- Gujarati News
- National
- 10 Years In Jail And 1 Crore Fine For Paper Leak copying, Government Recruitment Exam Bill Passed
નવી દિલ્હી29 મિનિટ પેહલા
- કૉપી લિંક
સરકારી ભરતી પરીક્ષાઓમાં પેપર લીક કરવા અને નકલ કરવા બદલ આરોપીને 10 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. આને પ્રતિબંધિત કરવા માટે કેન્દ્ર સરકારે મંગળવારે (6 ફેબ્રુઆરી)ના રોજ પબ્લિક એક્ઝામિનેશન બિલ પસાર કર્યું. હવે એને રાજ્યસભામાં મોકલવામાં આવશે.
જો આ બિલ કાયદો બનશે તો પોલીસને કોઈપણ વોરંટ વિના શકમંદોની ધરપકડ કરવાનો અધિકાર રહેશે. આરોપીઓને જામીન નહીં મળે અને આ ગુનાઓ સમાધાનથી ઉકેલી નહીં શકાય.
આ પહેલાં સંસદના બજેટસત્રના પાંચમા દિવસે મંગળવારે જમ્મુ-કાશ્મીરની સ્થાનિક ચૂંટણીઓ (નગરપાલિકા અને પંચાયત)માં અનામત પર ચર્ચા સાથે ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતી. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સોમવારે, 5 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં જમ્મુ અને કાશ્મીર સ્થાનિક સંસ્થાઓ કાયદા (સુધારા) બિલ 2024 રજૂ કર્યું હતું.
અહીં, રાજ્યસભામાં કન્સિડરેશન ધ કોન્સ્ટિટ્યૂશન (શિડ્યૂલ ટ્રાઇબ્સ) ઓર્ડર (અમેન્ડમેન્ટ) બિલ 2024 અને કોન્સ્ટિટ્યૂશન (શિડ્યૂલ કાસ્ટ્સ એન્ડ શિડ્યૂલ ટ્રાઇબ્સ) ઓર્ડર્સ (અમેન્ડમેન્ટ) બિલ 2024 પર ચર્ચા શરૂ થઈ
એ જ સમયે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં નિત્યાનંદ રાયે કહ્યું હતું કે અમારી સરકાર મહિલાઓને સતત પ્રોત્સાહિત કરી રહી છે. સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઈફલ્સમાં 41 હજાર 606 મહિલા સૈનિકો તહેનાત છે.
સરકારે હજુ સુધી જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખ જણાવી નથી – નેશનલ કોન્ફરન્સ
બિલ પર ચર્ચા કરતાં નેશનલ કોન્ફરન્સના નેતા હસનૈન મસૂદીએ કહ્યું હતું કે સરકારે હજુ સુધી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખ નક્કી કરી નથી. કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કરાવવાની સમયમર્યાદા નક્કી કરી હતી, પરંતુ સરકારે આ અંગે કોઈ નિર્ણય લીધો નથી, એ શરમજનક બાબત છે.
બીજી તરફ, ટીએમસીના સૌગતા રોયે આરોપ લગાવ્યો કે ભાજપને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં વિશ્વાસ નથી. સરકારે જમ્મુ-કાશ્મીરમાં જલદી ચૂંટણી કરાવવી જોઈએ. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં જે કંઈ થયું એ અંગે સુપ્રીમ કોર્ટે કડક સૂરમાં વાત કરી છે.
EDની કાર્યવાહીનો પડઘો સંસદમાં પણ પડ્યો હતો
કોંગ્રેસના સાંસદ અને પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે EDની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે.
વિપક્ષી સાંસદોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીની પણ ચર્ચા થઈ હતી. મંગળવારે, 6 ફેબ્રુઆરીએ EDએ અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ અને AAP સાંસદ સહિત પાર્ટીનાં 10 સ્થળ પર દરોડા પાડ્યા હતા. તાજેતરમાં જ ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.