નાસિક5 મિનિટ પેહલા
- કૉપી લિંક
નાસિકમાં એક ખાનગી હોસ્પિટલના ડૉક્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના નાસિકમાં શુક્રવારે રાત્રે એક ખાનગી હોસ્પિટલના ડૉક્ટરની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપી વ્યક્તિએ ડોક્ટરની ગળા પર તિક્ષ્ણ હથિયારથી ઉપરાછાપરી 18 ઘા મારતા હુમલો કર્યો હતો.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોઈ શકાય છે કે ડોક્ટર ફોન પર વાત કરી રહ્યા છે. આ દરમિયાન આરોપીઓ તેમના પર હુમલો કરે છે. હાલ ડોક્ટરની સારવાર ચાલી રહી છે અને તેની હાલત નાજુક છે.
ઘટનાની બે તસવીરો…
ડોક્ટર ફોન પર વાત કરી રહ્યા છે અને આરોપી તેની પાસે ઉભો છે.
આરોપી અચાનક તિક્ષ્ણ હથિયાર કાઢે છે અને ડૉક્ટર પર હુમલો કરે છે.
જમીનના સોદા બાબતે ઝઘડો થયો હતો
આ ઘટના શુક્રવારે રાત્રે 9 વાગે નાશિક પંચવટી ખાતેની સુયોગ નામની ખાનગી હોસ્પિટલમાં બની હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું નામ ડૉ.કૈલાશ રાઠી છે, જ્યારે આરોપીનું નામ રાજેન્દ્ર મોરે છે. તે ફરાર થી ગયો હતો. પોલીસે કેસ નોંધી આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે ડો. કૈલાશ રાઠી અને આરોપી રાજેન્દ્ર મોરે વચ્ચે જમીનના સોદા અંગે બે વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. ઘટનાની રાત્રે આરોપી રાજેન્દ્ર મોરે હોસ્પિટલમાં ડોક્ટર કૈલાશ પાસે તેના રુપિયા માંગવા ગયો હતો. થોડા સમય બાદ જ્યારે તેને મોકો મળ્યો તો તેણે તબીબના ગળા પર તિક્ષ્ણ હથિયારથી ઉપરાછાપરી ઘા મારીને હુમલો કર્યો અને ભાગી ગયો.
આ સમાચાર પણ વાંચો…
ફેસબુક લાઈવમાં ઉદ્ધવ જૂથના નેતાની હત્યા, સુરક્ષા ગાર્ડની બંદૂકથી ગોળી
મુંબઈના દહિસર વિસ્તારમાં ઉદ્ધવ જૂથના નેતા અને પૂર્વ કાઉન્સિલર અભિષેક ઘોષાલકરની 8 ફેબ્રુઆરીની રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અભિષેક ફેસબુક લાઈવ પર ચર્ચા કરી રહ્યો હતો. હુમલા બાદ આરોપીએ પણ 4 ગોળીઓ મારીને આત્મહત્યા કરી લીધી હતી. હુમલાખોરની ઓળખ મોરિસ નરોન્હા તરીકે થઈ છે.
શિવસેનાના નેતાને ગોળી મારનાર ભાજપના ધારાસભ્યની ધરપકડઃ આરોપીએ કહ્યું- હા મેં ગોળી મારી હતી, મને કોઈ પસ્તાવો નથી
મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં જમીન વિવાદને કારણે ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને તેમના એક સાથીએ શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડને પોલીસ સ્ટેશનની અંદર ગોળી મારી દીધી હતી. બંને એકબીજા સામે ફરિયાદ નોંધાવવા હિલ લાઇન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.