મુંબઈ2 કલાક પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે બુધવારે (7 જાન્યુઆરી) શેરબજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 362 પોઈન્ટના વધારા સાથે 72,548 પર ખુલ્યો હતો. નિફ્ટીમાં પણ 116 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 22,045ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરમાંથી 23માં વધારો અને 7માં ઘટાડો જોવા મળ્યો હતો.
આજે 3 IPO ખુલશે
3 IPO એટલે કે પ્રારંભિક જાહેર ઓફર આજથી ખુલી રહી છે. જના સ્મોલ ફાઇનાન્સ બેંક (JSFB), રાશી પેરિફેરલ્સ લિમિટેડ અને કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક તેમના IPO સાથે આવી રહી છે. રિટેલ રોકાણકારો આ ત્રણ IPOમાં 9 ફેબ્રુઆરી સુધી બિડ કરી શકે છે. ત્રણેય કંપનીઓના શેર 14 ફેબ્રુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી
અગાઉ ગઈકાલે એટલે કે 6 જાન્યુઆરીએ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 454 પોઈન્ટના વધારા સાથે 72,186 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 157 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 21,929ના સ્તરે બંધ થયો હતો.