મુંબઈઅમુક પળો પેહલાલેખક: આશિષ તિવારી
- કૉપી લિંક
ગઈ કાલે એટલે કે શુક્રવારની સવારે જ બોલિવૂડમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યાં હતાં. પૂનમ પાંડે જીવિત છે અને આજે બપોરે લાઈવ થઈ હતી. તેણે આ પબ્લિસિટી સ્ટંટ જાગૃતિ ફેલાવવા માટે કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સવારે 32 વર્ષની મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેના મૃત્યુના સમાચારે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં સનસનાટી મચાવી દીધી હતી.
નોંધનીય છે કે, પૂનમ હજુ પણ આવતી કાલે સવારે 10 વાગ્યે લાઈવ આવવાની હતી, પરંતુ ગઈકાલનો માહોલ જોઈને આજે જ લાઈવ આવવાનું નક્કી કર્યું હતું. હાલ તે લોનાવાલામાં છે.
પૂનમ પાંડેએ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે સંપૂર્ણ સ્વસ્થ બેઠેલી જોવા મળી રહી છે. એક્ટ્રેસે કહ્યું, ‘હું જીવિત છું. હું સર્વાઇકલ કેન્સરથી મરી નથી. કમનસીબે, સર્વાઇકલ કેન્સર સામેની લડાઈમાં જીવ ગુમાવનાર હજારો મહિલાઓ માટે હું આવું કહી શકતી નથી. હું તેમના વિશે કંઇ કરી શકતી ન હતી કારણ કે તેમને કંઇ ખબર જ નથી હોતી. હું તમને અહીં જણાવવા માગુ છું કે અન્ય કોઈપણ કેન્સરથી વિપરીત સર્વાઇકલ કેન્સરને હરાવવું શક્ય છે. તમારે ફક્ત તમારા ટેસ્ટ કરાવવા પડશે અને HPV રસી લેવી પડશે.
જુઓ પૂનમ પાંડેનો નવો વીડિયો
પૂનમ લાઈવ આવ્યા બાદ તેમના મિત્ર નીતિન મીરાનીએ પણ રિએક્શન આપ્યું હતું
આ સાથે જ તેમના પૂનમે મૃત્યુનું અફવા ફેલાવવા માટે ફેન્સની માફી પણ માગી છે
પૂનમ પાંડે જીવિત હોવાની વાત સામે આવતા જ ફેન્સ તેમના ઉપર સોશિયલ મીડિયા ઉપર ભડાસ કાઢી રહ્યા છે. એક ફેને તો ત્યાં સુધી કહી દીધું કે, આ તો સાવ બેશરમ છે.’
KRK સહિત ઘણા સેલેબ્સને શંકા હતી
KRKએ કહ્યું કે આ સંપૂર્ણપણે પૂનમનો પબ્લિસિટી સ્ટંટ છે. કમાલ આર ખાને દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું, આ પૂનમનો પબ્લિસિટી સ્ટંટ લાગી રહ્યો છે. આ પ્રકારના ડ્રામા રાખી સાવંત, ઉર્ફી જાવેદ કરે છે અને આજકાલ પૂનમ પાંડેનું કંઈ ચાલતું નથી. આ જ કારણે તે ડિપ્રેશનમાં ગઈ અને તેને ખબર નથી પડતી કે તે શું કરે? આવો પબ્લિસિટી સ્ટંટ બહુ જ ખોટો છે. તેની ડેડબૉડીની કંઈ ખબર નથી. મને લાગે છે કે કાલે તે બધાની સામે આવશે અને કહેશે કે હું હોશમાં નહોતી, મને કંઈ ખબર નહોતી કે શું થઈ રહ્યું છે. મેં પ્રોડ્યુસર ને તેના ખાસ મિત્ર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને પણ કંઈ જ ખબર નથી.
ફિલ્મ અને ટીવીમાં કામ કર્યું
પૂનમ પાંડેનો જન્મ 11 માર્ચ, 1991માં કાનપુરમાં થયો હતો. તે મોડલ તથા એક્ટ્રેસ હતી. તેણે 2013માં ફિલ્મ નશાથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તે છેલ્લે ધ જર્ની ઑફ કર્મામાં જોવા મળી હતી. ટીવીની વાત કરીએ તો તેણે ખતરોં કે ખિલાડી 13 તથા કંગના રનૌતના રિયાલિટી શો લૉકઅપમાં ભાગ લીધો હતો.
પૂનમ પાંડે સાથે જોડાયેલા વિવાદો
પબ્લિકલી ન્યૂડ થવાનું વચન આપ્યું હતું
પૂનમ પાંડેએ 2011માં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન દાવો કર્યો હતો કે જો ભારત વર્લ્ડ કપ જીતશે તો તે પબ્લિકલી ન્યૂડ થશે.
ન્યૂડ પોઝ માટે ધરપકડ થઈ હતી
પૂનમ પાંડેએ ગોવાના બીચ પર બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું અને એને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી.
રાજ કુંદ્રા સાથે પણ ઝઘડો કર્યો હતો
પૂનમ પાંડેએ રાજ કુંદ્રા અંગે પણ મીડિયામાં કહ્યું હતું કે રાજે તેને પોર્ન વીડિયો શૂટ કરવા માટે મજબૂર કરી હતી. તેણે આ અંગે કોન્ટ્રેક્ટ પણ કર્યો હતો.
લૉકડાઉનમાં પૂનમ પાંડેની ધરપકડ કરવામાં આવી હતી
પૂનમ પાંડેએ લૉકડાઉન દરમિયાન મુંબઈમાં ફરવા નીકળી હતી. કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસે તેની ધરપકડ કરી હતી.
બાથરૂમ વીડિયો શૅર કર્યો હતો
પૂનમ પાંડેએ સો.મીડિયામાં બાથરૂમ વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તે બાથરૂમમાં ડાન્સ કરતી જોવા મળી હતી. જોકે પછી યુટ્યૂબે આ વીડિયો બ્લૉક કરી દીધો હતો.
પૂનમે પોતાની એપ બનાવી હતીપૂનમ પાંડેએ પોતાની પૂનમ એપ બનાવી હતી. આ એપમાં પૂનમ પાંડેની ઘણી જ બોલ્ડ તસવીરો ને વીડિયો જોવા મળ્યાં હતાં, પરંતુ પછી ગૂગલે આ એપ બૅન કરી દીધી હતી.
લગ્નજીવન વિવાદાસ્પદ રહ્યું
પૂનમ બે વર્ષ સુધી લિવઇનમાં રહી અને પછી પહેલી સપ્ટેમ્બર, 2020માં સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા. બંનએ બાંદ્રા સ્થિત ઘરમાં ક્લોઝ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. લગ્નને હજી એક મહિનો પણ નહોતો થયો ને પૂનમે પતિ પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો.
પૂનમે આક્ષેપ કર્યો હતો કે પતિએ તેને ઢોર માર માર્યો અને તેને કારણે હૉસ્પિટલમાં એડમિટ થવું પડ્યું. આ જ કારણે સેમ બોમ્બેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે સેમ બોમ્બેને તરત જ જામીન મળી ગયા હતા. પછી સેમ ને પૂનમ સાથે રહેવા લાગ્યાં હતાં, પરંતુ 2021માં બંને અલગ થયાં હતાં.
પતિ સેમ સાથે પૂનમ પાંડે.