દેગાના (નાગૌર)5 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજસ્થાનમાં નાગૌરના દેગાનામાં વિશ્વકર્મા જયંતી શોભાયાત્રા નીકળી હતી. SUV કારે 4 લોકોને કચડી નાંખ્યા હતા અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ગાડીઓ સાથે અથડાઈ હતી, અકસ્માતમાં કાર ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. ઘાયલો પૈકી બેની હાલત નાજુક છે.
આ ઘટના ગુરુવારે સવારે 11 વાગ્યે રાજસ્થાનના નાગૌરના દેગાનામાં બની હતી. અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં બોલેરો લોકોને કચડીને પસાર થઈ રહી છે.
મળતી માહિતી મુજબ જાંગીડ સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી રહી હતી. કારવા ગલી પાસે પાછળથી ધીમે-ધીમે જઈ રહેલી બોલેરોના ડ્રાઈવર ચાલક જવરુદ્દીનને (60)ને હાર્ટએટેક આવ્યો હતો અને તેણે વાહન પરનો પોતાનો કાબૂ ગુમાવ્યો હતો.
અકસ્માતની માહિતી મળતા જ દેગાણા હોસ્પિટલની બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
ડ્રાઈવરને હાર્ટએટેક આવતા બોલેરો થોડાક મીટર આગળ જઈ રહેલી વિશ્વકર્મા જયંતિ શોભાયાત્રામાં પગપાળા ચાલી રહેલા લોકોને કચડી નાંખ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાથી બજારમાં અફરાચફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોની સારવાર કરી હતી.
અકસ્માતમાં અલાટવા નિવાસી નારાયણ રામનો પુત્ર હરિરામ (78) અને પુંડલોટા નિવાસી પ્રભુરામનો પુત્ર દેવકરણ (65) ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને અજમેર રીફર કરાયા હતા. આ દરમિયાન, ટાંકીપુરા દેગાણાના રહેવાસી પ્રેમારામના પુત્ર મેઘારામ (62) અને દેગાણા નિવાસી ધર્મીચંદના પુત્ર શિવરાજ (29)ને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે.