42 મિનિટ પેહલા
- કૉપી લિંક
યામી ગૌતમ અભિનીત ‘આર્ટિકલ 370’ વર્કિંગ ડેના દિવસોમાં પણ શાનદાર બિઝનેસ કરી રહી છે. સોમવારે ભારતીય બોક્સ ઓફિસ પર 3 કરોડ 60 લાખ રૂપિયાની કમાણી કર્યા બાદ મંગળવારે ફિલ્મે 3 કરોડ 55 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સાથે, આ ફિલ્મનું કુલ ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન હવે 32 કરોડ 60 લાખ રૂપિયા અને વિશ્વભરમાં કલેક્શન 44 કરોડ 60 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે.
યામીએ ચાહકોનો આભાર માન્યો હતો
આ પહેલા ફિલ્મની સફળતા જોઈને અભિનેત્રી યામી ગૌતમે પણ દર્શકોનો આભાર માનતી એક પોસ્ટ શેર કરી છે. તેણે ટ્વીટમાં લખ્યું, ‘જ્યારે અમે ‘આર્ટિકલ 370′ બનાવી રહ્યા હતા ત્યારે ઘણા લોકોએ કહ્યું હતું કે દર્શકોને આ ફિલ્મ પસંદ નહીં આવે. લોકોએ કહ્યું કે આ એક ખૂબ જ ટેકનિકલ ફિલ્મ છે પરંતુ તમામ દર્શકોનો આભાર કે તમે તેમને ખોટા સાબિત કર્યા. અમારી નાની ફિલ્મને આટલો પ્રેમ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિંદ.’
આ ફિલ્મે 5 દિવસમાં ગ્લોબલી 44 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે.
‘ક્રેક’ 5 દિવસમાં 10 કરોડને પાર
બીજી તરફ વિદ્યુત જામવાલની ફિલ્મ ‘ક્રેક’એ પાંચ દિવસમાં 10 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. સોમવારે ફિલ્મે 1 કરોડ 10 લાખ રૂપિયાની કમાણી કરી હતી. અને મંગળવારે 1 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ સાથે ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 5 દિવસમાં 10 કરોડ 91 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે.

ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ‘ક્રેક’નો મંગળવારનો બિઝનેસ શેર કર્યો છે.
TBMAUJ ગ્લોબલી 150 કરોડની નજીક
આ બધાની વચ્ચે શાહિદ-ક્રિતીની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ ત્રીજા સપ્તાહમાં પણ સારો બિઝનેસ કરી રહી છે. તે ટૂંક સમયમાં વૈશ્વિક સ્તરે રૂ. 150 કરોડ અને ભારતીય બોક્સ ઓફિસ પર રૂ. 100 કરોડનો આંકડો પાર કરવા જઇ રહી છે. આ ફિલ્મે 17 દિવસમાં વૈશ્વિક સ્તરે રૂ. 133.43 કરોડ અને ભારતીય બોક્સ ઓફિસ પર રૂ. 78.83 કરોડનો બિઝનેસ કર્યો છે.

આ ફિલ્મે 17 દિવસમાં વૈશ્વિક સ્તરે રૂ. 133.43 કરોડ અને રાષ્ટ્રીય સ્તરે રૂ. 78.83 કરોડની કમાણી કરી છે.
આવતા અઠવાડિયે 41 ફિલ્મો રિલીઝ થશે
‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’ સિવાય આ વર્ષે ફેબ્રુઆરીમાં મોટી સ્ટાર કાસ્ટવાળી કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. ફિલ્મ ત્રીજા સપ્તાહમાં પણ સારો બિઝનેસ કરી રહી છે. જો કે, 1 માર્ચે દેશભરમાં તમામ ભાષાઓમાં મળીને 41 ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. આમાં બોલિવૂડની ‘લાપતા લેડીઝ’, ‘દંગે’ અને ‘કાગઝ-2’ છે.