2 મિનિટ પેહલા
- કૉપી લિંક
લૈલા-મજનૂના યુગથી આજ સુધી ઘણા લોકો બદલાઈ ગયા છે અને જમાનો પણ બદલાયો છે, પરંતુ પ્રેમ હજુ પણ એવો જ છે. જરૂરી નથી કે દરેક પ્રેમ કહાની ઈતિહાસના પાનામાં નોંધાયેલી હોય. દરરોજ આપણી આસપાસ કેટલીક સુંદર વાર્તાઓ વણાયેલી હોય છે. તમે તમારા મનપસંદ કલાકારોની લવ સ્ટોરીઝ સ્ક્રીન પર જોઈ હશે. ચાલો જાણીએ કે અસલી જીવનમાં આ કલાકારોની લવ સ્ટોરી કેટલી રોમાંચક હતી.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીઃ રીલ લાઈફથી રિયલ લાઈફ સુધીની લવ સ્ટોરી
એવું માનવામાં આવે છે કે ‘શેરશાહ’ના શૂટિંગ દરમિયાન સિદ્ધાર્થ અને કિઆરાની નિકટતા વધી હતી, પરંતુ અસલીમાં એવું નથી. તેમની પહેલી મુલાકાત 2018માં ફિલ્મ ‘લસ્ટ સ્ટોરી’ની રેપ-અપ પાર્ટીમાં થઈ હતી. સિદ્ધાર્થ કરન જોહરના આમંત્રણ પર અહીં પહોંચ્યો હતો, જ્યારે કિઆરા આ ફિલ્મની હિરોઈન હતી.
પહેલી જ મીટિંગ પછી બંને અધવચ્ચે પાર્ટી છોડીને નીકળી ગયા હતા. આ પછી બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. જોકે બંનેએ પોતાના સંબંધોને માત્ર મિત્રતા ગણાવ્યા હતા. આ દરમિયાન ફિલ્મ ‘શેરશાહ’નું શૂટિંગ પણ શરૂ થયું જેના કારણે બંને નજીક આવ્યા. એકવાર કિઆરા અડવાણીએ ‘કોફી વિથ કરન’માં તેમના સંબંધો વિશે વાત કરી હતી.કિઆરાએ કહ્યું કે, હું તે પ્રથમ મુલાકાતને ક્યારેય ભૂલી શકતી નથી. જ્યારે બંને ફિલ્મ ‘શેરશાહ’માં સાથે જોવા મળ્યા ત્યારે તેમની નિકટતા વધી હતી.
આ કપલે તેમના સંબંધોને પ્રાઇવેટ રાખવા માટે ઘણી કોશિશ કરી, પરંતુ તેઓ કહે છે કે, પ્રેમ અને ખુશી છુપાવી શકાતી નથી. બંને 2019માં ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે સાથે સાઉથ આફ્રિકા ગયા હતા. સોશિયલ મીડિયાના જમાનામાં કોણ પોતાના સંબંધોને છુપાવી શક્યું છે? આવી સ્થિતિમાં બંનેને એક જ સમયે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા, જેના પછી તેમના સંબંધોની ચર્ચા ઝડપથી થવા લાગી હતી, પરંતુ ત્યાં સુધી બંનેએ કોઈ જાહેરાત કરી ન હતી. લગભગ બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ સિદ્ધાર્થે 2021માં કિઆરાને તેમના માતા-પિતા સાથે પરિચય કરાવ્યો હતો.
કિઆરાએ 2021માં બહુ ઓછા અને ખાસ લોકોની હાજરીમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ સ્થિતિમાં સિદ્ધાર્થ મલ્હોત્રા કિઆરા અડવાણીની બર્થડે પાર્ટીમાં પહોંચ્યો હતો. આટલું જ નહીં સિદ્ધાર્થે તેનો જન્મદિવસ પણ હોસ્ટ કર્યો હતો. એક સમય એવો હતો જ્યારે સિદ્ધાર્થે ‘કોફી વિથ કરન’માં ખુલાસો કર્યો હતો કે તેમણે તેમની લેડી લવ કિઆરાનો ફોન નંબર ‘કી’ નામથી સેવ કર્યો હતો.
