12 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ગત સપ્તાહે શનિવાર 02, માર્ચ 2024ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) અને બીએસઈ-બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર સ્પેશ્યલ લાઈવ ટ્રેડીંગ સત્ર યોજાયું હતું તેમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો. આ ખાસ ટ્રેડીંગ સત્ર એક્સચેન્જ દ્વારા ઈન્ટ્રા-ડે તેની ડિઝાસ્ટર રિકવરી(ડીઆર) સાઈટ પર સ્વિચ કરવાના હેતુથી યોજવામાં આવ્યું હતું. કોઈપણ અઘટિત ઘટના ઘટવાના સંજોગોમાં એક્સચેન્જની ટ્રેડીંગ કામગીરી પર અસર થવાના સંજોગોમાં એક્સચેન્જની કામગીરીને ચાલુ રહી શકે એ માટે એક્સચેન્જોને મજબૂતી આપવા આ સ્પેશ્યલ ટ્રેડીંગ સેશન યોજાયું હતું.
ત્રીજા ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્ર 8.4%ના જીડીપી ગ્રોથ સાથે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યુ છે. ત્યારે અર્થતંત્રની તેજ રફ્તારની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની ભારતીય શેરબજારમાં વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદી સાથે નીચા મથાળે નવી લેવાલી નોંધાતા બીએસઈ સેન્સેક્સે 73994.70 પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે 22547.00 પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં ડબલ ડિજિટ વૃદ્ધિ તથા માઇનિંગ અને કન્ટ્રકશન સેક્ટરમાં સારા દેખાવને પગલે ત્રીજા કવાર્ટરમાં જીડીપીમાં વૃદ્ધિ જોવા મળી છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા કવાર્ટર એટલે કે ઓક્ટોબર થી ડિસેમ્બર 2023 સુધીના સમયગાળામાં દેશનો જીડીપી વધીને 8.4% રહ્યો છે. જીડીપીના આંકડા ત્રીજા કવાર્ટરમાં 8.4%નો શાનદાર જીડીપી ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતી અને તેની ક્ષમતા દર્શાવે છે, જો કે વૈશ્વિક અર્થતંત્રની ચિંતાને લઈને વિદેશી રોકાણકારો વિશ્વભરના ઈક્વિટી બજારોમાં સાવચેતીભર્યું રોકાણ કરી રહ્યા છે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાની શકયતા તથા નબળા વૈશ્વિક અર્થતંત્રને કારણે એફપીઆઈએ 2023માં વિશ્વભરની ઈક્વિટીઝ બજારમાં જંગી વેચાણ કર્યું હતું. વર્તમાન 2024ના વર્ષમાં પણ અત્યારસુધી એફપીઆઈની કેશમાં નેટ વેચવાલી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષથી ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની સક્રિયતા વધી છે જેનો બજારને ટેકો મળતો હોવાનું જોવા મળે છે. દેશના મ્યુચ્યુઅલ ફન્ડસ ઉદ્યોગની એસેટ અન્ડર મેનેજમેન્ટનો આંક રૂ.50 લાખ કરોડને પાર કરી ગઈ છે જે દેશના સંસ્થાકીય રોકાણકારો મજબૂત સ્થિતિમાં હોવાના સંકેત આપે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહેલી વિદેશી રોકાણકારોની અનિશ્ચિત ચાલને પરિણામે દેશના ફોરેકસ રિઝર્વ પર તથા ઈક્વિટી માર્કેટ પર તેની પ્રતિકૂળ અસરના પરિણામો ગંભીર આવી શકે છે. ભારતનું અર્થતંત્ર ફન્ડામેન્ટલ ઝોનમાં હોવા છતાં એફપીઆઈની આક્રમક વેચવાલી ચિંતાનો વિષય બની શકે છે. જેથી અગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.
