1 કલાક પેહલા
- કૉપી લિંક
આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ દંગલમાં બાળ કલાકાર તરીકે જોવા મળેલી સુહાની ભટનાગરનું માત્ર 19 વર્ષની વયે નિધન થયું છે. સુહાનીને ડર્માટોમાયોસાઇટિસ નામની દુર્લભ બીમારી હતી, જેના કારણે તેmનું સારવાર દરમિયાન મોત થયું હતું. સુહાનીને દવાનું રિએક્શન આવ્યું હતું જેના કારણે શરીરમાં પાણી ભરાઈ ગયું હતું. AIIMSમાં ચાલી રહેલી સારવાર દરમિયાન સમસ્યાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
આ પહેલીવાર નથી કે કોઈ સેલિબ્રિટીએ બીમારી કે સારવાર દરમિયાન કે અકાળે દુનિયાને અલવિદા કહ્યું હોય. સાઉથની પોપ્યુલર એક્ટ્રેસ આરતીએ પણ લાઈપોસોક્સનના કારણે નાની ઉંમરમાં જ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે એક કન્નડ એક્ટ્રેસ સાથે પણ આવું જ કંઈક થયું હતું. પોતાની ફિટનેસ માટે જાણીતા સિદ્ધાર્થ શુક્લાનું પણ અચાનક હાર્ટ એટેકથી અવસાન થયું હતું.
આજે એ સેલિબ્રિટીઝ પર એક નજર કરીએ જેમણે નાની ઉંમરમાં અકાળે અવસાનને કારણે આ દુનિયા છોડી દીધી હતી.
ચિરંજીવી સાથે ‘ઈન્દ્રા’ ફિલ્મમાં જોવા મળેલી એક્ટ્રેસ આરતીનું ન્યુ જર્સીમાં માત્ર 31 વર્ષની વયે અવસાન થયું હતું. આરતી અગ્રવાલ સાઉથમાં ખૂબ જ લોકપ્રિય હતી, પરંતુ વજન વધવાના કારણે તેમને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઇ ગયું હતું. સ્થૂળતાથી છુટકારો મેળવવા માટે આરતી ન્યુ જર્સીમાં લિપોસક્શન કરાવવા ગઈ હતી. આરતીને 6 જૂન, 2015ના રોજ લિપોસક્શન કરાવવાનું હતું, પરંતુ સર્જરી દરમિયાન તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. સર્જરી દરમિયાન તેમને હાર્ટ એટેક આવતા જ તેમનું મૃત્યુ થયું. તેમની ફિલ્મ ‘રાનમ-2’ તેમના મૃત્યુના એક દિવસ પહેલાં 5 જૂને રિલીઝ થઈ હતી.
70-80ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી સ્મિતા પાટીલનું 13 ડિસેમ્બર 1986ના રોજ માત્ર 31 વર્ષની વયે અવસાન થયું હતું. મૃત્યુના 15 દિવસ પહેલાં જ સ્મિતાએ પહેલા પુત્ર પ્રતીક બબ્બરને જન્મ આપ્યો હતો, પરંતુ ડિલિવરી બાદ સ્મિતા પાટિલની તબિયત બગડતી જતી હતી. 12 ડિસેમ્બરના રોજ અચાનક જ ખુબ તાવ આવ્યો અને લોહીની ઊલ્ટી થવા લાગી હતી. થોડા કલાકો પછી તેમની તબિયતમાં ચોક્કસપણે સુધારો થયો, પરંતુ બીજા દિવસે 13 ડિસેમ્બર 1986ના રોજ અચાનક તેમનું અવસાન થયું. મૃત્યુ સમયે તે કોમામાં હતી. ડૉક્ટરોએ તેમના મૃત્યુનું કારણ ડિલિવરીમાં તકલીફ હોવાનું જણાવ્યું હતું. સ્મિતાના મૃત્યુ બાદ તેની 10 ફિલ્મો રિલીઝ થઈ હતી.
કન્નડની લોકપ્રિય અભિનેત્રી ચેતનાનું માત્ર 22 વર્ષની વયે અવસાન થયું હતું. ખરેખર વર્ષ 2022માં ચેતના રાજની બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. સર્જરી દરમિયાન એક જટિલતાના કારણે ફેફસામાં પ્રવાહી ભરાવા લાગ્યું. ડોક્ટરોની બેદરકારીને કારણે 17 મે 2022ના રોજ સર્જરી દરમિયાન ચેતનાનું મૃત્યુ થયું હતું.
