39 મિનિટ પેહલા
- કૉપી લિંક
મંગળ ગ્રહને નવ ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. મંગળ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. મંગળ મંગળવારનો કારક ગ્રહ છે. મંગળ 5 ફેબ્રુઆરીની રાત્રે ધનરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. આ પછી તે 15 માર્ચ સુધી આ રાશિમાં બિરાજમાન રહેશે. મંગળની રાશિ પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર પડશે. તમારા માટે મંગળની સ્થિતિ કેવી રહેશે ઉજ્જૈનના જ્યોતિષી પં. મનીષ શર્મા તરફથી…
મેષ – નોકરી અને વેપારમાં લાભ થઈ શકે છે. નવી નોકરી મળી શકે છે.
વૃષભ- સમય તમારા પક્ષમાં રહેશે. વધારે સાવધાની સાથે કામ કરશો તો સારું રહેશે.
મિથુન- ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ મળશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
કર્ક- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો. તમારી ખાનપાનની આદતોનું ધ્યાન રાખો. કામ કરી રહેલા અધિકારીઓની વાતને અવગણશો નહીં.
સિંહ – જોખમ લેવાનું ટાળો. નાનું જોખમ પણ મોટું નુકસાન કરી શકે છે. વરિષ્ઠ લોકોની સલાહ લઈને આગળ વધો.
કન્યા – નાના ભાગોમાં મોટું કામ કરશો તો સારું રહેશે. પ્લાન વગર નવું કામ શરૂ ન કરવું.
તુલા – મંગળ આ રાશિ માટે ફાયદાકારક રહેશે. જો તમે કામ કરતી વખતે સજાગ રહેશો તો તમને મોટી સફળતા મળી શકે છે.
વૃશ્ચિક – સમય મિશ્રિત રહેશે. તમને તમારા કામ પ્રમાણે લાભ મળશે.
ધનુ – આવક વધી શકે છે, પરંતુ વધારાના ખર્ચથી બચવું પડશે. નહિંતર કમાણી પછી પણ પૈસાની અછત થઈ શકે છે.
મકર – મંગળ આ લોકોને સાવધાન રહેવાનો સંકેત આપી રહ્યો છે. નાની બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે. તમારા આહાર અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
કુંભ – સખત મહેનત પછી જ સફળતા મળશે. ઘરમાં સુખદ વાતાવરણ રહેશે. જો તમે નવું કામ કરી રહ્યા છો તો વરિષ્ઠ લોકોની સલાહ અવશ્ય લો.
મીન – જૂના અટકેલા કામ આગળ વધશે. ધીરજથી કામ લેશો તો સારું રહેશે. દલીલો ટાળો.
મંગળ માટે તમે આ શુભ કાર્ય કરી શકો છો
જે લોકો માટે મંગળની સ્થિતિ સારી નથી તેઓ માટે દર મંગળવારે શિવલિંગ પર લાલ ફૂલ, લાલ ગુલાલ, લાલ મસૂર અને લાલ કપડું અર્પિત કરો.
ઓમ અંગારકાય નમઃ શુભ મંત્રનો જાપ કરો. ઓછામાં ઓછા 108 વાર જાપ કરો. માતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરો.
ગૌશાળામાં ગાયોની સંભાળ રાખો અને પૈસા દાન કરો.