11 મિનિટ પેહલા
- કૉપી લિંક
શાહિદ કપૂર અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’એ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે. ફિલ્મે રિલીઝના પહેલા દિવસે એટલે કે શુક્રવારે 6.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. મિડ-રેન્જ બજેટની ફિલ્મ માટે આ સારી શરૂઆત કહી શકાય.
તેનું કલેક્શન શાહિદ કપૂરની અગાઉની થિયેટર રિલીઝ ફિલ્મ ‘જર્સી’ કરતાં ઘણું સારું છે. જર્સીએ પહેલા દિવસે 2.93 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
નાઇટ શોમાં દર્શકોની સંખ્યામાં વધારો થયો છે
ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિકના રિપોર્ટ અનુસાર, ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’એ પહેલા દિવસે 6.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મોર્નિંગ શોમાં 8.80% ઓક્યુપન્સી હતી. જ્યારે બપોર અને સાંજના શોમાં 11.79% અને 13.62% ની ઓક્યુપન્સી હતી. નાઇટ શોમાં દર્શકોની સંખ્યામાં વધારો થયો છે. નાઇટ શોમાં કુલ ઓક્યુપન્સી 25.46% હતી.
આ ફિલ્મ આવતીકાલે એટલે કે 9મી ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
‘તેરી બાતોં મેં…’ની ઓપનિંગ શાહિદની પાછલી ફિલ્મ કરતાં સારી રહી
શાહિદ કપૂરની છેલ્લી પાંચ ફિલ્મોના રેકોર્ડ પર નજર કરીએ તો, ‘કબીર સિંહ’ પછી ‘તેરી બાતોં ને ઐસા ઉલ્ઝા જિયા’એ સારી ઓપનિંગ લીધી છે. 2022માં રિલીઝ થયેલી ફિલ્મ જર્સીએ પહેલા દિવસે 2.93 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 2019માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કબીર સિંહે’ પહેલા દિવસે 20.21 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું હતું.
શાહિદની છેલ્લી 5 ફિલ્મોનું પ્રથમ દિવસનું કલેક્શન
- જર્સી- 2.93 કરોડ
- કબીર સિંહ- 20.21 કરોડ
- બત્તી ગુલ મીટર ચાલું – 6.50 કરોડ
- પદ્માવત- 24 કરોડ
- રંગૂન – 5.05 કરોડ
શાહિદ કપૂર અને કૃતિ સેનને પહેલીવાર સ્ક્રીન શેર કરી છે
ઘણા લોકોને ફિલ્મનો કોન્સેપ્ટ તર્ક વગરનો લાગે છે, પરંતુ આ ફિલ્મ ક્યાંકને ક્યાંક ભવિષ્યનો સંકેત પણ આપે છે. ટેક્નોલોજી જે રીતે આગળ વધી રહી છે, શક્ય છે કે ભવિષ્યમાં રોબોટ્સ માણસોની જેમ આપણી આસપાસ ફરશે.
આ જોઈને કેટલાક લોકોને રજનીકાંતની ફિલ્મ ‘રોબોટ’ યાદ આવી શકે છે, જોકે તેમાં એક રોબોટને માણસના પ્રેમમાં પડતો બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં, તેનાથી વિપરીત, એક માણસ રોબોટના પ્રેમમાં પડે છે. હવે આ માટે તે વ્યક્તિએ કેવા પાપડ વણવા પડે છે તે વાત આ ફિલ્મમાં ફની રીતે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રજનીકાંતની ફિલ્મ ‘લાલ સલામે’ 4.5 કરોડની ઓપનિંગ લીધી હતી, ‘ઈગલે’ 6 કરોડની ઓપનિંગ લીધી હતી
9મી ફેબ્રુઆરીએ સાઉથની બે મોટી ફિલ્મો પણ રિલીઝ થઈ છે. રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાની ફિલ્મ ‘લાલ સલામે’ પહેલા દિવસે 4.5 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મમાં રજનીકાંતનો કેમિયો છે. ઐશ્વર્યા 9 વર્ષ બાદ દિગ્દર્શનમાં પરત ફરી છે.
આ સિવાય રવિ તેજાની ફિલ્મ ‘ઈગલે’ પહેલા દિવસે 6 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. રવિ તેજાની ફિલ્મે પ્રથમ દિવસના કલેક્શનના મામલે ‘લાલ સલામ’ને પાછળ છોડી દીધી છે.