું કે 17 જાન્યુઆરીએ તે પ્રમોદ સાથે ડીડીએ પાર્કમાં અવાવરૂ જગ્યાએ બિયર પી રહ્યો હતો. અહીં પ્રમોદે ફરીથી તેના પર દબાણ કર્યું. અહીં બંને મિત્રો વચ્ચે ઝઘડો થયો અને રાજેશે પ્રમોદની હત્યા કરી દીધી.