જ્યારે અક્ષય કુમારે ખુલાસો કર્યો હતો
એકવાર અક્ષય કુમારે કપિલ શર્મા શોમાં તેમના સંબંધોનો સંકેત આપ્યો હતો. ખરેખર, તે સમયે અક્ષય ફિલ્મ ‘લક્ષ્મી’નું પ્રમોશન કરી રહ્યો હતો. અક્ષય કિઆરાને સિદ્ધાર્થના નામ પર ચીડતો હતો. શોમાં, જ્યારે કિઆરાને પૂછવામાં આવ્યું કે શું પ્રેમ માટે ડેટ રિઝર્વ રાખી અથવા કોઈ બોયફ્રેન્ડ નથી. તેના જવાબમાં કિઆરા અડવાણીએ કહ્યું હતું કે તે લગ્નની તારીખ નક્કી થયા બાદ જ આ વિશે જણાવશે. આના પર અક્ષય કુમારે કહ્યું હતું – તે એક મહાન સિદ્ધાંતો ધરાવતી છોકરી છે. આટલો સંકેત મળ્યા પછી ચાહકો પોતાનું કામ કરી દે છે. ત્યારે જ લોકોએ લિંક્સને જોડવાનું શરૂ કર્યું.
આ તસવીર ‘શેરશાહ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન લેવામાં આવી હતી
સિદ્ધાર્થ મલ્હોત્રાએ એકવાર ‘કોફી વિથ કરન’માં ખુલાસો કર્યો હતો કે તે કિઆરા અડવાણીને મળવા માટે જ બોલિવૂડની પાર્ટીઓમાં જતો હતો, જ્યાં કોઈ તેના પર શંકા ન કરે. એકવાર સિદ્ધાર્થ ગંભીર રીતે બીમાર હતો, પરંતુ તેમ છતાં તે એક પાર્ટીમાં ગયો હતો કારણ કે કિઆરા અડવાણી ત્યાં આવવાની હતી. બીમાર હોવા છતાં પાર્ટીમાં આવવાથી કિઆરા સિદ્ધાર્થ પર ગુસ્સે થઈ ગઈ હતી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો, પરંતુ બે કલાક પછી કિઆરા પોતાના હાથે જમાડ્યું હતું.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણી દુબઈમાં એક ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા
કરનના કહેવા પ્રમાણે, બંને વચ્ચેનું આ બોન્ડિંગ જોયા પછી તેને ખબર હતી કે તેઓ લગ્ન કરશે. ‘કોફી વિથ કરન-8’માં કિઆરાએ જણાવ્યું હતું કે સિદે ઇટાલીમાં પ્રપોઝ કર્યું હતું.
શેરશાહનો ડાયલોગ્સ સંભળાવીને કિઆરાને પ્રપોઝ કર્યું
અભિનેતાએ ‘શેરશાહ’નો ડાયલોગ બોલીને લેડી લવને પ્રપોઝ કર્યું હતું. આ સાંભળીને કિઆરા હસી પડી અને તરત જ સિદ્ધાર્થનું પ્રપોઝ સ્વીકારી લીધું હતું. આખરે સિદ્ધાર્થ અને કિઆરાએ રાજસ્થાનમાં 7 ફેબ્રુઆરી 2023ના રોજ લગ્ન કર્યા.
કિઆરાએ તેની એનિવર્સરી પર આ તસવીર શેર કરી હતી
લગ્ન બાદ રૂ. 70 કરોડના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ
લગ્ન પછી કિઆરા અને સિદ્ધાર્થ મુંબઈના જુહુમાં સી-ફેસિંગ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયા. આ ઘરનું ઇન્ટિરિયર શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાને ડિઝાઇન કર્યું છે. તેની કિંમત 70 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સિવાય સિદ્ધાર્થ પાસે મુંબઈના પાલી હિલ વિસ્તારમાં એક લક્ઝરી બેચલર પેડ પણ છે જ્યાં તે લગ્ન પહેલાં રહેતો હતો. આ 3 BHK એપાર્ટમેન્ટ પણ ગૌરી ખાને ડિઝાઇન કર્યું હતું.
