સ્પોર્ટ્સ ડેસ્ક7 કલાક પેહલા
- કૉપી લિંક
કુમાર સંગાકારાએ કહ્યું કે દક્ષિણ આફ્રિકાની SA20 લીગ ઘણી પ્રગતિ કરી રહી છે. મેચ જોવા માટે દર્શકો મેદાનમાં પહોંચી રહ્યા છે. આવી લીગથી ક્રિકેટ ફેમસ થઈ રહ્યું છે અને ખેલાડીઓને પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી.
શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર સંગાકારા મેરીલેબોન ક્રિકેટ કમિટી (MCC)માં વિશ્વ ક્રિકેટ સમિતિના સભ્ય છે. તેમણે કહ્યું કે SA20ની તમામ 6 ટીમને દર્શકોનો ઘણો સહયોગ મળી રહ્યો છે. આ લીગની સૌથી મોટી તાકાત છે.
SA20 ક્રિકેટનું ભવિષ્ય
સંગાકારા હાલમાં MCC સભ્યો સાથે દક્ષિણ આફ્રિકામાં છે. ત્યાં તેમણે કહ્યું, ‘ગ્રીમ સ્મિથે SA20ને વધારવા માટે ઘણું કામ કર્યું. તેમના પ્રયાસોને કારણે દર્શકોએ પણ ટુર્નામેન્ટ માટે સ્ટેડિયમમાં આવવું પસંદ કર્યું. SA20 જેવી લીગ હવે ક્રિકેટનું ભવિષ્ય છે. જેના કારણે આ ગેમને વૈશ્વિક ઓળખ મળી રહી છે.
ચાહકો તેમની સ્થાનિક ટીમને સમર્થન આપવા મેદાન પર પહોંચી રહ્યા છે. ખેલાડીઓ, તેમના પરિવારો અને બાળકો પણ સ્ટેડિયમમાં મેચ જોઈ રહ્યા છે. ક્રિકેટ કે કોઈપણ લીગને આગળ વધારવા માટે દર્શકોનું મેદાન સુધી પહોંચવું ખૂબ જ જરૂરી છે. આ બાબત SA20 માં પ્રથમ સિઝનથી જ શાનદાર રહી છે.
સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે SA20 સિઝન 1નું ટાઇટલ જીત્યું. ટીમ બીજી સિઝનમાં પણ લીગ સ્ટેજમાં ટોચ પર રહી હતી.
ટેસ્ટ ક્રિકેટ પણ ટકી રહેશે
સંગાકારાએ કહ્યું, ‘ટેસ્ટ ફોર્મેટના ભવિષ્ય પર હંમેશા ચર્ચાઓ થતી રહે છે. મને નથી લાગતું કે તે દૂર થશે, તે માત્ર થોડું ઘટશે. આપણે સાથે મળીને ભાવિ પ્રવાસ કાર્યક્રમનું સંચાલન કરવું પડશે. T20 લીગ અને અન્ય ફોર્મેટ એકસાથે ચાલશે. આ વચ્ચે સંતુલન જરૂરી છે.’
આજે SA20 પ્રથમ ક્વોલિફાયર
SA20 લીગ એ દક્ષિણ આફ્રિકામાં ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ટુર્નામેન્ટ છે. આ વર્ષે લીગની બીજી સિઝન રમાઈ રહી છે, 6 ટીમોની આ ટુર્નામેન્ટ આ વખતે 10 જાન્યુઆરીથી શરૂ થઈ છે. આજે એટલે કે મંગળવારે ટુર્નામેન્ટનો પ્રથમ ક્વોલિફાયર ડર્બન સુપરજાયન્ટ્સ અને સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ વચ્ચે રમાશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 9:00 વાગ્યે શરૂ થશે.