17 મિનિટ પેહલા
- કૉપી લિંક
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડા સિલ્વાએ ઈથોરિયામાં આયોજિત આફ્રિકન યુનિયન સમિટમાં ઇઝરાયલ-હમાસ યુદ્ધ અંગે ચર્ચા કરી હતી.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડા સિલ્વાએ કહ્યું કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ગાઝામાં નરસંહાર કરી રહ્યા છે.
7 ઓક્ટોબરથી શરૂ થયેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં 28 હજારથી વધુ પેલેસ્ટિનિયનોના મોત બાદ લુલા ડા સિલ્વાએ કહ્યું- નેતન્યાહૂ ગાઝામાં નરસંહાર કરી રહ્યા છે. તેઓ પેલેસ્ટિનિયનો પર જે જુલમ ગુજારે છે તેવો જ જુલમ હિટલરે યહૂદીઓ પર ગુજાર્યો હતો. ગાઝામાં ઇઝરાયેલનું ઓપરેશન હોલોકોસ્ટ જેવું છે.
હોલોકોસ્ટ એ ઇતિહાસનો નરસંહાર હતો જેમાં છ વર્ષમાં અંદાજે 60 લાખ યહૂદીઓની હત્યા કરવામાં આવી હતી. તેમાંથી 15 લાખ માત્ર બાળકો હતા. જર્મનીમાં એડોલ્ફ હિટલર સત્તા પર હતો ત્યારે આ નરસંહાર થયો હતો.
ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ બ્રાઝિલના રાષ્ટ્રપતિના આ નિવેદનને શરમજનક ગણાવ્યું છે. આ અંગે ઇઝરાયલમાં બ્રાઝિલના રાજદૂતને સમન્સ પાઠવવામાં આવ્યું છે.
ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂનું કહેવું છે કે જ્યાં સુધી આતંકવાદી સંગઠન હમાસનો નાશ નહીં થાય ત્યાં સુધી તેઓ ગાઝા પર હુમલો અટકશે નહીં.
લુલા ડા સિલ્વાએ યુદ્ધ અને નરસંહાર વચ્ચેનો તફાવત સમજાવ્યો
લુલાએ ઈથોપિયાની રાજધાની અદીસ અબાબામાં આયોજિત આફ્રિકન યુનિયન સમિટમાં ઇઝરાયલ-હમાસ યુદ્ધ અંગે ચર્ચા કરી હતી. તેમણે યુદ્ધ અને નરસંહાર વચ્ચેનો તફાવત સમજાવ્યો. તેમણે કહ્યું- યુદ્ધ બે દેશોના સૈનિકો વચ્ચે થાય છે. પરંતુ ગાઝામાં સૈનિકો પેલેસ્ટિનિયન મહિલાઓ અને બાળકો પર હુમલો કરી રહ્યા છે. આ નરસંહાર છે.
યુદ્ધની 4 તસવીરો…
હમાસનો દાવો છે કે ગાઝાની 23 લાખ વસ્તીમાંથી 80% લોકો ઘરવિહોણા થઈ ગયા છે. ઉત્તર ગાઝામાં ભાગ્યે જ કોઈ ઘર બચ્યા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે.
હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલના ઘણા લોકોને બંધક બનાવ્યા હતા. આ બંધકોને છોડાવવા માટે તેલ અવીવમાં વિરોધ કરી રહેલા લોકો.
ઇઝરાયલની સેનાના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 9 હજાર હમાસ આતંકવાદીઓ માર્યા ગયા છે.
ગાઝાની અડધી વસ્તીને પૂરતું ખાવાનું પણ મળતું નથી. ગાઝામાં 23 લાખથી વધુ લોકો રહે છે.
‘અલ-અક્સા ફ્લડ’ સામે ઇઝરાયેલનું ઓપરેશન ‘સ્વોર્ડ્સ ઓફ આયરન’
હમાસે 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. તેને ‘અલ-અક્સા ફ્લડ’ ઓપરેશન નામ આપવામાં આવ્યું છે. તેના જવાબમાં ઇઝરાયલની સેનાએ હમાસ વિરુદ્ધ ‘સ્વોર્ડ્સ ઓફ આયરન’ ઓપરેશન શરૂ કર્યું.
હમાસના મિલિટરી કમાન્ડર મોહમ્મદ દીફે કહ્યું- આ હુમલો ઇઝરાયલ દ્વારા જેરુસલેમની અલ-અક્સા મસ્જિદની અપવિત્રતાનો બદલો છે. ખરેખરમાં, ઇઝરાયલ પોલીસે એપ્રિલ 2023માં અલ-અક્સા મસ્જિદ પર ગ્રેનેડ ફેંક્યા હતા.
તેમજ, હમાસના પ્રવક્તા ગાઝી હમાદે અલ જઝીરાને કહ્યું – આ કાર્યવાહી તે આરબ દેશો માટે અમારો જવાબ છે જે ઇઝરાયલની નજીક વધી રહ્યા છે. હાલના દિવસોમાં, મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાઉદી અરેબિયા અમેરિકાની પહેલ પર ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપી શકે છે.
ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે કેમ છે વિવાદ?
મિડલ ઈસ્ટના આ વિસ્તારમાં ઓછામાં ઓછા 100 વર્ષથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે. અહીં વેસ્ટ બેન્ક, ગાઝા પટ્ટી અને ગોલાન હાઇટ્સ જેવા વિસ્તારો પર વિવાદ છે. પૂર્વ જેરુસલેમ સહિત આ વિસ્તારો પર પેલેસ્ટાઈન દાવો કરે છે. સાથે જ ઇઝરાયલ જેરુસલેમ પરનો પોતાનો દાવો છોડવા તૈયાર નથી.
ગાઝા પટ્ટી ઇઝરાયલ અને ઇજિપ્તની વચ્ચે છે. આ જગ્યા હાલ હમાસના નિયંત્રણમાં છે. આ ઇઝરાયલ વિરોધી જૂથ છે. સપ્ટેમ્બર 2005માં, ઇઝરાયલે ગાઝા પટ્ટીમાંથી તેના સૈન્યને પાછું ખેંચી લીધું. 2007માં ઇઝરાયલે આ વિસ્તાર પર અનેક નિયંત્રણો લાદ્યા હતા. પેલેસ્ટાઈનનું કહેવું છે કે વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટીમાં સ્વતંત્ર પેલેસ્ટાઈન રાષ્ટ્રની સ્થાપના થવી જોઈએ.