ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામ ખાતે આવેલા શારદામણિ કોમ્યુનિટી સેન્ટરમાં પંચાયત વિકાસ સૂચકાંક ( PDI ) અંગેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપને વિકાસ કમિશનરની કચેરીના અધિક વિકાસ કમિશનર ર્ડા. ગૌરવ દહિયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ વર્કશોપમાં ગાંધીનગર, અમદાવાદ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના PDI નોડલ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ડીએલઇ, તમામ જિલ્લાઓના તાલુકા વિકાસ અધિકારીઓ અને ટીએલઇને પંચાયત વિકાસ સૂચકાંક અંતર્ગત થનાર કામગીરીની વિસ્તૃત સમજ અધિક વિકાસ કમિશનર ર્ડા. ગૌરવ દહિયા તેમજ એસઆઇઆરડી નીલાબેન પટેલ ફેકલ્ટી દ્વારા આપવામાં આવી હતી.