4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલના PM નેતન્યાહુ સાથે હાથ મિલાવતા અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે 4 માર્ચ એટલે કે આવતા સોમવાર સુધીમાં સીઝફાયર થઈ શકે છે. ન્યૂયોર્ક સિટીમાં NBC ચેનલના શો માટે આઈસ્ક્રીમ શોપ પર પહોંચેલા બાઈડને કહ્યું – મને દેશના NSA દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે સીઝફાયરની ખૂબ નજીક છીએ.
અમેરિકન મીડિયા સીએનએન અનુસાર, ઇઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયર કરાર સાથે જોડાયેલી કેટલીક શરતો પર સહમતિ બની છે. જે બાદ બંને પક્ષો વચ્ચે સીઝફાયર અને ઇઝરાયલના બંધકોને મુક્ત કરવાની શક્યતા વધી ગઈ છે. ખરેખરમાં, 23 ફેબ્રુઆરીએ ફ્રાન્સમાં અમેરિકા, ઇજિપ્ત, ઇઝરાયલ અને કતારના અધિકારીઓ વચ્ચે એક બેઠક મળી હતી.
આ ફૂટેજ NBCના નાઈટ શોના છે, જેના માટે બાઈડન ન્યૂયોર્કમાં આઈસ્ક્રીમની શોપ પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઇઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયરની વાત કરી હતી.
હમાસ પ્રથમ તબક્કામાં ઇઝરાયલની મહિલાઓ અને બાળકોને મુક્ત કરશે
CNN અનુસાર, બેઠકની જાણકારી ધરાવતા રાજદ્વારી સૂત્રએ કહ્યું છે કે સીઝફાયરનો પ્રથમ તબક્કો 6 અઠવાડિયા સુધી ચાલી શકે છે. આ સમય દરમિયાન હમાસ દ્વારા બંધક બનાવાયેલી ઇઝરાયલની મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને મુક્ત કરવામાં આવશે. ઇઝરાયલ પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરશે.
CNN સાથે વાત કરતા એક અમેરિકન અધિકારીએ કહ્યું- હમાસ ગાઝામાંથી ઇઝરાયલના સૈનિકોને હટાવવા અને યુદ્ધ સમાપ્ત કરવાની માંગ કરી રહ્યું હતું. સીઝફાયરમાં આ એક મોટી અડચણ હતી, જે હાલમાં ઉકેલાઈ ગઈ છે.
ઇઝરાયલ રાફામાં હુમલો કરે છે જ્યારે હમાસ યુદ્ધ બંધ કરવા માંગે છે
જો કે, ઇઝરાયલના સૈનિકોને મુક્ત કરવા અને યુદ્ધ બંધ કરવાના મુદ્દે વાતચીત ફરી અટકી શકે છે. ઇઝરાયલના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાફામાં સૈન્ય કાર્યવાહી શરૂ કરવા માંગે છે. સાથે જ હમાસે કહ્યું છે કે તે બીજા તબક્કામાં યુદ્ધ ખતમ કરવાના મુદ્દા પર વાત કરવા માંગે છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલનરે કહ્યું- અમને આશા છે કે બંને પક્ષો વચ્ચે ટૂંક સમયમાં સમજૂતી થઈ જશે. જો હમાસ ખરેખર પેલેસ્ટાઈનની ચિંતા કરે તો તેણે શરતો સ્વીકારવી પડશે.
CBS ન્યૂઝ સાથે વાત કરતા ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ કહ્યું હતું કે અમે રાફામાં ઇઝરાયલના સૈનિકો મોકલવાની યોજના બનાવી રહ્યા છીએ. જો કે, અમેરિકાએ યોજના વિના 15 લાખ પેલેસ્ટિનિયનોના જીવન જોખમમાં મૂકવા સામે ચેતવણી આપી હતી.
નેતન્યાહુએ કહ્યું- બંધકોની મુક્તિ પર કોઈ સમજૂતી નહીં થાય તો પણ રાફા પર હુમલો કરીશુ
નેતન્યાહુએ કહ્યું- જો બંધકોની મુક્તિ માટે હમાસ સાથે કોઈ સમજૂતી નહીં થાય તો પણ અમે ત્યાં સેના મોકલીશું. અમારો હેતુ સંપૂર્ણ વિજય હાંસલ કરવાનો છે. અમે હમાસના છેલ્લા ગઢને એવી રીતે છોડી શકએ નહીં.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરના રોજ યુદ્ધ શરૂ થયું હતું. અલ જઝીરાના જણાવ્યા અનુસાર, આમાં અત્યાર સુધીમાં ગાઝાના લગભગ 29 હજાર 800 લોકોના મોત થયા છે. 70 હજાર ઘાયલ છે. ઇઝરાયેલમાં હમાસના હુમલામાં 1139 લોકો માર્યા ગયા છે.