( BSE CODE – 500049 )
ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડની સ્થાપના વર્ષ 1954માં બેંગ્લોર ઈન્ડિયા ખાતે ભારત સરકાર દ્વારા સંરક્ષણ મંત્રાલય હેઠળ ભારતીય સંરક્ષણ સેવાઓની વિશિષ્ટ ઈલેક્ટ્રોનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવી હતી. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભારતીય સંરક્ષણ ક્ષેત્રમાં એક અગ્રણી સ્થાન ધરાવે છે. કંપની મુખ્યત્વે સંરક્ષણ સેવાઓને વ્યૂહાત્મક ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોના ઉત્પાદન અને પુરવઠામાં રોકાયેલી નવરત્ન જાહેર ક્ષેત્રનો ઉપક્રમ છે. કંપની વર્ષોથી ભારત અને વિદેશમાં વિવિધ ક્ષેત્રોમાં ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરતી મલ્ટિ-પ્રોડક્ટ, મલ્ટિ-ટેક્નોલોજી અને મલ્ટિ-યુનિટ કંપની છે. કંપનીએ ડિજિટલ ફ્લાઇટ કંટ્રોલ કોમ્પ્યુટર (DFCC) ના એસેમ્બલી નિરીક્ષણ અને પરીક્ષણ માટે એક જ છત નીચે અત્યાધુનિક સંકલિત ઉત્પાદન સુવિધા સ્થાપી છે.
ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. એરોસ્પેસ એન્ડ ડિફેન્સ સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.01 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.1,50,471.80 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.10.66 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.209.00 અને ઘટીને રૂ.89.68 થયો છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : ડિસેમ્બર – 2023 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 51.14% અને પબ્લિકનું હોલ્ડીંગ 48.86% આવેલ.
બોનસ શેર : વર્ષ 2022 માં 2:1 શેર બોનસ આપેલ છે.
ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2020માં શેરદીઠ રૂ.2.80, વર્ષ 2021માં શેરદીઠ રૂ.2.60, વર્ષ 2022માં શેરદીઠ રૂ.3.00, વર્ષ 2023માં શેરદીઠ રૂ.1.20 અને વર્ષ 2024માં શેરદીઠ રૂ.0.70 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.
નાણાકીય પરિણામ :
(1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2022 થી માર્ચ 2023 : ચોખ્ખું વેચાણ રૂ.15,313.76 કરોડની તુલનાએ વધીને રૂ.17,646.20 કરોડ મેળવીને એનપીએમ 17.04% ચોખ્ખો નફો રૂ.2348.93 કરોડની તુલનાએ વધીને રૂ.3006.67 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.4.11 નોંધાવી છે.
(2) પ્રથમ ત્રિમાસિક જુલાઈ 2023 થી સપ્ટેમ્બર 2023 : ચોખ્ખું વેચાણ રૂ.3510.84 કરોડથી વધીને રૂ.3993.32 કરોડ મેળવીને એનપીએમ 20.34% થકી ચોખ્ખો નફો રૂ.530.84 કરોડની તુલનાએ વધીને રૂ.812.34 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.11 નોંધાવી છે.
(3) બીજું ત્રિમાસિક ઓક્ટોબર 2023 થી ડિસેમ્બર 2023 : ચોખ્ખું વેચાણ રૂ.3993.32 કરોડથી વધીને રૂ.4136.69 કરોડ મેળવીને એનપીએમ 21.59% થકી ચોખ્ખો નફો રૂ.812.34 કરોડની તુલનાએ વધીને રૂ.893.30 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.22 નોંધાવી છે.
એરોસ્પેસ એન્ડ ડિફેન્સ સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.206 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.188 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.223 થી રૂ.230 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૂ.233 ઉપર તેજી તરફી ધ્યાન.
એનબીસીસી (ઈન્ડિયા) લિ.
