હૈદરાબાદ2 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભાજપના ધારાસભ્યો તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજનને મળ્યા છે. તેમણે અકબરુદ્દીન ઓવૈસીને પ્રોટેમ સ્પીકર બનાવવાનો વિરોધ કર્યો હતો.
તેલંગાણામાં ભાજપના તમામ 8 ધારાસભ્યોએ ગૃહમાં પદના શપથ લીધા ન હતા. આ તમામ ધારાસભ્યો ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના અકબરુદ્દીન ઓવૈસીને પ્રોટેમ સ્પીકર બનાવવાનો વિરોધ કરી રહ્યા હતા. આ ધારાસભ્યો રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજનને મળ્યા હતા. અકબરુદ્દીન AIMIMના ધારાસભ્ય અને અસદુદ્દીન ઓવૈસીના ભાઈ છે.
આ મામલે તેલંગાણા બીજેપીના મહાસચિવ ગુજ્જુલા પ્રેમેન્દ્ર રેડ્ડીએ કહ્યું – અમે શપથનો બહિષ્કાર કર્યો કારણ કે અકબરુદ્દીન ઓવૈસીને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા હતા. સીનિયર ધારાસભ્યોની અવગણના કરવામાં આવી અને ઓવૈસીને પદ પર બેસાડી દીધા. કોંગ્રેસ જુઠ્ઠુ બોલે છે. તેઓ પરંપરાનું પાલન કરતા નથી. તેમની રાજકીય આકાંક્ષાઓને કારણે ઓવૈસીને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા હતા.
જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી AIMIMની સામે શપથ નહીં લઉં- રાજા સિંહ
અકબરુદ્દીન ઓવૈસીને પ્રોટેમ સ્પીકર બનાવવા પર બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહે એક વીડિયો જાહેર કર્યો જેમાં કહ્યું- કોંગ્રેસ સરકારે આદેશ જારી કર્યો છે કે 9 ડિસેમ્બરે અકબરુદ્દીન ઓવૈસીની સમક્ષ શપથ સમારોહમાં બધા હાજર રહેશે. જ્યાં સુધી આ રાજા સિંહ જીવિત છે ત્યાં સુધી તેઓ AIMIMની સામે શપથ લેશે નહીં કે અકબરુદ્દીન ઓવૈસીની સામે શપથ લેશે નહીં.
સામાન્ય રીતે ગૃહના સૌથી સીમિયર ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે છે. તેમનું કામ નવા ધારાસભ્યોને શપથ લેવડાવવાનું અને વિધાનસભા અધ્યક્ષની પસંદગી કરાવવાનું હોય છે.
અકબરુદ્દીન ઓવૈસી તેલંગાણાની ચંદ્રયાનગુટ્ટા વિધાનસભા બેઠક પરથી AIMIMના ધારાસભ્ય અને અસદુદ્દીન ઓવૈસીના ભાઈ છે. ટી રાજા સિંહ ગોશામહલથી જીત્યા છે.
લઘુમતીઓને ખુશ કરવાની મોટી ભૂલ કરી છે- ટી રાજા
ગોશામહલના બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહે કહ્યું- હું મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પૂછવા માંગુ છું કે શું તમે પણ BRSના માર્ગ પર ચાલવા માંગો છો. 2018માં, ઓવૈસીને BRS સરકાર દ્વારા પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા હતા, ત્યારે પણ અમે શપથ લીધા નહોતા.
તેમનો (અકબરુદ્દીન ઓવૈસી) સરકારી જમીનો પર કબજો છે. તેઓ તેલંગાણામાં રહેતા હિન્દુઓને મારવાની વાત કરે છે. શું આપણે આવી વ્યક્તિની સામે શપથ લઈશું? રેવંત રેડ્ડી કહેતા હતા કે BRS, AIMIM અને BJP એક છે, હવે કહો કે AIMIM સાથે તમારો શું સંબંધ છે?
વિધાનસભામાં અન્ય ઘણા સીનિયર ધારાસભ્યો છે જેમને તમે પ્રોટેમ સ્પીકર બનાવી શક્યા હોત, પરંતુ લઘુમતીઓને ખુશ કરવા જાણીજોઈને મોટી ભૂલ કરી. ભાજપનો એક પણ ધારાસભ્ય કોઈ પણ સંજોગોમાં શપથ લેશે નહીં.
તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 64 બેઠકો જીતી છે
તેલંગાણાની 119 વિધાનસભા બેઠકો પર 30 નવેમ્બરે મતદાન થયું હતું, પરિણામ 3 ડિસેમ્બરે આવ્યું હતું. જેમાં કોંગ્રેસે 64 સીટો જીતી હતી. શાસક ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ને 39 બેઠકો મળી હતી. 8 સીટ બીજેપી, 7 AIMIM અને એક સીટ સીપીઆઈને મળી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવન્ત રેડ્ડી અને કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર 3 ડિસેમ્બરની રાત્રે રાજ્યપાલને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો…
તેલંગાણામાં કોંગ્રેસની 6 ગેરંટી પર રેડ્ડીની મંજૂરીની મહોર; મહિલાઓ અને ખેડૂતોને રોકડ સહાય
કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડીએ 7 ડિસેમ્બરે તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભટ્ટી વિક્રમાર્કને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. તેમની સાથે 11 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહ એલબી સ્ટેડિયમમાં યોજાયો હતો. જેમાં સોનિયા ગાંધી, રાહુલ, પ્રિયંકા ગાંધી વાડ્રા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હાજરી આપી હતી.