16 મિનિટ પેહલાલેખક: કિરણ જૈન
- કૉપી લિંક
ટીઆરપી એટલે કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ એ ટીવી નિર્માતાઓ અને ચેનલો બંને માટે તેમના શોના પર્ફોર્મન્સને માપવાની સૌથી અસરકારક રીતોમાંની એક છે. BARC (બ્રૉડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ) એ તેનો આ અઠવાડિયાનો TRP (ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ) રિપોર્ટ જાહેર કર્યો છે.
જો આપણે તેના પર નજર કરીએ તો ગયા સપ્તાહની સરખામણીએ આ સપ્તાહના રેટિંગમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. સિરિયલ ‘અનુપમા’ ચાર્ટમાં ટોપ પર છે. ચાલો એક નજર કરીએ કે આ અઠવાડિયે કયો શો ટોચ પર હતો અને કયો પાછળ હતો:
1. અનુપમા
અનુપમા’ ખૂબ જ લોકપ્રિય શો છે. ‘અનુપમા’ TRP ચાર્ટમાં 2.7 મિલિયન વ્યુઅરશિપ ઇમ્પ્રેશન સાથે ટોપ પર છે. જો કે, શોમાં ગત સપ્તાહની સરખામણીમાં 0.1 પોઈન્ટનો થોડો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ શો હજુ પણ સારા માર્જિન સાથે ચાર્ટમાં નંબર વન પર છે.
શોનો વર્તમાન ટ્રેક અનુજ (ગૌરવ ખન્ના) અને અનુપમા (રુપાલી ગાંગુલી)ના ભૂતકાળ વિશે શીખતી શ્રુતિ (સુકીર્તિ કંદપાલ)ની આસપાસ ફરે છે. જ્યારે અનુપમા આધ્યાના ખાતર અનુજને ફરીથી ન મળવાનું નક્કી કરે છે, ત્યારે અનુજ તેને ગુમાવવા માગતો નથી.
2. ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’
‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ 2.4 મિલિયન દર્શકોની ઇમ્પ્રેશન સાથે બીજા સ્થાને યથાવત છે. આ શોમાં શક્તિ અરોરા અને ભાવિકા શર્મા લીડ રોલમાં છે.
3. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ/ઝનક
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ 2.3 મિલિયન દર્શકોની ઇમ્પ્રેશન સાથે ત્રીજા નંબરે છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં શોના રેટિંગમાં ઉછાળો આવ્યો છે. આ શોની ચોથી પેઢી ધીરે ધીરે દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ રહી છે.જ્યારે, સિરિયલ ‘ઝનક’એ 2.3 મિલિયન વ્યુઅરશિપની ઇમ્પ્રેશન મેળવી છે.
4. ઇમલી
ઇમલી આ સપ્તાહના TRP ચાર્ટમાં પાંચમા સ્થાને છે. તેને 1.9 મિલિયન વ્યુઅરશીપ ઇમ્પ્રેશન મળી. આ શોમાં લોકપ્રિય કલાકારો અદ્રિજા રોય અને સાઈ કેતન રાવ મુખ્ય ભૂમિકામાં છે.
5. પંડ્યા સ્ટોર / તેરી મેરી ડોરિયાં / ‘શિવ શક્તિ – તપ ત્યાગ તાંડવ’
‘પંડ્યા સ્ટોર’, ‘તેરી મેરી ડોરિયાં’ અને ‘શિવ શક્તિ – તપ ત્યાગ તાંડવ’ 1.8 મિલિયન વ્યુઅરશિપ ઇમ્પ્રેશન સાથે ટોચના 5માં યથાવત છે. ત્રણેય શોએ TRP ચાર્ટમાં પાંચમું સ્થાન મેળવ્યું છે.
BARC કેવી રીતે TRP ચેક કરે છે?
બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) હજારો ફ્રીક્વન્સીમાંથી ડેટા લઈને સમગ્ર ટીવી ચેનલોની ટીઆરપીનો અંદાજ કાઢે છે. આ એજન્સી TRP માપવા માટે ખાસ ગેજેટનો ઉપયોગ કરે છે. ટીઆરપી માપવા માટે કેટલીક જગ્યાએ બેરોમીટર લગાવવામાં આવ્યા છે. કયો પ્રોગ્રામ અથવા ચેનલ સૌથી વધુ અને કેટલી વાર જોવામાં આવે છે તે શોધવા માટે આ બેરોમીટર ચોક્કસ ફ્રીક્વન્સીઝનો ઉપયોગ કરે છે.
આ મીટર દ્વારા દર મિનિટે ટીવીની માહિતી મોનિટરિંગ એજન્સીને મોકલવામાં આવે છે. આ ટીમ બેરોમીટરથી મળેલી માહિતીનું વિશ્લેષણ કરે છે અને નક્કી કરે છે કે કઈ ચેનલ કે પ્રોગ્રામની TRP કેટલી છે.
ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ (TRP) અનુસાર સૌથી વધુ લોકપ્રિય ચેનલોની યાદી બનાવવામાં આવે છે અને પછી ટોચની 10 TRP ટીવી સિરિયલો, ટીવી ન્યૂઝ ચેનલોનો ડેટા સાપ્તાહિક અથવા માસિક ધોરણે જાહેર કરવામાં આવે છે.
TRP કેટલી જરૂરી છે?જાહેરાતકર્તાઓ માટે ટીઆરપી ખૂબ જ જરૂરી છે કારણ કે તે જાહેરાતકર્તાઓને સરળતાથી જાણવામાં મદદ કરે છે કે કઈ ચેનલ પર તેમની પ્રોડક્ટને અથવા સેવાઓ જાહેરાત દ્વારા મહત્તમ લાભ મેળવશે. દરેક જાહેરાતકર્તા સૌથી વધુ ટીઆરપી સાથે ચેનલ પર જાહેરાત કરવાનું પસંદ કરે છે.