- Gujarati News
- National
- The Image Of The Sanctum Sanctorum Of Ayodhya’s Ram Mandir Surfaced, Pranapratistha Next Month, The Idol Will Be Ready In Five Days.
29 મિનિટ પેહલા
- કૉપી લિંક
અયોધ્યામાં બની રહેલા ભવ્યાતિભવ્ય રામ મંદિરના પહેલા તબક્કાનું કામ અંતીમ ચરણમાં છે. જે ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિ બિરાજમાન થવાની છે તેની તસવીરો સામે આવી છે. અતિ ભવ્ય અને દિવ્ય કોતરણી સાથેનું ગર્ભગૃહ શોભાયમાન બની રહ્યું છે. અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિઓના અભિષેક પહેલા ગર્ભગૃહનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન, ગર્ભગૃહની પ્રથમ તસવીર પણ સામે આવી છે, જેમાં ભવ્ય ગર્ભગૃહની દિવાલો અને ગુંબજ પર સુંદર કોતરણી જોવા મળે છે. મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ આ તસવીર જાહેર કરી છે. અયોધ્યામાં રામ મંદિરનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ આવતા વર્ષે 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત લગભગ સાત હજાર લોકોને અભિષેક સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. રામલલ્લાની મૂર્તિ 15 ડિસેમ્બર સુધીમાં મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે તૈયાર થઈ જશે. રામલલ્લા (ભગવાન રામનું બાળ સ્વરૂપ)ની ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે ભગવાન રામલલાની ત્રણ મૂર્તિઓ બનાવવાનું કામ પૂર્ણતાના આરે છે, પાંચ દિવસમાં 15મી ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે. જેમાંથી એક રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે ત્રણ મૂર્તિઓમાંથી બે કર્ણાટકના પથ્થરની અને એક રાજસ્થાનની છે.
આવું દેખાશે રામ મંદિર. (પ્રોજેક્ટ તસવીર)
15 ડિસેમ્બરે મંદિર ટ્રસ્ટની ધાર્મિક સમિતિ અભિષેક માટે શ્રેષ્ઠ મૂર્તિની પસંદગી કરશે. મૂર્તિઓ 90 ટકા તૈયાર છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, રામ મંદિરમાં રામલાલના અભિષેક સમારોહ માટે સચિન તેંડુલકર, વિરાટ કોહલી, અમિતાભ બચ્ચન અને મુકેશ અંબાણી સહિતના મહાનુભાવો ઉપરાંત લગભગ સાત હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલા 19 જાન્યુઆરીએ 1200 રામભક્તો વડોદરાથી સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી અયોધ્યા જવા રવાના થશે. જ્યારે 20-21 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા નગરીના રામ મંદિર સિવાય બીજા 35 તીર્થધામોનો શણગાર વડોદરાના યુવાનોની અલગ અલગ ટીમો દ્વારા કરવામાં આવશે.
અયોધ્યા રામ મંદિરને ફૂલોથી શણગાર કરનારા સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, રામ મંદિર તેમજ અયોધ્યા નગરીના તમામ મંદિરોને શણગાર કરવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાંથી 50 હજાર કિલોથી વધુ ફુલો મંગાવવામાં આવ્યાં છે.ફુલોના શણગાર માટે 30 ટીમમાં સામેલ 1300 જેટલા યુવાનો કામે લાગશે. જેના માટે અયોધ્યા મંદિરની પણ મુલાકાત લેવામાં આવી છે.
22મી જાન્યુઆરીએ ગણેશ મંડળો શહેરને ભગવા રંગથી સુશોભિત કરશે
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે. તે સમયે જ શહેરના દરેક ઘરમાં રામજીની પૂજા અને દીપોત્સવ ઊજવાય તેવું આયોજન કરાયું છે. જ્યારે 22 જાન્યુઆરીએ સવારે 11 થી બપોરે 1 કલાક સુધીમાં મંદિરોમાં રામધૂન કરવામાં આવશે. જ્યારે ગણેશ મંડળોને સમગ્ર શહેર ભગવા રંગથી સુશોભિત કરવાની જવાબદારી પણ આપવામાં આવી છે.