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ: આઉટફીટ્સને કારણે લવસ્ટોરી થઇ જાહેર
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. આ પછી વાતચીતનો સિલસિલો શરૂ થયો અને બંને મિત્રો બની ગયા. સાથે સમય વિતાવતા બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને પ્રાઇવેટ રિલેશનમાં રહ્યા હતા. બંને હંમેશા લાઈમલાઈટમાં રહે છે, પરંતુ તેમ છતાં તેઓએ પોતાના સંબંધોને ખાનગી રાખવા માટે ઘણા પ્રયત્નો કર્યા. રિલેશનશિપમાં હોવા છતાં બંને લગભગ દોઢ વર્ષ સુધી ક્યારેય એકબીજા સાથે જોવા મળ્યા નહોતા, ન તો તેઓએ ક્યારેય એક સાથે તસવીરો પોસ્ટ કરી હતી. આ કપલ 2019થી રિલેશનશિપમાં હતું.
18 એપ્રિલ, 2020ના રોજ, પ્રથમ વખત આથિયાએ કેએલ રાહુલને સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી. પહેલીવાર બંનેની ક્યૂટ તસવીર શેર કરતી વખતે આથિયાએ લખ્યું- હેપ્પી બર્થડે માય પર્સન. આ પછી કેએલ રાહુલે પણ આથિયા માટે એક પોસ્ટ શેર કરી હતી.
એક તસવીર દ્વારા સંબંધનો ખુલાસો થયો
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના સંબંધોની અફવાઓ એપ્રિલ 2021માં વધી હતી જ્યારે આથિયાએ રાહુલને તેમના જન્મદિવસ પર બીજી વખત મજાકિયા અંદાજમાં શુભેચ્છા પાઠવી. 18 એપ્રિલ, 2021 ના રોજ આથિયાએ રાહુલ સાથે એક સુંદર તસવીર શેર કરતી વખતે લખ્યું – હું તમારા અસ્તિત્વ માટે આભારી છું. આથિયાની આ તસવીર પર કમેન્ટ કરતાં તેના પિતા સુનીલ શેટ્ટીએ લખ્યું હતું કે, બેશક.
3 જૂન, 2021ના રોજ, કેએલ રાહુલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઇંગ્લેન્ડના સાઉધમ્પ્ટન ગયા, જ્યાં તેમની મેચ એજીસ બાઉલ સ્ટેડિયમમાં યોજાવાની હતી. કેએલ રાહુલે ઈંગ્લેન્ડની ઘણી તસવીરો શેર કરી હતી, જેની બેકગ્રાઉન્ડ તસવીરો આથિયા શેટ્ટીએ શેર કરેલી તસવીરો જેવી જ હતી.
આથિયાએ જૂન 2021 માં તેના ઇન્સ્ટાગ્રામ પર લવંડર ફૂલોની તસવીરો શેર કરી હતી. થોડા સમય પછી રાહુલે પણ આ જ ફૂલો સાથેનો ફોટો શેર કર્યો હતો.
આથિયાએ પોતાની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી હતી, જેમાં બેકગ્રાઉન્ડમાં સફેદ રેલિંગ જોવા મળી હતી. તે જ સમયે, રાહુલે આ જ બેકગ્રાઉન્ડ સાથેની એક તસવીર પણ શેર કરી હતી.
ઘણા પ્રસંગો પર, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી અલગ-અલગ પ્રસંગોએ એક જ કપડામાં જોવા મળ્યા હતા. કપલ ગોલ સેટ કરતી વખતે આથિયા ઘણી વખત રાહુલની હૂડી અને ટી-શર્ટ પહેરેલી જોવા મળી હતી.
પહેલું ગ્લેમરસ ફોટોશૂટ 16 જૂન 2021ના રોજ શેર કરવામાં આવ્યું હતું
આ કપલનું પહેલું પ્રોફેશનલ ફોટોશૂટ નુમી બ્રાન્ડ માટે હતું, જેની તસવીર આથિયા શેટ્ટીએ 16 જૂને શેર કરી હતી. સંબંધોની અફવાઓ વચ્ચે રાહુલે 5 નવેમ્બર 2021ના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આથિયાને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. રોમેન્ટિક તસવીર સાથે લખ્યું, હેપ્પી બર્થડે માય લવ.
