બેંગલુરુ46 મિનિટ પેહલા
- કૉપી લિંક
બેંગલુરુ મેટ્રોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. BMRCLએ સિક્યોરિટી સુપરવાઈઝરને હટાવ્યા છે.
બેંગલુરુ મેટ્રો સ્ટેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રાજાજીનગર મેટ્રો સ્ટેશનના સ્ટાફ દ્વારા એક ખેડૂતને તેના કપડા ગંદા હોવાને કારણે મેટ્રોમાં પ્રવેશ કરતા રોકવામાં આવ્યા હતા.
જે ઘટના સામે આવી છે તેના વીડિયોમાં એક વૃદ્ધ ખેડૂત બેગ ચેકિંગ પોઈન્ટ પર ઊભેલા દેખાય છે. તેમના માથા પર સામાનની બોરી રાખેલી છે. વીડિયોમાં એક વ્યક્તિનો અવાજ સંભળાય છે જે ખેડૂતને મેટ્રોમાં પ્રવેશતા રોકવાનો વિરોધ કરી રહ્યો છે.
કાર્તિક સી એરાની નામનો વ્યક્તિ મેટ્રો સિક્યુરિટી સુપરવાઈઝરને ખેડૂતને રોકવાનું કારણ પૂછી રહ્યો છે. તે અધિકારીઓને પૂછે છે કે શું મેટ્રોમાં મુસાફરી કરવા માટે કોઈ ડ્રેસ કોડ છે.
કાર્તિક વધુમાં કહે છે, ‘વ્યક્તિ એક ખેડૂત છે અને તેની પાસે મેટ્રોમાં મુસાફરી કરવા માટે જરૂરી ટિકિટ છે. તેની બેગમાં એવી કોઈ વસ્તુ નથી જેને મેટ્રોમાં લાવવાની મનાઈ હોય. તેની પાસે માત્ર કપડાં છે. કયા આધારે ખેડૂતને મેટ્રોમાં પ્રવેશ કરતા અટકાવવામાં આવી રહ્યા છે?”
એરાનીએ અધિકારીઓને વધુમાં કહ્યું કે મને એવો નિયમ બતાવો જે મેટ્રો મુસાફરો માટે ડ્રેસ કોડ ફરજિયાત હોય. શું મેટ્રોમાં VIP લોકોને રોકવામાં આવે છે? આ જાહેર પરિવહન છે.
ખેડૂતને મેટ્રોમાં એન્ટ્રી આપવામાં આવી ન હતી. અન્ય લોકોએ ખેડૂતનો અવાજ ઉઠાવ્યો અને અધિકારીઓને સવાલ કર્યા હતા.
અન્ય મુસાફરોએ પણ કાર્તિકને સાથ આપ્યો
આ સમય દરમિયાન વધુ લોકો કાર્તિકને સપોર્ટ કરવા આવે છે. તેમાંથી એક વ્યક્તિનું કહેવું છે કે મેટ્રોમાં પ્રતિબંધિત સામાન લઈ જવામાં આવે તો જ કોઈને રોકી શકાય છે. આ માણસ ગામડામાંથી આવતો ખેડૂત છે. જો તેઓ મેટ્રોમાં કોઈ પ્રતિબંધીત સામાન લઈ જઈ રહ્યા હોય., તો તેમને એન્ટ્રી કરતા અટકાવવા વાજબી છે. જો ખેડૂત પાસે આવો કોઈ પ્રતિબંધીત સામાન હોય તો અમે તમારા નિર્ણય સાથે સહમત થઈશું. મેટ્રો અધિકારીઓનું આવું વર્તન ઘોર ભેદભાવપૂર્ણ છે.
BMRCLએ સિક્યોરિટી સુપરવાઈઝરને સસ્પેન્ડ કર્યા
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. BMRCLએ ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે નમ્મા મેટ્રો પબ્લિક ટ્રાન્સપોર્ટ છે. રાજાજીનગર મેટ્રો સ્ટેશન પર બનેલી ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. ત્યાંના સિક્યોરિટી સુપરવાઈઝરને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. BMRCL પેસેન્જરને થયેલી અસુવિધા બદલ દિલગીર વ્યક્ત કરી છે. મેટ્રો સેવા દરેક માટે એક સમાન છે.
આ સમાચાર પણ વાંચો….
દિલ્હી મેટ્રોના ગેટમાં સાડી ફસાઈ, મહિલાનું મોત: પ્લેટફોર્મ પર ઢસડાતી ગઈ, પછી પાટા પર પડી; સારવાર દરમિયાન મૃત્યુ થયું
દિલ્હી મેટ્રોના ગેટમાં સાડી ફસાઈ જતાં 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું. દિલ્હીના ઈન્દ્રલોક મેટ્રો સ્ટેશન પર મેટ્રોના દરવાજામાં રીના નામની મહિલાની સાડી ફસાઈ ગઈ હતી. આ પછી ગેટ બંધ થઈ ગયા અને મેટ્રો દોડવા લાગી. રીના ચાલતી મેટ્રો સાથે ખેંચાતી રહી. આ પછી તે ટ્રેક પર પડી ગઈ. મહિલાને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રીનાનું શનિવારે (16 ડિસેમ્બર) સારવાર દરમિયાન મોત થયું હતું.