પોતાના સમયની લોકપ્રિય અભિનેત્રી નરગિસનું સ્વાદુપિંડ કેન્સરથી અવસાન થયું હતું. એક્ટ્રેસની સાથે-સાથે નરગિસ રાજકારણમાં પણ સક્રિય હતાં. 2 ઓગસ્ટ 1980ના રોજ રાજ્યસભાના સત્ર દરમિયાન તે બેહોશ થઈ ગઈ હતી. પ્રાથમિક સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને કમળો હોવાનું જણાવ્યું હતું. સારવાર દરમિયાન ખબર પડી કે તેમને સ્વાદુપિંડનું કેન્સર છે. ન્યુયોર્કમાં કેન્સરની સારવાર બાદ નરગીસને ભારત લાવવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત ફરી બગડતાં તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન નરગિસ 2 મેના રોજ કોમામાં જતી રહી, ત્યારબાદ બીજા દિવસે 3 મે 1981ના રોજ તેનું અવસાન થયું. આગના ડરને કારણે નરગિસની છેલ્લી ઈચ્છા હતી કે તેને સળગાવવામાં ન આવે કે દફનાવવામાં ન આવે. નરગિસના મૃત્યુના ચોથા દિવસે તેના પુત્ર સંજય દત્તની પ્રથમ ફિલ્મ ‘રોકી’નું પ્રીમિયર થયું હતું. 7 મે 1981ના રોજ યોજાયેલા પ્રીમિયરમાં નરગિસ માટે એક સીટ ખાલી રાખવામાં આવી હતી.
નરગિસની પુત્રી નમ્રતાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે નરગિસ કેન્સર સામેની જંગ જીત્યા હતા, પરંતુ તેમનું મોત યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનથી થયું હતું.
કેન્સરને કારણે આ કલાકારોના મોત
બોલિવૂડના સૌથી કુશળ અભિનેતા ગણાતા ઈરફાન ખાનનું કેન્સરની સારવાર દરમિયાન 29 એપ્રિલ 2020ના રોજ અવસાન થયું હતું. 2018માં ઈરફાનને કેન્સર હોવાનું નિદાન થયું હતું, જેની સારવાર યુકેમાં એક વર્ષ સુધી ચાલી હતી. ભારત પરત ફર્યા બાદ તેમણે ‘અંગ્રેજી મીડિયમ’ ફિલ્મમાં કામ કર્યું. 28 એપ્રિલ, 2020ના રોજ જ્યારે તેમની તબિયત બગડી ત્યારે તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમને કોલોન ઇન્ફેક્શનની સારવાર આપવામાં આવી. જો કે, બીજા દિવસે 29 એપ્રિલ 2020ના રોજ તેમનું અવસાન થયું. ઇરફાનની માતા સઇદા બેગમનું મૃત્યુ તેના મૃત્યુના 4 દિવસ પહેલાં જ થયું હતું.
વર્ષ 2018માં રિશી કપૂરને લ્યુકેમિયા હોવાનું નિદાન થયું હતું. ન્યૂયોર્કમાં તેમની સારવાર ચાલી રહી હતી. રિશી કપૂર એક વર્ષની સારવાર બાદ 26 સપ્ટેમ્બર 2019ના રોજ ભારત પરત ફર્યા હતા. 29 એપ્રિલ, 2020 ના રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે H.N.ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બીજા દિવસે 30 એપ્રિલ 2020 ના રોજ સવારે 8.45 વાગ્યે તેમનું અવસાન થયું હતું.
તેમના સમયના પ્રખ્યાત અભિનેતા ફિરોઝ ખાનનું 27 એપ્રિલ 2009ના રોજ ફેફસાના કેન્સરથી અવસાન થયું હતું. તેમની મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમને બેંગ્લોરના ફાર્મહાઉસમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું.
મોરા પિયા મૂસે બોલત નાહીં… ગીતના ગાયક અને પ્રખ્યાત સંગીતકાર આદેશ શ્રીવાસ્તવનું તેમના 51મા જન્મદિવસના એક દિવસ પહેલાં 5 સપ્ટેમ્બર 2015ના રોજ અવસાન થયું હતું. 31 ઓગસ્ટ 2015ના રોજ તેમને ત્રીજી વખત કેન્સર હોવાનું નિદાન થયું હતું. આ પછી તેમને મુંબઈની કોલિકાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત સતત બગડ્યા બાદ તેઓ લગભગ એક મહિના સુધી કોમામાં રહ્યા હતા. તેઓ કોમામાં જ 5 સપ્ટેમ્બરે મૃત્યુ પામ્યા હતા.
વિનંતી અને ચક્રવ્યુહ જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી અને ડિમ્પલ કાપડિયાની બહેન સિમ્પલ કાપડિયાને 2006માં કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેમની તબિયત બગડ્યા બાદ તેમને મુંબઈના અંધેરી વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 10 નવેમ્બર 2009ના રોજ તેમનું અવસાન થયું હતું.
જુનિયર મહમૂદ તરીકે જાણીતા અભિનેતા નઈમ સૈયદનું 67 વર્ષની વયે પેટના કેન્સરથી અવસાન થયું હતું. લગભગ 250 ફિલ્મોમાં જોવા મળેલા અભિનેતાએ 7 ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું હતું.
