અમદાવાદ25 મિનિટ પેહલા
- કૉપી લિંક
સમગ્ર ઉત્તર ભારત સહિત પૂર્વ ભારતમાં હાલ ગાઢ ધુમ્મસવાળું વાતાવરણ છવાયેલું છે. તેને કારણે હવાઈ મુસાફરીને સૌથી વધુ તેની પ્રતિકૂળ અસરો થઈ શકે છે. હાલમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તેની અસર ઉત્તર ભારતનાં અન્ય રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને મધ્ય પ્રદેશમાં પણ છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં બેંગ્લોરમાં પણ વાતાવરણ પ્રતિકૂળ નોંધાયું છે. તેને કારણે આજે આ શહેરોમાંથી અમદાવાદ આવતી અને અમદાવાદથી આ શહેરોમાં જતી ફ્લાઈટના સમયને અસર થઈ શકે છે. એટલે કે તેના નિશ્ચિત સમય કરતાં થોડા વિલંબ બાદ ફ્લાઇટને ટેક ઓફ કે લેન્ડિંગ થાય તેવી શક્યતા છે.
ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટને પ્રતિકૂળ વાતાવરણની