અમદાવાદ2 કલાક પેહલા
- કૉપી લિંક
ચાંદખેડાના 19 વર્ષીય યુવાનની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. આ મૃતદેહ પર પ્રાથમિક દૃષ્ટિએ જ ઇજાના નિશાન હોવાના કારણે પોલીસ આ સમગ્ર મામલે હત્યાની થિયરી પર તપાસ કરી રહી હતી. પછી જે વાત સામે આવી તે કોઇના પણ રૂંવાડા ઊભા કરી દે તેવી હતી. કારણ કે, પોતાની બહેન સાથે સંબંધ હોવાની શંકામાં પાડોશી યુવકને વાહન સાથે બહાર બોલાવ્યો હતો અને પછી મિત્ર સાથે મળીને તેને લાકડી અને દંડા વડે ફટકારવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે 19 વર્ષનો યુવક બેભાન થવા લાગ્યો અને પોતાના પગ ઉપર ઉભો પણ રહી શકે નહીં તેવી સ્થિતિ સર્જાઈ હતી. એટલે હત્યારાએ યુવકને જીવતો જ કેનાલમાં નાખી દીધો હતો. આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યા બાદ ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરી અને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
યુવકને તેની બહેન સાથે સંબંધ હોવાની શંકા પોલીસ સૂત્રો પાસેથી