46 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમે સિંગાપોર એર શોમાં ભાગ લીધો હતો. X પરની એક પોસ્ટમાં, સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમે જણાવ્યું હતું કે, અમારી અત્યાર સુધીની સફરમાં, અમે દરેક પડકારોનો સફળતાથી સામનો કર્યો છે અને અમારા દરેક વિજયની ઉજવણી કરવા અમે આતૂર છીએ. ભારતીય વાયુસેનાની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ધ્રુવ)નું નિર્માણ કર્યું છે, જેણે 24 ફેબ્રુઆરીએ સિંગાપોર એર શોમાં પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સારંગ ટીમ 12 ફેબ્રુઆરીએ સિંગાપોર આવી હતી અને સિંગાપોર એરફોર્સ (RSAF)ના ચાંગી એર બેઝ પરથી તેનું સંચાલન કરાયું હતું. સિંગાપોર એર-શો 20થી 24 ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો. આ એર શોમાં ભારત, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વભરની વિવિધ ડિસ્પ્લે ટીમોએ ભાગ લીધો હતો. આ એર-શોમાં મુખ્ય એરક્રાફ્ટ, સિસ્ટમ ઉત્પાદકો અને ઓપરેટરો પણ પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતુ.