- Gujarati News
- National
- Sela Tunnel Near China Border Inaugurated, This Is The World’s Longest Double Lane Tunnel Built At Such A Height.
ઇટાનગર2 મિનિટ પેહલા
- કૉપી લિંક
PM મોદી નોર્થ-ઈસ્ટના આસામ અને અરુણાચલ પ્રદેશના પ્રવાસે છે. તેઓ શુક્રવારે (8 માર્ચ) સાંજે આસામના તેજપુર પહોંચ્યા હતા. અહીંથી તેઓ કાઝીરંગા પહોંચ્યા અને રોડ કર્યો હતો. શનિવાર સવારે 5 થી 6ની વચ્ચે મોદીએ કાઝીરંગા નેશનલ પાર્કમાં જંગલ સફારીની મજા માણી હતી. બાદમાં તેમણે અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું.
અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યા બાદ PM મોદી ફરી આસામના જોરહાટ પહોંચ્યા છે. અહીં તેમણે 18 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. જોરહાટમાં આસામના મુખ્યમંત્રીહેમંત બિસ્વા સરમાએ મોદીનું સ્વાગત કર્યું હતું. મોદી અહીં સભામાં સંબોધન કર્યું છે. આ દરમિયાન જનસભાને સંબોધતા તેમણે કહ્યું- આજે મને સામના લોકો માટે 17.50 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. જેમાં સ્વાસ્થ્ય, આવાસ અને પેટ્રોલિયમ સંબંધિત પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આનાથી આસામમાં વિકાસની ગતિને વધુ વેગ મળશે.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં વૈસાખી ખાતે વિશ્વમાં સૌથી ઊંચાઈ પર બનેલી ડબલ લેન ટનલનું ઉદઘાટન કર્યું હતું. તેમણે 2019માં એનો પાયો નાખ્યો હતો.
આ ટનલ ચીન સરહદ પર સ્થિત તવાંગને તમામ હવામાનમાં કનેક્ટિવિટી આપશે. ચીનની LAC બોર્ડરની નજીક હોવાને કારણે 13,000 ફૂટની ઊંચાઈ પર બનેલી આ ટનલ ખરાબ હવામાનમાં સેનાની અવરજવરને સરળ બનાવશે. આટલી ઊંચાઈ પર બનેલી આ વિશ્વની સૌથી લાંબી ડબલ લેન ટનલ છે.
મોદીએ સભામાં સંબોધન કરતાં કહ્યું – સમગ્ર દેશમાં એક વિકસિત રાજ્યથી વિકસિત ભારતનો રાષ્ટ્રીય ઉત્સવ ઝડપી ગતિએ ચાલુ છે. અમે 5 વર્ષમાં જેટલાં કામ કર્યાં એટલાં કામ કરવામાં કોંગ્રેસને 20 વર્ષ લાગી જાત. મોદીની ગેરંટી કેવી રીતે કામ કરે છે એના પર સમગ્ર ઉત્તર પૂર્વ જોઈ રહ્યું છે.
અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગમાં PMએ 55 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનાં ઉદઘાટન-શિલાન્યાસ કર્યાં.
ઈટાનગરમાં લોકોએ હાથમાં તિરંગો લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.
PMનું ભાષણ 5 મુદ્દામાં…
1. નોર્થ-ઈસ્ટના વિકાસ માટે અમારું વિઝન અષ્ટલક્ષ્મી
મોદીએ કહ્યું- એક વિકસિત રાજ્યથી વિકસિત ભારતનો રાષ્ટ્રીય ઉત્સવ સમગ્ર દેશમાં ઝડપી ગતિએ ચાલુ છે. આજે વિકસિત નોર્થ-ઈસ્ટના આ ઉત્સવમાં ઉત્તર-પૂર્વનાં તમામ રાજ્યો સાથે જોડાવાની તક મળી. ઉત્તર-પૂર્વનાં વિકાસ માટે અમારું વિઝન અષ્ટલક્ષ્મીનું રહ્યું છે. સાઉથ એશિયા અને ઈસ્ટ એશિયા સાથે ભારતના વેપાર, પ્રવાસન અને અન્ય સંબંધો આપણું નોર્થ-ઈસ્ટ એક મજબૂત કડી બનવા જઈ રહી છે.
