58 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
લોકસભા ચૂંટણી આવી રહી હોઈ ચૂંટણી બાદ નવી સરકાર દ્વારા જુલાઈમાં રજૂ થનારા સંપૂર્ણ બજેટને ધ્યાનમાં લઈને મોદી સરકારે હાલ તુરત વેરા માળખામાં કોઈ ફેરફારો નહીં કરવામાં આવતાં નાણાકીય વર્ષ 2024-25 માટેનું વચગાળાનું બજેટ એક નોન ઈવેન્ટ બની રહ્યું હતું, જો કે આજે સપ્તાહના અંતે પોસ્ટ બજેટ રેલી જોવા મળી હતી અને ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 440 પોઈન્ટના ઉછાળા સાથે 72085 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 207 પોઈન્ટના ઉછાળા સાથે 21959 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી, જયારે બેંક નિફ્ટી ફ્યુચર 257 પોઈન્ટના ઘટાડા સાથે 46180 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.80% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.49% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન, બેન્કેક્સ, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3943 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1807 અને વધનારની સંખ્યા 2041 રહી હતી, 95 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 239 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 444 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા 4.10%, એનટીપીસી 3.34%, ટીસીએસ 2.98%, ટાટા સ્ટીલ 2.89% અને જેએસડબલ્યૂ સ્ટીલ 1.76% વધ્યા હતા, જ્યારે એક્સિસ બેન્ક 1.42%, એચડીએફસી બેન્ક 1.33%, હિન્દુસ્તાન યુનિલિવર 0.81%, આઈટીસી 0.60% અને લાર્સન એન્ડ ટુબ્રો 0.57% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 3.34 લાખ કરોડ વધીને 382.76 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓ માંથી 21 કંપનીઓ વધી અને 9 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 21959 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 21808 પોઇન્ટના પ્રથમ અને 21676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22008 પોઇન્ટથી 22088 પોઇન્ટ, 22188 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 21808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 46180 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 45808 પોઇન્ટના પ્રથમ અને 45676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 46373 પોઇન્ટથી 46606 પોઇન્ટ, 46808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 45676 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
- ઈન્ડસઈન્ડ બેન્ક ( 1541 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1517 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1490 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1557 થી રૂ.1573 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- એચડીએફસી લાઈફ ( 582 ) :- રૂ.10 ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.570 સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.594 થી રૂ.606 આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ઓબેરોય રિયલ્ટી ( 1287 ) :- રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.1330 ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.1270 થી રૂ.1255 ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ ( 586 ) :- રૂ.606 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.616 ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.570 થી રૂ.553 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.630 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
બજારની ભાવિ દિશા….
મિત્રો, નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે આઈડીબીઆઈ બેંક અને કન્ટેનર કોર્પોરેશન-બે મોટા ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંક હતા. જોકે તેમના ડિસઇન્વેસ્ટમેન્ટના માર્ગમાં અનેક અવરોધો આવ્યા અને અંતે આ યોજના મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ.૫૦૦૦૦ કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકને નિર્ધારિત કર્યો છે. આ સાથે ફરી આઈડીબીઆઈ બેંક અને કન્ટેનર કોર્પોરેશનમાં સરકારી સ્ટેક સેલની વાત આગળ આવી છે. અપેક્ષા હતી કે આગામી નાણાકીય વર્ષ માટે રૂ.૩૦,૦૦૦ કરોડથી રૂ.૪૦,૦૦૦ કરોડની વચ્ચેના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકની અપેક્ષા હતી પરંતુ સરકારે વચગાળાના બજેટમાં અપેક્ષિત ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ નોંધપાત્ર ઉંચો નક્કી કરતા સેન્ટિમેન્ટ સુધાર્યું છે.
આ સાથે સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને સુધારીને રૂ.૩૦,૦૦૦ કરોડ કર્યો છે. જે રૂ.૫૧,૦૦૦ કરોડના પ્રારંભિક લક્ષ્યાંક કરતાં લગભગ ૪૦% ઓછું છે. આ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા માત્ર રૂ.૧૦૦૦૦ કરોડ રૂપિયા એકત્ર થયા છે. આઈડીબીઆઈ બેંકમાં સરકારની ૪૫.૪૮% અને એલઆઈસીની ૪૯.૨૪% હિસ્સેદારી છે. કોનકોરમાં સરકારનો ૫૪.૮% હિસ્સો છે. તેને ખરીદવા જેએસડબ્લ્યુ, મર્સ્ક અને અદાણીએ રસ દર્શાવ્યો હતો. આ સિવાય નવા વર્ષે શિપિંગ કોર્પ અને બીઈએમએલ પણ હિસ્સા વેચાણ માટેની યાદીની મુખ્ય સરકારી કંપનીઓ છે.