હાર્ટ એટેકને કારણે આ સેલેબ્સનું મોત
પોતાના સમયની સૌથી સુંદર એક્ટ્રેસ મધુબાલાનું માત્ર 35 વર્ષની વયે અવસાન થયું હતું. 1969માં જ્યારે તેની તબિયત બગડવા લાગી ત્યારે મધુબાલા તેમની કરિયર ઉપર ટોપ પર હતા. તે વર્ષે તેમને કમળાનો રોગ થયો હતો. જ્યારે તેના લોહીના રિપોર્ટ કરવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે તેને હિમેટુરિયા (પેશાબમાં લોહી) છે. તેમની સારવાર ચાલી રહી હતી ત્યારે 22 ફેબ્રુઆરી 1969ના રોજ મોડી રાત્રે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો. ઘણા કલાકોના સંઘર્ષ પછી 23 ફેબ્રુઆરી 1969ના રોજ સવારે 9:30 વાગ્યે મધુબાલાનું અવસાન થયું.
પ્રખ્યાત ગાયક કે.કે. 31 મે, 2022 ના રોજ તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેમનું અવસાન થયું હતું. ખરેખર, કે.કે. કોલકાતામાં એક કોન્સર્ટમાં પરફોર્મ કરવા ગયા હતા. કોન્સર્ટ પછી હોટલમાં આવતાં જ તેમની તબિયત બગડવા લાગી. હોટલ પર પહોંચતા જ તે બેભાન થયા હોય તેમની ટીમ તરત જ તેમને કલકત્તા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરો તેમને બચાવી શક્યા નહીં. રાત્રે 10.30 કલાકે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઓટોપ્સી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તેમના હૃદયમાં 80% બ્લોકેજ હતું’.
‘બાલિકા વધુ’ શો ફેમ એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બર 2022ના રોજ હાર્ટ એટેકથી અવસાન થયું હતું. અભિનેતા મૃત્યુ પહેલાં ખૂબ જ ફિટ હતો અને એક દિવસ અગાઉ વર્કઆઉટ કરીને ઘરે આવ્યો હતો. મોડી રાત્રે તેમને અસ્વસ્થતા લાગતી હતી ત્યારબાદ તેમણે તેની માતાને પાણી માગ્યું હતું. બીજા દિવસે તે જાગ્યો નહીં. ટીવી ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિયતા મેળવ્યા બાદ સિદ્ધાર્થે ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. મૃત્યુના થોડા મહિના પહેલાં જ ‘બિગ બોસ 13’નો ખિતાબ જીત્યો હતો. બિગ બોસ ઈતિહાસની આ સૌથી ફેવરિટ સીઝન હતી.
‘વોન્ટેડ’, ‘તુમકો ના ભૂલ પાયેંગે’, ‘કહીં પ્યાર ના હો જાયે’ જેવી ડઝનેક ફિલ્મોનો હિસ્સો રહેલા ઈન્દર કુમારનું માત્ર 44 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના મૃત્યુ પછી તેમની પત્નીએ કહ્યું હતું કે ઈન્દર કુમાર સૂતા પહેલાં ઠીક હતા, પરંતુ બીજા દિવસે સવારે તેઓ જાગ્યા ન હતા.
‘હમ સાથ સાથ હૈ’, ‘હમ આપકે હૈ કૌન’ અને ‘મૈને પ્યાર કિયા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં જોવા મળેલી રીમા લાગુનું માત્ર 65 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. 18 મે, 2017ના રોજ તેમને હાર્ટ એટેક આવ્યો, જેના પછી તેમને બપોરે 3.15 વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જોકે તેને બચાવી શકાયો નહતા. રીમા બોલિવૂડ ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવનારી પ્રિય એક્ટ્રેસ પૈકી એક હતા.
રાજુ શ્રીવાસ્તવને દિલ્હીના જીમમાં હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારે તેમને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેઓ ટ્રેડમિલ પર હતા. દિલ્હીની એઈમ્સમાં એન્જીયોપ્લાસ્ટી બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમના મગજમાં સોજો આવવા લાગ્યો હતો. લગભગ 42 દિવસ વેન્ટિલેટર પર રહ્યા બાદ 21 સપ્ટેમ્બર, 2022ના રોજ તેમનું અવસાન થયું હતું.
‘ભાબી જી ઘર પર હૈ’ ફેમ અભિનેતા દીપેશ ભાનનું 23 જુલાઈ 2022 ના રોજ અવસાન થયું. દીપેશ તેમના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે તેને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. મૃત્યુ સમયે દીપેશની ઉંમર માત્ર 41 વર્ષની હતી.
80ના દાયકાના સૌથી હેન્ડસમ એક્ટર ગણાતા વિનોદ મહેરાનું માત્ર 45 વર્ષની વયે અવસાન થયું. મુંબઈમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો. વિનોદ મહેરાના મૃત્યુના 6 મહિના પછી તેમના એકમાત્ર પુત્રનો જન્મ થયો હતો. તેમના મૃત્યુ પહેલાં વિનોદ નિર્માતા અને દિગ્દર્શક તરીકે તેમની પ્રથમ ફિલ્મ ‘ગુરુદેવ’ બનાવી રહ્યા હતા, જે અધૂરી રહી હતી.