કેએલ રાહુલ-આથિયા પહેલીવાર જાહેરમાં દેખાયા
અફવાઓ દરમિયાન કેએલ રાહુલની ઘણી તસવીરો સામે આવી હતી. ક્યારેક આથિયા મેચ જોવા સ્ટેડિયમ પહોંચી તો ક્યારેક બંને વેકેશનમાં એકબીજા સાથે સ્પોટ થયા. આ બધું હોવા છતાં, બંને ક્યારેય જાહેરમાં દેખાયા નથી. બંને પહેલીવાર આથિયા શેટ્ટીના ભાઈ અહાન શેટ્ટીની ફિલ્મ ‘તડપ’ના પ્રીમિયરમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન તેmની સાથે સુનીલ શેટ્ટી પણ આવ્યો હતો.
છેવટે, 23 જાન્યુઆરી 2023ના રોજ દંપતીએ સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મ હાઉસમાં સાત ફેરા લીધા.
રકુલ પ્રીત અને જેકી ભગનાની: એક જ બિલ્ડિંગમાં રહેવા છતાં વર્ષો સુધી વાત ન થઈ, લોકડાઉન દરમિયાન શરૂ થઈ લવ સ્ટોરી
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. આ કપલ 21 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરવા જઈ રહ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે તેમની લવ સ્ટોરીની શરૂઆત કેવી રીતે થઈ. પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર, રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની માટે ગોવામાં લગ્ન કરવા ખૂબ જ ખાસ છે, કારણ કે તેમની લવ સ્ટોરી ગોવાથી શરૂ થઈ હતી.
તેમના લગ્ન માટે ગોવાની પસંદગી એ તેમના માટે ઈમોશનલ અટેચમેન્ટ છે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને ખૂબ જ સાદગી અને શાંતિપૂર્ણ રીતે લગ્ન કરવા માગે છે.
બોલિવૂડ બબલને આપેલા ઇન્ટરવ્યૂમાં રકુલે ખુલાસો કર્યો હતો કે રકુલ અને જેકી એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. બંને પાડોશી હતા, પરંતુ તેમ છતાં તેમની વચ્ચે ક્યારેય કોઈ વાતચીત થઈ ન હતી.
અભિનેત્રીએ જણાવ્યું કે લોકડાઉન દરમિયાન જેકી અને રકુલે પહેલીવાર વાત કરી હતી. આ પછી તેઓ એકબીજાને મળવા લાગ્યા. એ જ રીતે, બંનેએ લગભગ 3 થી 4 મહિના સુધી મિત્રતાનું બંધન પણ શેર કર્યું. રકુલે કહ્યું હતું કે તે જેકી સાથે ખૂબ જ આરામદાયક અનુભવે છે.
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે એક કાર્યક્રમ દરમિયાન રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની પહોંચ્યા હતા
થોડા મહિનાની મિત્રતા પછી બંનેને સમજાયું કે તેઓ એકબીજાને પસંદ કરે છે. આ પછી જ બંનેએ પોતાના સંબંધોને આગળ વધારવાનું વિચાર્યું. આખરે બંને વચ્ચે સંબંધ બંધાઈ ગયો.
રકુલ અને જેકી લગભગ 2 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને ઘણીવાર એકબીજા સાથે વેકેશન પર જતા હોય છે. રકુલે 2022 માં તેના જન્મદિવસ પર એક રોમેન્ટિક ફોટો પોસ્ટ કરીને જેકી સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી હતી. તેણે જેકીને તે વર્ષની ‘સૌથી મોટી ભેટ’ ગણાવી હતી. એકબીજાને ડેટ કર્યા બાદ હવે આ કપલ આખરે લગ્ન કરવા જઈ રહ્યું છે.
19-20 ફેબ્રુઆરીએ ગોવામાં ફંક્શન યોજાશે
તમને જણાવી દઈએ કે ગોવામાં 19 અને 20 ફેબ્રુઆરીએ પ્રી-વેડિંગ ફંક્શન યોજાશે. આ પછી રકુલ 21 ફેબ્રુઆરીએ જેકી સાથે લગ્ન કરશે. રિપોર્ટ અનુસાર, કપલ લગ્નની તારીખ અને ફંક્શનને ખાનગી રાખવા માંગે છે. ડિઝાઈનર્સથી લઈને ફોટોગ્રાફર્સ સુધી કોઈને પણ તારીખ વિશે જાણ કરવામાં આવી નથી. જોકે, રકુલ કે જેકી તરફથી કોઈ સત્તાવાર માહિતી આવી નથી.