2. અમે 5 વર્ષમાં જેટલાં કામ કર્યાં એટલાં કામ કરવામાં કોંગ્રેસને 20 વર્ષ થાત
PMએ કહ્યું- આજે અહીં 55,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનાં ઉદઘાટન-શિલાન્યાસ કરાયાં છે. આજે અરુણાચલ પ્રદેશના 35 હજાર ગરીબ પરિવારોને તેમનાં પાકાં ઘર મળી ગયાં છે.
અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાના હજારો પરિવારોને નળ કનેક્શન મળ્યાં છે, નોર્થ-ઈસ્ટનાં વિવિધ રાજ્યોમાં કનેક્ટિવિટી સંબંધિત અનેક પ્રોજેક્ટનાં શિલાન્યાસ-ઉદઘાટન થઈ રહ્યાં છે.
તેમણે કહ્યું- અમે નોર્થ-ઈસ્ટનાં વિકાસ પર છેલ્લાં 5 વર્ષમાં જેટલું કામ કર્યું છે એટલું કામ કરવામાં કોંગ્રેસને 20 વર્ષ લાગી ગયાં હોત. મોદીની શું ગેરંટી છે તે તમને અરુણાચલમાં આવ્યા પછી સ્પષ્ટ દેખાય છે. મોદીની ગેરંટી કેવી રીતે કામ કરે છે એ સમગ્ર નોર્થ-ઈસ્ટ જોઈ રહ્યું છે.
3. મિશન પામ ઓઈલ હેઠળની પ્રથમ ઓઈલ મિલનું ઉદઘાટન કર્યું
PMએ કહ્યું- નોર્થ-ઈસ્ટને ધ્યાનમાં રાખીને અમારી સરકારે ‘મિશન પામ ઓઈલ’ શરૂ કર્યું હતું. આ મિશન અંતર્ગત આજે પ્રથમ ઓઈલ મિલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ મિશન ભારતને ખાદ્યતેલના મામલે આત્મનિર્ભર તો બનાવશે જ, પરંતુ અહીંના ખેડૂતોની આવકમાં પણ વધારો કરશે.
4. હું ચૂંટણી માટે ફક્ત પ્રોજેક્ટનો શિલાન્યાસ નથી કરતો, હું એને પૂરો પણ કરું છું
વડાપ્રધાને કહ્યું- 2019માં મને સેલા ટનલનો શિલાન્યાસ કરવાની તક મળી, જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. 2019માં જ મેં ડોની પોલો એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. આજે આ એરપોર્ટ ઉત્તમ સેવાઓ પૂરી પાડી રહ્યું છે.
જ્યારે મેં 2019માં વિકાસની યોજનાઓનો શિલાન્યાસ કર્યો ત્યારે કેટલાક લોકોએ કહ્યું હતું કે મેં ચૂંટણી માટે કર્યું છે, પરંતુ જુઓ… મેં તે તમારા માટે કર્યું છે, ચૂંટણી માટે નહીં. ભલે ગમે તે સમય હોય, કોઈ પણ વર્ષ હોય, કોઈપણ મહિનો હોય, મારું કામ માત્ર દેશવાસીઓ માટે, લોકો માટે અને તમારા માટે છે.
5. INDIA ગઠબંધનના પરિવારવાદી નેતાઓએ મોદી પર તેમના પ્રહારો વધાર્યા
વડાપ્રધાને ફરી એકવાર પરિવારવાદનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું- કોંગ્રેસના INDIA ગઠબંધનના પરિવારવાદી નેતાઓએ મોદી પર પ્રહારો વધારી દીધા છે અને આજકાલ તેઓ પૂછી રહ્યા છે કે મોદીનો પરિવાર કોણ છે. મને અપશબ્દો કહેનારાઓ કાન ખોલીને સાંભળી લો- અરુણાચલના પહાડોમાં રહેતો દરેક પરિવાર કહી રહ્યો છે કે હું મોદીનો પરિવાર છે.