( BSE CODE – 534309 )
NBCC (ઇન્ડિયા) લિ.ની સ્થાપના ભારત સરકારની સંપૂર્ણ માલિકીના ઉપક્રમ તરીકે હાઉસિંગ એન્ડ સપ્લાય મંત્રાલય (MoWHS) હેઠળ કરવામાં આવી હતી જે હવે શહેરી વિકાસ મંત્રાલય (MoUD) તરીકે ઓળખાય છે. નેશનલ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન (NBCC) લિમિટેડને 15 નવેમ્બર 1960ના રોજ પ્રાઈવેટ લિમિટેડ કંપની તરીકે સામેલ કરવામાં આવી હતી. NBCC (ઇન્ડિયા) અગાઉ નેશનલ બિલ્ડીંગ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ એ હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળની ભારત સરકારની નવરત્ન એન્ટરપ્રાઇઝ છે. વર્ષ 1977માં NBCCએ વિદેશી બજારમાં સાહસ કર્યું અને લિબિયા, ઇરાક, યમન, નેપાળ, માલદીવ્સ, મોરિશિયસ, તુર્કી અને બોત્સ્વાના જેવા દેશોમાં વિવિધ અને જટિલ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. કંપનીની સરકારી મિલકતોનો પુનઃવિકાસ, રસ્તાઓ, હોસ્પિટલો અને મેડિકલ કોલેજ, સંસ્થાઓ, ઓફિસો, એરપોર્ટ્સ તેમજ બ્રિજ બનાવતી અગ્રણી કંપની છે. એનબીસીસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટમાં તેમજ ઇપીસી તરીકે ઓળખાતી કામગીરી કરી રહી છે જેમાં તે ચીમની, કૂલિંગ, ટાવર અને વિવિધ પ્રકારના પાવર પ્લાન્ટ વર્ક્સ જેવા પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરી રહી છે.
એનબીસીસી (ઈન્ડિયા) લિ. સિવિલ કન્સ્ટ્રક્શન સેકટરની A/T+1 ગ્રુપની અગ્રણી કંપની છે. આ કંપનીની ફેસવેલ્યુ રૂ.01 છે. વર્તમાન ભાવે આ કંપનીની માર્કેટકેપ વેલ્યૂ અંદાજીત રૂ.24,273.00 કરોડ છે. આ કંપનીનું કુલ ટર્નઓવર અંદાજીત રૂ.4.73 કરોડ છે. આ કંપનીનો શેર બાવન સપ્તાહ દરમિયાન વધીને રૂ.176.50 અને ઘટીને રૂ.30.96 થયો છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : ડિસેમ્બર – 2023 કવાર્ટરમાં પ્રમોટર્સનું હોલ્ડીંગ 61.75% અને પબ્લિકનું હોલ્ડીંગ 38.25% આવેલ.
બોનસ શેર : વર્ષ 2017 માં 1:2 શેર બોનસ આપેલ છે.
ડિવિડન્ડ : કંપની દ્વારા વર્ષ 2020માં શેરદીઠ રૂ.0.1350, વર્ષ 2021માં શેરદીઠ રૂ.0.47, વર્ષ 2022માં શેરદીઠ રૂ.0.50 અને વર્ષ 2023માં શેરદીઠ રૂ.0.54 ડિવિડન્ડ ચૂક્વવામાં આવેલ.
નાણાકીય પરિણામ :
(1) પૂર્ણ નાણાકીય વર્ષ એપ્રિલ 2022 થી માર્ચ 2023 : ચોખ્ખું વેચાણ રૂ.5546.62 કરોડની તુલનાએ વધીને રૂ.6736.31 કરોડ મેળવીને એનપીએમ 3.43% થકી ચોખ્ખો નફો રૂ.182.86 કરોડની તુલનાએ વધીને રૂ.231.14 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.1.28 નોંધાવી છે.
(2) પ્રથમ ત્રિમાસિક જુલાઈ 2023 થી સપ્ટેમ્બર 2023 : ચોખ્ખું વેચાણ રૂ.1478.60 કરોડથી વધીને રૂ.1622.05 કરોડ મેળવીને એનપીએમ 5.26% થકી ચોખ્ખો નફો રૂ.63.13 કરોડની તુલનાએ વધીને રૂ.85.27 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.0.47 નોંધાવી છે.
(3) બીજું ત્રિમાસિક ઓક્ટોબર 2023 થી ડિસેમ્બર 2023 : ચોખ્ખું વેચાણ રૂ.1622.05 કરોડથી વધીને રૂ.1918.60 કરોડ મેળવીને એનપીએમ 4.88% થકી ચોખ્ખો નફો રૂ.85.27 કરોડની તુલનાએ વધીને રૂ.93.67 કરોડનો નફો હાંસલ કરી શેર દીઠ આવક રૂ.0.52 નોંધાવી છે.
સિવિલ કન્સ્ટ્રક્શન સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.134 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.118 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.147 થી રૂ.160 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૂ.163 ઉપર તેજી તરફી ધ્યાન.