સ્પોર્ટ્સ ડેસ્ક21 મિનિટ પેહલા
- કૉપી લિંક
સંજય માંજરેકર કહે છે કે શ્રેયસ અય્યરે તેનું ફોર્મેટ નક્કી કરવું પડશે. જો તેને ટેસ્ટ રમવી હોય તો તેણે પોતાની ડિફેન્સિવ રમતને મજબૂત કરવી પડશે. આના વિના તે આ ફોર્મેટમાં લાંબો સમય ટકી શકશે નહીં.
શ્રેયસ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ 2 ટેસ્ટમાં ફ્લોપ રહ્યો હતો. જે બાદ તેને ઇંગ્લેન્ડ સામેની છેલ્લી 3 ટેસ્ટ માટે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
ટેસ્ટ માટે ડિફેન્સ મજબૂત હોવું મહત્વપૂર્ણ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર માંજરેકરે ESPNને કહ્યું, ‘અય્યરે તેનું ફોર્મેટ નક્કી કરવું પડશે કે જેમાં તે આગળ વધવા માગે છે. જો તે ટેસ્ટ પર ફોકસ કરી રહ્યો છે તો તેણે પોતાની ડિફેન્સિવ રમત પર કામ કરવું પડશે. આમ કરવાથી તે પિચ પર ડિફેન્સમાં પોતાનો આત્મવિશ્વાસ વધારશે અને પછી આક્રમક શોટ રમશે. જ્યારે અત્યારે તે દબાણને દૂર કરવા માટે આક્રમક શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી રહ્યો છે.
શ્રેયસ 13 ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારી શક્યો નહોતો
શ્રેયસ અય્યરે છેલ્લે ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી. ત્યારે તેણે 87 રનની ઇનિંગ રમી હતી, ત્યારબાદ તેણે 13 ઇનિંગ રમી હતી, પરંતુ એકમાં પણ તે 50 રનનો સ્કોર પાર કરી શક્યો નહોતો. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ 35 રન હતો.
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ 2 ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન બાદ તેને છેલ્લી 3 ટેસ્ટમાં ટીમમાં જગ્યા મળી ન હતી. હવે તે રણજી ટ્રોફી રમીને ટેસ્ટ ટીમમાં કમબેક કરી શકશે.
ચેપલે અય્યરની ટીકા પણ કરી હતી
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઈયાન ચેપલે શ્રેયસને પડતો મુકવાના નિર્ણયનું સમર્થન કર્યું હતું. તેમણે ESPN પર કહ્યું, ‘આશા છે કે હવે પસંદગીકારો શ્રેયસ અય્યરની બેટિંગને સમજશે અને તેને વધુ પડતું આંકવાનું બંધ કરશે. હવે સમય આવી ગયો છે કે મેનેજમેન્ટે કુલદીપ યાદવની વિકેટ લેવાની ક્ષમતા પર પણ વધુ ધ્યાન આપવું જોઈએ.’