ચીન સરહદે આવેલી સેલા ટનલની તસવીર…
સેલા ટનલ 13,000 ફૂટની ઊંચાઈ પર બનાવાઈ છે. દરેક સીઝનમાં અહીં રોડ કનેક્ટિવિટી રહેશે.
પીએમ લગભગ 12.15 વાગ્યે અરુણાચલ પ્રદેશથી આસામ પરત ફરશે. તેઓ જોરહાટના હોલોંગા પાથર ખાતે પ્રખ્યાત અહોમ યોદ્ધા લાચિત બોરફૂકનની 84 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ વેલોર’ તરીકે ઓળખાશે.
પીએમ મોદી લચિત બોરફૂકનની આ પ્રતિમાનું ઉદઘાટન કરશે.
સેના માટે પણ ટનલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે
અરુણાચલ પ્રદેશમાં સેલા પાસ પાસે બનેલી આ ટનલ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા 825 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. ટનલના નિર્માણથી ચીન સરહદ સુધીનું અંતર 10 કિલોમીટર ઓછું થઈ જશે. આ ટનલ આસામના તેજપુર અને અરુણાચલના તવાંગને સીધુ જોડશે. બંને સ્થળોએ ચાર આર્મી કોર્પ્સ હેડક્વાર્ટર છે, જેનું અંતર પણ એક કલાક ઘટશે.
બલિપારા-ચરિદ્વાર-તવાંગ માર્ગ વરસાદ, હિમવર્ષા અને ભૂસ્ખલન દરમિયાન વર્ષમાં લાંબા સમય સુધી બંધ રહે છે. ટનલના નિર્માણ બાદ ચીનની સરહદ સુધી સૈન્યની મુવમેન્ટમાં સુધારો થયો છે. સેના ઓછા સમયમાં શસ્ત્રો અને મશીનરી તહેનાત કરી શકશે. 1962માં આ વિસ્તારમાં ચીનના સૈનિકોએ ભારતીય સેના સાથે અથડામણ કરી અને તવાંગ શહેર પર કબજો કરી લીધો હતો.
આ પ્રોજેક્ટમાં બે ટનલનો સમાવેશ થાય છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં આ ટનલનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારે તેની કિંમત 697 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. હવે તેનો ખર્ચ કિંમત 825 કરોડ રૂપિયા થયો છે. કોરોનાને કારણે તેના નિર્માણમાં વિલંબ થયો હતો. આ પ્રોજેક્ટમાં બે ટનલનો સમાવેશ થાય છે. પ્રથમ 980 મીટર લાંબી સિંગલ-ટ્યુબ ટનલ છે અને બીજી 1.5 કિમી લાંબી છે જેમાં ઈમરજન્સી માટે બાંધવામાં આવેલી એસ્કેપ ટ્યુબ છે.
આ સમાચાર પણ વાંચો….
PM મોદીએ 23 લોકોને આપ્યો નેશનલ ક્રિએટર્સ એવોર્ડઃ કહ્યું- નવા યુગને અકાળે ઓળખ આપવાનું આયોજન છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નેશનલ ક્રિએટર્સ એવોર્ડ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સર્જકોના મેળાવડાને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે યુવાનો અને તેમની સર્જનાત્મકતાને સન્માનિત કરવા માટે આ પુરસ્કારોનું આયોજન પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે. નવા યુગને અકાળે ઓળખ આપવાનું આયોજન છે.
મોદીએ કહ્યું- આ નવું જમ્મુ-કાશ્મીર છે, જેની દાયકાઓથી રાહ જોવાઈ રહી હતી, આજે એ મુક્તપણે શ્વાસ લઈ રહ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે (7 માર્ચ) જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. તેમણે શ્રીનગરના બખ્શી સ્ટેડિયમમાં ‘વિકસિત ભારત, વિકસિત જમ્મુ અને કાશ્મીર’ કાર્યક્રમ હેઠળ રૂ. 6400 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. 1000 યુવાનોને જોબ લેટર પણ આપવામાં આવ્યા હતા. આ પછી, યુવા સાહસિકો પાસેથી તેમની સફળતા અને સમસ્યાઓની વાતો સાંભળી હતી.