હૈદરાબાદ/ભુવનેશ્વર41 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણા અને ઓડિશાના પ્રવાસે છે. તેઓ સવારે સિકંદરાબાદના શ્રી ઉજ્જૈની મહાકાલી મંદિર જશે. ત્યાં દર્શન અને પૂજા કરશે.
આ પછી તેઓ સવારે 11 વાગ્યે તેલંગાણાના સાંગારેડીમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ બપોરે 12 વાગ્યાની આસપાસ જાહેરસભા સંબોધશે.
પીએમ સાંજે 4 વાગ્યાની આસપાસ ઓડિશાના જાજપુર પહોંચશે. અહીં તેઓ શિલાન્યાસ કરશે અને રૂ. 19,600 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ ચાંદીખોલમાં રેલીને સંબોધશે.
PM તેલંગાણામાં રૂ. 6,800 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન મોદી મંગળવારે હૈદરાબાદથી લગભગ 60 કિમી દૂર સંગારેડ્ડીમાં રૂ. 6,800 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને એક રેલીને પણ સંબોધશે. આ પ્રોજેક્ટ રોડ, રેલ, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સાથે જોડાયેલા છે.
પીએમ હૈદરાબાદમાં સિવિલ એવિએશન રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (CARO) સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ ત્રણ નેશનલ હાઈવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
PM મોદી 4 માર્ચથી 12 રાજ્યની મુલાકાત લેશે: 29 કાર્યક્રમમાં હાજરી આપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 દિવસમાં 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેશે. આ સમયગાળા દરમિયાન તેઓ 29 કાર્યક્રમમાં ભાગ લેશે. ન્યૂઝ એજન્સી ANIએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે પીએમ મોદી આગામી 10 દિવસમાં તેલંગાણા, તામિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીની મુલાકાત લેશે.
1 માર્ચ: ઝારખંડમાં PMએ કહ્યું- સૂત્રોચ્ચાર એટલા જોરથી કરો કે અવાજ જેલ સુધી પહોંચે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ અને પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસે છે. 1 માર્ચના રોજ તેઓ સૌથી પહેલા ધનબાદ પહોંચ્યા અને બરવાડામાં જનસભાને સંબોધી હતી. તેમણે જેએમએમ-કોંગ્રેસ ગઠબંધન સરકાર પર નિશાન સાધ્યું. પીએમે કહ્યું- અગાઉ ઝારખંડમાં કોલસાના ઢગલા જોવા મળતા હતા, હવે તે નોટોના ઢગલા જોવા મળે છે. પૂર્વ સીએમ હેમંત સોરેન પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે અહીં જે નારા લગાવવામાં આવી રહ્યા છે તેનો પડઘો જેલ સુધી પહોંચવો જોઈએ.
1 માર્ચ: બંગાળના રાજભવનમાં મોદી-મમતા બેઠક: PMએ હુગલીમાં કહ્યું- મમતા મને દુશ્મન નંબર-1 માને છે

પશ્ચિમ બંગાળની તેમની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાદિયા જિલ્લાના કૃષ્ણનગરમાં રેલ, પાવર અને રોડ સેક્ટરમાં રૂ. 15,000 કરોડના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. પહેલા દિવસે PMએ હુગલીના આરામબાગમાં એક જાહેર સભાને સંબોધી હતી અને પછી રાજભવનમાં મમતા બેનર્જીને મળ્યા હતા.
2 માર્ચ: પીએમએ બેગુસરાઈમાં કહ્યું – બિહારમાં એક પરિવારે નોકરીના બદલામાં યુવાનોની જમીન હડપ કરી

PM નરેન્દ્ર મોદી 18 મહિના પછી ફરી બિહારની મુલાકાતે આવ્યા છે. ઔરંગાબાદ અને બેગુસરાયમાં સભાઓ કરી. સીએમ નીતિશ કુમાર બંને જગ્યાએ પીએમ મોદી સાથે હતા. પીએમએ બિહાર સહિત દેશમાં રૂ. 1.62 લાખ કરોડથી વધુની કિંમતની યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદઘાટન કર્યું. એમાંથી બિહારમાં 27 હજાર કરોડ રૂપિયાની યોજનાઓ છે.
4 માર્ચ: મોદીએ તેલંગાણામાં કહ્યું – વિપક્ષ કહે છે કે તે મારો પરિવાર નથી: મેં મારા દેશવાસીઓ માટે બાળપણમાં મારું ઘર છોડી દીધું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેલંગાણાના અદિલાબાદમાં 56,000 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પછી તેમણે અહીં એક રેલીને સંબોધી હતી. 25 મિનિટના ભાષણમાં તેમણે પરિવારવાદ, કોંગ્રેસ, BRS અને તેલંગાણાના વિકાસ વિશે વાત કરી હતી.