ખાનગી સમારંભોમાં નો ફોન પોલિસી
થોડા સમય પહેલા હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની તેમના લગ્નને ખાનગી રાખવાની યોજના બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં લગ્નમાં નો ફોન પોલિસી હોય. લગ્નના કોઈ ફોટા લીક ન થાય તેની ખાતરી કરવા માટે લગ્નના મહેમાનો તેમની સાથે તેમના ફોન રાખી શકશે નહીં.
સોહેલ કથુરિયા અને હંસિકા મોટવાણી: પતિના પ્રથમ લગ્નમાં મિત્ર તરીકે હાજરી આપી હતી, સોહેલના છૂટાછેડા પછી પ્રેમમાં પડી
હંસિકા મોટવાણીએ ‘શકા લાકા બમ બમ’ દ્વારા બાળ કલાકાર તરીકે પોતાની ઓળખ બનાવી હતી. એટલું જ નહીં, હંસિકા મોટવાણીએ 15 વર્ષની ઉંમરે સાઉથની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે હિમેશ રેશમિયાની સાથે ફિલ્મ ‘આપ કા સુરૂર’માં જોવા મળી હતી, જેમાં અભિનેત્રીને અચાનક જોઈને તેના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ સમય દરમિયાન તે નેશનલ ક્રશ બની ગઈ હતી. હંસિકા મોટવાણીનું જીવન શરૂઆતથી જ ફિલ્મી રહ્યું છે.
હંસિકાના બોયફ્રેન્ડ સોહેલ કથુરિયાએ પેરિસના એફિલ ટાવરની સામે ઘૂંટણિયે બેસીને હંસિકાને પ્રપોઝ કર્યું હતું. જવાબમાં, હંસિકાએ ‘હા’ માં માથું હલાવીને હા પાડી હતી.
હંસિકાએ આ ખાસ પળની તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. આ પછી ઘણા સમયથી બંનેના લગ્નની ચર્ચાઓ ચાલી રહી હતી. તેઓએ 4 ડિસેમ્બર 2022 ના રોજ જયપુરના મુંડોટા પેલેસમાં લગ્ન કર્યા.
સોહેલ અને હંસિકાની લવસ્ટોરીમાં ટ્વિસ્ટ
તેમની લવસ્ટોરીનો સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે સોહેલના આ બીજા લગ્ન છે. તે પહેલેથી જ પરિણીત હતો. સોહેલના પહેલા લગ્ન 2016માં રિંકી બજાજ સાથે થયા હતા. તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. થોડા વર્ષો પછી બંનેના છૂટાછેડા થઈ ગયા.
રિંકીથી અલગ થયા બાદ સોહેલે હંસિકાને પ્રપોઝ કર્યું હતું. હંસિકાએ સોહેલના પહેલા લગ્નમાં પણ હાજરી આપી હતી. તેમના પહેલા લગ્નની કેટલીક તસવીરોમાં હંસિકા અને સોહેલની પહેલી પત્ની રિંકી બજાજ સાથે પોઝ આપતા જોવા મળે છે.
શરૂઆતમાં હંસિકા અને સોહેલ લગભગ 8 વર્ષથી સારા મિત્રો હતા. બંનેએ વર્ષ 2019માં સાથે બિઝનેસ પણ શરૂ કર્યો હતો. લાંબા સમયથી મિત્ર હોવાથી બંને ખૂબ જ નજીક હતા. બાદમાં સોહેલ અને હંસિકાની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંને એકબીજાને લાંબા સમયથી સારી રીતે ઓળખે છે.
સોહેલની વાત કરીએ તો તે મુંબઈનો બિઝનેસમેન છે. હંસિકા અને સોહેલ એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં બિઝનેસ પાર્ટનર પણ છે. આ સિવાય સોહેલનો કાપડનો વ્યવસાય પણ છે.