મુંબઈ50 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે 1 માર્ચે ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 72,915ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે નિફ્ટી પણ 140 અંક વધીને 22,120ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 27માં વધારો અને 3માં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી
અગાઉ ગઈકાલે એટલે કે 29મી ફેબ્રુઆરીએ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 195 પોઈન્ટના ઉછાળા સાથે 72,500ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 31 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 21,982ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 22માં ઉછાળો અને 8માં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ અને ઓટો શેર્સમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. પેટીએમના શેર 1.92% વધ્યા હતા.