નવી દિલ્હી27 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રોટીન, ફાઈબર, આયર્ન, પોટેશિયમ, કોપર, મેંગેનીઝ, એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર કાળી કિસમિસ અનેક રોગો માટે રામબાણ તરીકે કામ કરે છે. કયા લોકો માટે કિસમિસનું સેવન વધુ ફાયદાકારક છે? કિસમિસ ક્યારે અને કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ? ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ શિલ્પા મિત્તલ જણાવી રહ્યા છે કાળી કિસમિસના ફાયદાઓ.
દ્રાક્ષને સૂકવીને કિસમિસ તૈયાર કરવામાં આવે છે. કિસમિસ વિવિધ કદ અને રંગોમાં જોવા મળે છે. આજે અહીં અમે શરીર માટે કાળા કિસમિસના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ. કાળી કિસમિસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ મીઠાઈઓમાં પણ થાય છે.
કાળી કિસમિસ બેહદ ફાયદાકારક
જો તમને થાક લાગતો હોય તો કાળી કિસમિસ ખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. દરરોજ કાળી કિસમિસ ખાવાથી એનિમિયા, ઓસ્ટીયોપોરોસીસ, થાક અને શ્વાસની તકલીફ મટે છે.
કાળી કિસમિસ નિયમિતપણે ખાવાથી વાળ કાળા, જાડા અને લાંબા બને છે અને ખરતા અટકે છે. ત્વચા પર અકાળે પડતી કરચલીઓ રોકવામાં પણ કાળી કિસમિસ ફાયદાકારક છે. રોજ કાળી કિસમિસ ખાવાથી ત્વચાની ઉંમર જલ્દી નથી થતી અને ચહેરાની ચમક વધે છે.
કરચલીઓ વધતી અટકાવો
કાળી કિસમિસમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાયટોકેમિકલ્સ ત્વચાની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ત્વચાને પ્રદૂષણ અને સૂર્યના હાનિકારક કિરણોથી થતા નુકસાનથી બચાવે છે. કાળી કિસમિસ ખાવાથી ત્વચાની સ્થિતિસ્થાપકતા વધે છે, જેનાથી ત્વચા લાંબા સમય સુધી યંગ દેખાય છે. તે કરચલીઓને વધતી અટકાવે છે.
વાળ મજબૂત થશે
તણાવ, ખોટી જીવનશૈલી, ઉંઘ ન આવવાના કારણે વાળ નબળા પડી જાય છે અને ખરવા લાગે છે. આ સ્થિતિમાં આયર્નથી ભરપૂર કાળી કિસમિસ વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વાળને કાળા, જાડા અને મજબૂત બનાવવા માટે તમારા ડાયટમાં કિસમિસનો સમાવેશ કરો.
ઓસ્ટીયોપોરોસીસથી રાહત
કાળી કિસમિસ પોટેશિયમ અને કેલ્શિયમથી ભરપૂર હોય છે, જે હાડકાંની મજબૂતાઈ જાળવી રાખવામાં મદદ કરે છે. કાળી કિસમિસ નિયમિતપણે ખાવાથી અસ્થિ સંબંધિત ગંભીર બીમારીઓ જેવી કે ઓસ્ટીયોપોરોસીસથી બચાવ થાય છે અને શરીરમાં કેલ્શિયમનું લેવલ ઘટતું નથી.
એનિમિયા અટકાવશે
કાળી કિસમિસમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે જે લાલ રક્તકણોના નિર્માણ માટે જરૂરી છે. એનિમિયા જેવા ગંભીર રોગ સ્ત્રીઓમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. દરરોજ કાળી કિસમિસ ખાવાથી એનિમિયાથી બચી શકાય છે.
જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અથવા થાક લાગે છે તેઓએ દરરોજ કાળી કિસમિસનું સેવન કરવું જોઈએ.
પાચન સ્વસ્થ રહેશે
જે લોકોની પાચનશક્તિ નબળી હોય તેમના માટે કાળી કિસમિસનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તે પાચન માટે ફાયદાકારક છે. આ માટે કાળી કિસમિસને આખી રાત પલાળી રાખો. સવારે તેનું સેવન કરવાથી પાચન શક્તિ સુધરે છે.
એસિડિટી દૂર કરો
કાળી કિસમિસમાં હાજર ઠંડક આપનાર તત્વો શરીરમાં ઠંડક જાળવી રાખે છે, જે એસિડિટીની સમસ્યામાં રાહત આપે છે. જો તમે એસિડિટીથી પરેશાન છો તો કાળી કિસમિસને આખી રાત પલાળી રાખો અને ખાઓ. નિયમિત રીતે આમ કરવાથી એસિડિટીથી રાહત મળે છે.
એનર્જી વધશે
જો તમને સતત થાક લાગે છે તો કાળી કિસમિસ ખાવાનું શરૂ કરો. તેમાં રહેલ પ્રાકૃતિક શુગર મિનિટોમાં એનર્જી લેવલ વધારી દે છે. લો બ્લડ પ્રેશરથી પીડાતા લોકો માટે પણ કાળા કિસમિસનું સેવન ફાયદાકારક છે.