મુંબઈ6 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહારાષ્ટ્રના નાગપુરમાં એક સ્કૂલ ટીચરને વોશરૂમની બારીમાંથી મહિલાઓનો વીડિયો બનાવવાના મામલે અરેસ્ટ કરવામાં આવ્યો છે. આરોપી ટીચર 27 થી 29 જાન્યુઆરીની વચ્ચે નાગપુર યુનિવર્સિટીમાં આયોજિત કરવામાં આવેલાં ઇન્ડસ્ટ્રિયલ એક્સપો એડવાન્ટેજ વિદર્ભમાં સામેલ થયો હતો. અહીં તેણે મહિલાઓના 12થી વધારે વીડિયો બનાવ્યા.
પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી અને આઈટી કાયદાની અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો હતો, જોકે, સ્થાનિક કોર્ટે તેને જામીન આપી દીધા હતા. આરોપીની ઓળખ મંગેશ વિનાયકરાવ ખાપરે (37) તરીકે થઈ છે. તે નાગપુરના કાસરપુરાનો રહેવાસી છે અને એક ખાનગી શાળામાં આર્ટ ટીચર હતો. પોલીસનું માનવું છે કે આરોપી માનસિક રીતે બીમાર છે.
નાગપુર યુનિવર્સિટી ખાતે 27 થી 29 જાન્યુઆરી દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો ‘એડવાન્ટેજ વિદર્ભ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આરોપીને એક્સપોના ગેટની ડિઝાઈન બનાવવાનું કામ મળ્યું હતું
પોલીસે જણાવ્યું કે તેને આ એક્સપોના ગેટની ડિઝાઈન બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તે ઈવેન્ટ શરૂ થવાના ચાર દિવસ પહેલા જ ત્યાં આવ્યો હતો. ઈવેન્ટ દરમિયાન એક મહિલાને તેની હરકતો વિશે જાણ થઈ અને તેણે આયોજકોને જાણ કરી, ત્યારબાદ અંબાઝારી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી.
અંબાઝારી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિનાયક ગોલ્હે અને તેમની ટીમ આરોપીની શોધમાં યુનિવર્સિટી પહોંચી હતી. અહીં કેમ્પસમાં સૌથી પહેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. આ પછી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેનો ફોન જપ્ત કરવામાં આવ્યો હતો.
આરોપીએ 12થી વધુ મહિલાઓનો વીડિયો બનાવ્યા હતા
પોલીસે જણાવ્યું કે આરોપીઓએ ઈન્ડસ્ટ્રીયલ એક્સપો દરમિયાન 12 થી વધુ વીડિયો રેકોર્ડ કર્યા હતા. જોકે તેમણે કેટલીક ક્લિપ્સ કાઢી નાખી હતી. પોલીસે એમ પણ જણાવ્યું કે આરોપીઓ અગાઉ પણ આવા વીડિયો બનાવતો હતો. તેણે જાહેર શૌચાલયમાં મહિલાઓના વીડિયો રેકોર્ડ કર્યા હતા. તેના ફોનમાંથી આવા 30 જેટલા વીડિયો મળી આવ્યા છે, જે તેણે 2022માં રેકોર્ડ કર્યા હતા.