મુંબઈ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેએલ રાહુલ ધર્મશાલા ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે જસપ્રીત બુમરાહ કમબેક કરશે. એટલું જ નહીં, પસંદગીકારોએ વોશિંગ્ટન સુંદરને રણજી ટ્રોફીની સેમિફાઈનલ રમવા માટે નેશનલ ટીમમાંથી રિલીઝ કર્યો છે.
બોર્ડે ગુરુવારે કહ્યું હતું કે રાહુલ ઇંગ્લેન્ડ સામેની 5 મેચની શ્રેણીની છેલ્લી મેચ નહીં રમે. તે મેચ ફિટનેસ હાંસલ કરી શક્યો નથી. BCCIની મેડિકલ ટીમ તેની ઈજા પર નજર રાખી રહી છે. બુમરાહને રાંચી ટેસ્ટમાંથી આરામ આપ્યો હતો. આ બંને સિવાય પસંદગીકારોએ વોશિંગ્ટન સુંદરને રણજી ટ્રોફી રમવા માટે રાષ્ટ્રીય ટીમમાંથી રિલીઝ કરી દીધો છે. ધર્મશાલા ટેસ્ટ 7 માર્ચથી 11 માર્ચ વચ્ચે રમાશે.
રાહુલની ઇંગ્લેન્ડમાં સારવાર ચાલી રહી છે
કેએલ રાહુલ ઈજાની સારવાર માટે ઇંગ્લેન્ડ ગયો છે. આ અંગે BCCIએ કહ્યું કે બોર્ડની મેડિકલ ટીમ નિષ્ણાતની દેખરેખ હેઠળ તેની ઈજા પર નજર રાખી રહી છે.
કેએલ રાહુલને ઇંગ્લેન્ડ સામેની હૈદરાબાદ ટેસ્ટ દરમિયાન તેના જમણા ક્વાડ્રિસેપ્સમાં દુખાવો થયો હતો.
રાહુલ પ્રથમ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો
કેએલ રાહુલને ઇંગ્લેન્ડ સામેની હૈદરાબાદ ટેસ્ટ દરમિયાન તેના જમણા ક્વાડ્રિસેપ્સમાં દુખાવો થયો હતો. ગયા વર્ષે તેણે ક્વાડ્રિસેપ્સ સર્જરી કરાવી હતી. આ પછી તે બાકીની મેચમાં રમી શક્યો નહોતો.
ભારતે શ્રેણી જીતી લીધી, રાંચી ટેસ્ટ 5 વિકેટે જીતી
ભારતીય ટીમે છેલ્લી મેચ પહેલા જ શ્રેણીમાં અજેય લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ રાંચી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
પાંચમી ટેસ્ટ માટે ભારતની અપડેટેડ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), દેવદત્ત પડ્ડીકલ, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર અને આકાશ દીપ.